અમદાવાદ,તા:૨૮
પૂજ્ય મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી ઉજવણી વર્ષ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ૨૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર સુધી ‘ગાંધી સંદેશ યાત્રા’ – દાંડી થી સાબરમતી આશ્રમ અમદાવાદ સુધીની મોટર સાયકલ યાત્રાના બીજા દિવસે સુરતથી આગળ વધી હતી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ગાંધી સંદેશ યાત્રાનો ઉદ્દેશ હાલમાં ગાંધી વિચારધારાને ખતમ કરીને ગોડસેની વિચારાધારા – દેશમાં લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તેની સામે એક મજબૂત સંદેશ આપવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધી વ્યક્તિ નહોતા, વિચાર હતાં. વ્યક્તિ મૃત્યુ પામે છે પરંતુ વિચાર ક્યારેય મૃત્યુ પામતો નથી.
આજના શાસકો દ્વારા અંગ્રેજોને પણ શરમાવે તેવા કાયદા કાનૂન શરૂ કરવામાં આવ્યા છે. જમીન સંપાદન કાયદાનો દૂરપયોગ કરવામાં આવી રહ્યો છે, ખેડૂતોની મહામૂલી જમીન લેવામાં આવી રહી છે અને તેનું વળતર પણ આપવામાં નથી આવતું. સિંચાઈના કાયદા, મોટર વ્હીકલ એક્ટના નામે મોટો દંડ વસૂલવાની કાર્યવાહી થઈ રહી છે, ગુજરાતમાં લોકોને ડરાવવાનો, દબાવવાનો, ધમકાવવાના પ્રયત્ન થઈ રહ્યો છે.
દાંડીથી શરૂ થઈને સુરત ખાતે વિરામ લીધા બાદ સતત બીજા દિવસે ગાંધી સંદેશ યાત્રામાં મોટી સંખ્યામાં બાઈક ચાલકો જોડાયા હતા. કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્યો, આગેવાનો અને ગાંધી વિચાર માટે કામ કરતા અનેક મહાનુભાવો જોડાયા હતા અને કોંગ્રેસના આ પ્રયાસને અભિનંદન આપ્યા હતાં. સુરત જિલ્લાના અને ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં તથા અંકલેશ્વર શહેરમાં આ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
દાંડીથી શરૂ થયેલી યાત્રા ૨૭ સપ્ટેમ્બરના રોજ સુરત રાત્રી રોકાણ કરી ૨૮મીએ સવારે ૧૦ કલાકે સુરતથી અંકલેશ્વર, ભરૂચ સહિતના વિસ્તારમાં ભ્રમણ કરીને ૨૯ના રોજ ભરૂચ અને વડોદરા સહિતના વિસ્તારમાં ભ્રમણ કરીને ગાંધીજીના વિચારોનું પ્રચાર પ્રસાર કરશે.
અંગ્રેજોના કાયદા કરતાં પણ વધું ખરાબ કાયદા સામે વિરોધ પક્ષના નેતાની મોટર સાયકલ યાત્રા પોરબંદરથી નિકળી
મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી ઉજવણી વર્ષ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ૨૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી ‘ગાંધી સંદેશ યાત્રા’ – પોરબંદરથી સાબરમતી આશ્રમ અમદાવાદ સુધીની મોટર સાયકલ યાત્રા બીજા દિવસે ધોરાજી ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત આગેવાનો, કાર્યકરોને સંબોધન કરતાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, પૂજ્ય મહાત્મા ગાંધીની ઐતિહાસીક મીઠા સત્યાગ્રહ સવિનય કાનુન ભંગની ભૂમી દાંડીથી અંગ્રેજોની હકુમત સામે રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કર્યું હતું.
ગાંધી વિચાર આધુનિક સમયની માંગ છે તે સમયે અંગ્રેજો સામે ‘અસમાનતા’, ‘શોષણ’, ‘અત્યાચાર’ સહિતના અનેક મુદ્દે. ‘જન આંદોલન’ કરી દેશને ગુલામીમાંથી મુક્ત કરી આઝાદ હિંદુસ્તાનની સ્થાપના કરવામાં આવી. છેલ્લા ઘણા સમયથી ભારત અને રાજ્યના શાસકો ગાંધીજીની વિચારધારાને ખતમ કરી ગોડસેની વિચારધારા થોપવાના પ્રયત્નો થઈ રહ્યો છે. અંગ્રેજોના શાસન દરમિયાન શિક્ષણ મોંઘુ, બેરોજગારી આસમાને અમીર વધુ અમીર અને ગરીબ વધુ ગરીબ, અસમાનતા, અસહિષ્ણુતા, આકરા કરવેરા, આ શાસનની ઓળખ હતી. આજનુ શાસન અંગ્રેજોના શાસનને શરમાવે તેવો અત્યાચાર કરી રહ્યા છે, જમીન સંપાદનનો કાયદો, સિંચાઈનો કાયદો, નવો મોટર વ્હીકલ એક્ટ, ભ્રષ્ટાચાર, શોષણ ગાંધી અસમાનતા, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સીંગના નામે શોષણ. સહિતના મુદ્દે છેવાડાના માનવીના કલ્યાણ ગાંધીના વિચાર સાથે ફરીથી ગાંધીના ગુજરાતમાંથી જનતા માટે ફરી આઝાદીની એજ લડત લડવામાં આવશે. બીજા દિવસે આગળ વધતાં જેતપુર, વિરપુર, ગોંડલ થી રાજકોટ ખાતે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બાઈક ચાલકો જોડાયા હતા. કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્યો, આગેવાનો અને ગાંધી વિચાર માટે કામ કરતા અનેક મહાનુભાવો જોડાયા હતા અને કોંગ્રેસના આ પ્રયાસને અભિનંદન આપ્યા હતાં.
પોરબંદર થી શરૂ થયેલ ગાંધી સંદેશ યાત્રા ૨૮ના રોજ રાજકોટ મુકામે રાત્રી રોકાણ રોકાણ કરી ૨૯ના સવારે ૧૦ કલાકે રાજકોટ થી ચોટીલા સહિતના વિસ્તારમાં ભ્રમણ કરીને ગાંધીજીના વિચારોનુ પ્રચાર – પ્રસાર કરશે.