કોંગ્રેસના ધારાસભ્યએ 9 લાખ રૂપિયાની રેતી ચોરી કરી હોવાથી તેમને દંડ કર્યો છે. જો નહીં ભરે તો જેલની સજા થઈ શકે છે. આવું કરવા પાછળ રાજકારણ પણ છે. ધંધુકામાં ભાજપને લોકસભામાં મતો મેળે તેમ ન હોવાથી અહીંના કોંગ્રેસના મજબૂત ધારાસભ્યને ડરાવવા માટે દરોડા પડાયા હતા. હળવદના ભાજપના પ્રમુખ સામે ભ્રષ્ટાચારનો ગુનો નોંધ્યો હોવા છતાં તેમની સામે આજ સુધી કોઈ પગલાં ભરાયા નથી. આમ હવે કાયદો પણ બે રીતે જોવામાં આવી રહ્યો છે. ડર પેદા કરો અને રાજ કરોની નીતિ ભાજપની તમામ સરકાર અને ભાજપ પ્રમુખોની 18 વર્ષથી જોવા મળે છે.
કોંગ્રેસના ધંધુકા વિધાનસભા બેઠકના ધારાસભ્ય રાજેશ ગોહિલ સામે ખાણ ખનિજ વિભાગનો સકંજો કસાયો છે, 9 લાખ રૂપિયાથી વધુની રેતી ચોરીની ફરિયાદમાં ખાણ ખનિજ વિભાગે તેમને નોટીસ ફટકારી છે, જેમાં રેતીનું બિન અધિકૃત રીતે ખાણકામ થયું હોવાનું સાબિત થયું હતુ, ખનિજ વિભાગની નોટિસ મુજબ, રાજેશ ગોહિલ પર 2893 મેટ્રિક ટન રેતીનું બિનઅધિકૃત રીતે ખનન થયું હોવાનો ખુલાસો થયો છે, જેને પગલે ગુજરાત ખનિજ નિયમ 2017 હેઠળ આ કેસમાં સંડોવાયેલા શખ્સોને બે વર્ષ સુધીની જેલ અથવા તો પાંચ લાખ રૂપિયા ભરપાઈ કરવાની જોગવાઈ છે.
જો ગુના અંગે દંડનીય નિર્ણય પહેલા સુનાવણીની તક મળે તેમ ઈચ્છતા હોય તો 7 દિવસમાં કચેરીએ આવીને ખનિજ ચોરીનું કૃત્ય કોના કોના દ્વારા અને કેટલા સમયથી કરવામાં આવ્યું છે તે અંગેનો જવાબ રજૂ કરવાનો હોય છે અને ખનિજ ચોરીનો ગુનો કરવા માટે નિયમ 24 અંતર્ગત સમાધાનની રકમ ભરપાઈ કરવાની રહેશે, આ દંડ પેટે પેનલ્ટી 6,94,320 અને પર્યાવરણને નુકસાનીના વળતર પેટે 2,84,671 મળીને 9,78,991 રૂપિયા ભરવાના રહેશે.