કોંગ્રેસને રાહત: તાલાલાના કોંગ્રેસ ધારાસભ્ય ભગા બારડનું સભ્યપદ યથાવત

ગાંધીનગર,તા.06

ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ તલાલાના કૉંગ્રેસના ધારાસભ્ય ભગા બારડનું ધારાસભ્ય તરીકેનું સભ્ય પદ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ યથાવત રાખ્યું છે. કૉંગ્રેસના ધારાસભ્ય ભગા બારડ પર ભ્રષ્ટાચારના આરોપને લીધે સોમનાથ મેજિસ્ટ્રેટ કોર્ટમાં બે વર્ષની સજા ફટકારવામાં આવી રહતી. જેના લીધે વિધાનસભાના નિયમ મુજબ બે વર્ષ કરતા વધારે સજા થતા ધારાસભ્ય તરીકે ચાલુ રહી શકાતું નથી. જેથી વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ભગા બારડનું સભ્ય પદ રદ્દ કર્યું હતું. જેને ગુજરાત હાઇકોર્ટમાં સ્ટે માટે પડકારવામાં આવી હતી. જેમા હાઇકોર્ટે સ્ટે આપી દેતા તેમનું સભ્ય પદ રાબેતા મુજબ ચાલુ રહ્યું હતું. 

સોમનાથ સેશન્સ કોર્ટ દ્વારા 1995માં ભૂતની જમીનમાં કરવામાં આવેલા ખાના મામલે બે વર્ષ અને ૯ મહિનાની સજા ફટકારી હતી લીધી ફિલ્મ સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું આ સભ્યપદ રદ કરતો ભગા બારડ દ્વારા ગુજરાત હાઇકોર્ટમા સેશન્સ કોર્ટ દ્વારા કરવામાં આવેલી સજા સામે સ્ટેની માંગણી કરી હતી જેમાં સ્ટીમ મળતાં રાજય સરકાર દ્વારા ભગા બારડ અને સભ્યપદ યથાવત રાખવામાં આવ્યું હતું

મને કાનુન પર વિશ્વાસ  હતો

‘આ મામલે ભગવાન બારડે જણાવ્યું હતું કે ‘ મારૂં સભ્યપદ રદ કરવામાં આવ્યું ત્યારે હું સેશન્સ કોર્ટ, હાઇકોર્ટમાં ગયો હતો. હાઇકોર્ટ તેના પર રોક લગાવી હતી. આ સ્ટેના આધારે મેં સરકારને અરજી આપી હતી. હાઇકોર્ટના ચુકાદા અને કાયદા અંતર્ગત મને જે રક્ષણ મળેલું છે, તેના મુજબ જ મને આજે ફરીથી સભ્ય તરીકે કાર્યરત કર્યો છે. મને ગઈકાલે પણ કાનુન પર વિશ્વાસ હતો અને આજે પણ છે. મારે આ કાનુની પ્રક્રિયા વિશે કોઈ ટીકા ટિપ્પણી કરવી નથી. ‘

પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને  ધવલ ઝાલા સામે ની કોંગ્રેસ ની અરજીનો નિકાલ

કોંગ્રેસના ગુજરાત વિધાનસભા ના દંડક અશ્વિન કોટવાલે બન્ને ના સભ્યપદ રદ કરવા અને પક્ષતાનર ધારા હેઠળ 6 વર્ષ માટે ચૂંટણી લડતા અટકાવવા માટે અધ્યક્ષ ને અરજી કરી હતી. જેને અધ્યક્ષે ફગાવી હતી.