કોંગ્રેસે અમિત શાહ વિરોધી વિસ્તારોમાં રેલી કેમ ન કરી ?

ગાંધીનગર સોકસભા વિસ્તારમાં જ્યાં અમિત શાહનો ભારે વિરોધ થાય છે એવા ઘાટલોડિયા, નારણપુરા, સાબરતી, સરખેજ જેવા વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવાર સી જે ચાવડાએ રેલી તો ન કરી પણ પોતાના કાર્યકરોને પ્રચાર માટે પણ બહાર કાઢ્યા નથી. તેથી તેમની ઈરાદાઓ માટે લોકો હવે શંકા કરી રહ્યાં છે. ખરેખર તેઓ જો અમિત શાહને હરાવવા માંગતા હોત તો તેમણે અમિત શાહનો જ્યાં વિરોધ થઈ રહ્યો છે ત્યાં તેમણે રેલી કરી હોત કે વ્યવસ્થા કરીને પ્રચાર પણ કર્યો હોત.

સી જે ચાવડાએ ધ્યાન ન આપવાના કારણે કોંગ્રેસે વધું એક નેતા ગુમાવવા પડ્યા છે. અલેપશ ઠાકોર આ વખતે કોંગ્રેસને ખતમ કરવા માટે શંકરસિંહની ભૂમિકામાં છે. તેમની પર આરોપ છે કે તેણે ભાજપ પાસેથી રૂ.70 કરોડથી રૂ.90 કરોડની લાંચ લીધી છે. તેને જો આટલી રકમ મળતી હોય તો પછી અમિત શાહ જીતવા માટે સી જે ચાવડાવો પણ કેમ સંપર્ક ન કરી શકે ?

વળી, સી જે ચાવડાની નિષ્ક્રીયતાના કારણે કોંગ્રેસના નેતા ગોવિંદ ઠાકોર પક્ષાંતર કરીને ભાજપમાં ભળી ગયા છે.  તે ગાંધીનગર જિલ્લા ઠાકોર સેનાના પ્રમુખ હતા. 2017ની વિધાનસભાની ચૂંટણી સમયે ગોવિંદ ઠાકોર ગાંધીનગર દક્ષિણના કોંગ્રેસના ઉમેદવાર હતા. ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે તેને ટિકિટ અપાવી હતી, તેમ છતાં અલ્પેશ ઠાકોર તેને જીતાડી શક્યા ન હતા. તેથી અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસના પ્રમુખ ભરત સોલંકી અને ત્યાર પછી અમિત ચાવડા રોષે ભરાયેલા હતા. આવી ઉત્તર ગુજરાતની 6 બેઠકો અલ્પેશ ઠાકોરના કારણે ગુમાવવી પડી હતી.

ઠાકોર સેનામાં પણ બે ભાગલાઓ પડી ગયા છે, કારણ કે કેટલીક જગ્યા પર ઠાકોર સેના ભાજપના ઉમેદવારને સમર્થન આપે છે અને કેટલીક જગ્યા પર કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપે છે. આમ તેમને સાચવી લેવામાં સી જે ચાવડા નિષ્ક્રિય રહ્યાં હતા. જેની અસર મહેસાણામાં કોંગ્રેસ વિરૂદ્ધ પડી છે.