રાજકોટમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના ભત્રીજાએ એક ગેરેજ સંચાલક પર તલવાર વડે હુમલો કર્યો હતો. જેથી ગેરેજના માલિક દ્વારા રાજકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
રાજકોટમાં રહેતા મયુરધ્વજ ગોંડલ રોડ પર જે.કે.મોટર્સ નામનું કાર રિપેરિંગનું ગેરેજ ચલાવે છે. 2 વર્ષ પહેલા મયુરધ્વજ કોંગ્રેસના પૂર્વે કોર્પોરેટર વિજય વાંકની માઇક્રો કારમાં બોડીકામ કરાવ્યું હતું અને તે સમયે વિજય વાંકે 11000 રૂપિયા મયુરઘ્વજને આપ્યા નહોતા અને કહ્યું હતું કે થોડા દિવસોમાં પૈસા આપી જઈશ.
પૈસા આપવામાં ઘણો સમય વીતી ગયો પણ પૂર્વે કોર્પોરેટર વિજય વાંક પૈસા આપતા નહોતા અને મયુરધ્વજનો ફોન પણ ઉપાડતા નહોતા. જેથી બંને વચ્ચે અવાર નવાર ગાડીના રીપેરીંગ કામના પૈસા લઇને માથાકૂટ ચાલી રહી હતી. પૈસાની માથાકૂટને લઇને કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર વિજય વાંકના ભત્રીજાએ ગેરેજ સંચાલક મયુરધ્વજ પર હુમલો કર્યો હતો.
મયુરધ્વજ 12 ડિસેમ્બરના રોજ પોતાના ઘર નજીક આવેલી પાનની દુકાર પર રાત્રે 10 વાગ્યે ઉભા હતા તે સમયે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર વિજય વાંકનો ભત્રીજો સાગર વાંક દુકાન નજીક હાથમાં તલવાર લઇને આવ્યો હતો અને તલવાર સાથે મયુરધ્વજ તરફ દોડ્યો હતો.
આ દરમિયાન મયુરધ્વજ પણ પોતાનો જીવ બચાવવા માટે દુકાન પરથી નીકળીને પોતાના ઘરના રસ્તા તરફ ભાગવા લાગ્યા હતા અને તેઓ વધારે ઝડપથી ભાગવા જતા રસ્તા પર પટકાયા હતા. મયુરધ્વજ રસ્તા પર પડી જતા સાગર વાંકે ઉંધી તલવાર રાખીને મયુરધ્વજના હાથ અને પગના ભાગે હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાને પગલે મયુરધ્વજ સાગર વાંક સામે પોલીસ ફરિયાદ કરી હતી. મયુરધ્વજની ફરિયાદના આધારે પોલીસે સાગર વાંકની ધરપકડ કરવા માટે તેના ઘરે પહોંચી હતી પણ સાગર તેના ઘરે મળી આવ્યો નહોતો.
ગુજરાતમાં હવે ક્રાઈમ દિન પ્રતિદિન વધી રહ્યો છે. એક તરફ સરકાર ગુનાખોરી ઘટાડવાની વાત કરે છે અને બીજી તરફ મારામારી હત્યા અને જીવલેણ હુમલા જેવી ઘટનાઓમાં સતત વધારો થતો જાય છે.
અગાઉ વોર્ડ નં.૧૨નાં કોંગી કોર્પોરેટર વિજય વાંક અને તેમનાં ધર્મપત્ની પણ ડેન્ગ્યુનાં સકંજામાં ફસાયા હતા. 18 ઓક્યોબર 2017ના દિવસે ઉદય કાનગડ અને વિજય વાંક તેમજ ઘનશ્યામ જાડેજા, સહિતના બાખડ્યા, ઉદય કાનગડે કોંગ્રેસને કાળી ચૌદસ કહેતા મામલો બીચક્યો હતો.