કેશોદ તુવેર ખરીદીમાં ભેળસેળ કૌભાંડ, બે વખત સીલ તોડાયા 

પહેલા ભેળસેળ કરી કૌભાંડ કર્યું. પછી ઢાંક પીછોડ કરવા ભેળસેળ હટાવવા સફાઈ કામગીરી કરી હતીહ

ટેકાના ભાવે મગફળી કૌભાંડના ડામ ખેડૂતો હજુ ભૂલ્યા નથી ત્યાં તુવેર કૌભાંડ બહાર આવ્યું છે.
ટેકાના ભાવે તુવેર ખરીદીના નિયમો અનુસાર ખરીદી કરતી વખતે સરકાર દ્વારા ગુણવતા ચકાસણી માટે એક ગ્રેડર રાખવાનો હોય ખરીદી વખતે ગુણવતા ચકાસણીના ચોક્કસ નિયમો મુજબ જ જો ગુણવત્તા હોય તો જ ખેડૂતની તુવેર ખરીદવામાં આવતી હોય છે. જો ખેડૂતના માલમાં કોઈ ખામી હોય તો માલ પરત કરવામાં આવતો હોય છે. જો એમાં કાંકરી કે ડાઠા હોય તો એમાં મશીન મારવાનું હોય છે. આ મશીન મારવા માટે ગુણી દીઠ ખેડૂત પાસેથી 15 રૂપિયા વસુલ કરવામાં આવ્યા છે.

ખેડૂત ચોખી અને સારી તુવેર ખરીદી કરવામાં આવી હતી. પણ તે માલ ગોડાઉનમાં મોકલવામાં આવ્યો ત્યારે માલ ખરાબ હોવાથી પરત કરવામાં આવ્યો હતો. આ ભેળસેળ કોણે કરી તે સરકાર શોધતી નથી. ભેળસેળ કેવી રીતે કરવામાં આવી ? ખરીદી થાય ત્યારે જ દરેક ગુણીને સીલ કરવામાં આવે છે. ગુણીનું સીલ તોડી એમાં ભેળસેળ કોણે કરી તે શોધવામાં આવતું નથી.

એક વખત સીલ થઈ જાય પછી એને તોડવાની સત્તા કોઈને નથી તો આ સીલ તોડવાની કામગીરી કરવાનો ઓર્ડર કોને આપ્યો? એવો સવાલ કરીને ખેડૂત હીત રક્ષક સમિતિના પાલભાઈ આંબલિયાએ આરોપ મુક્યો હતો કે તુવેર ખરીદીમાં કેશોદ અને બીજે કરોડોનું કૌભાંડ થયું છે.
આ ભેળસેલ થયેલો માલ જ્યારે ગોડાઉનમાં ગયો ત્યારે ત્યાં માલ રિજેક્ટ થતા ફરીથી કેશોદ ખરીદ કેન્દ્ર પર આવ્યો ત્યાં માલનું શુદ્ધિકરણ કરવા માટે ફરીથી સીલ તોડવાની કામગીરી કરવામાં આવી હતી.

ભેળસેળ કરેલી 3241 ગુણી તુવેરમાં શુદ્ધિકરણ કરવા માટે એમાં ફરીથી ચારણો મારવાની કામગીરી થઈ રહી હતી. ત્યારે ખેડૂત હિત રક્ષક સમિતિ અને કિસાન કોંગ્રેસની ટિમ કેશોદ ટેકાના ભાવે તુવેર ખરીદી કેન્દ્ર પર પહોંચી જઈ કૌભાંડમાં ઢાંક પીછોડની કામગીરી ચાલુ હતી એને અટકાવી હતી. અત્યારે પણ ખેડૂત આગેવાનો ખરીદ કેન્દ્ર પર ધામા નાખી ને બેઠા છે.  કેશોદ તુવેર ખરીદ કેન્દ્ર પર 3241ગુણી સીલ કરવા અને 2 વખત સીલ તોડવાનો ઓર્ડર કોને આપ્યો તે જાહેર કરવા, આ કૌભાંડમાં સંડોવાયેલા લોકોના નામ જાહેર કરવાની માંગ સાથે કેશોદ તુવેર ખરીદ કેન્દ્ર પર બેઠા છે