ગુજરાત કોંગ્રેસ આ વખતની ચૂંટણીમાં એનસીપી સાથે કોઈ જોડાણ ના હોવાનું સ્પષ્ટ થતાં એનસીપીના નેતા જયંત બોસ્કી પટેલે જાહેર કર્યું છે કે, રાજ્યની તમામ 26 લોકસભાની બેઠકો ઉપર એનસીપીના ઉમેદવારો ઊભા રાખવામાં આવશે. જો કે, કોંગ્રેસ એક કે બે બેઠક આપે તો સહમતી થઈ શકશે. પણ કોંગ્રેસ દ્વારા હજું કોઈ સહમતી સધાઈ નથી. દિલ્હીમાં અહેમદ પટેલ સાથે શરદ પવારની બેઠક થઈ હતી. એન સી પીએ 4 બેઠક માંગી હતી. જેમાં પોરબંદરમાં રેશમા પટેલ, શંકરસિંહ વાઘેલા માટે સાબરકાંઠા અથવા પંચમહાલ બેઠક માંગવામાં આવી છે.
જો ગાંધીનગર પર શંકરસિંહ વાઘેલાને એન સી પીમાંથી ટિકિટ આપવામાં આવે તો અમિત શાહને બાંધી શકાય તેમ છે. ગાંધીનગરથી બાપુ લડે તો અમિત શાહને રોકી શકાય તેમ છે. અહીં કોંગ્રેસમાંતી સી જે ચાવડા લડવા માંગે છે. પણ તેઓ અમિત શાહ સામે ચૂંટણી લડવા માટે રૂ.20 કરોડ કોંગ્રેેસ તેને ખર્ચ માટે આપી શકે તેમ નથી. જો શંકરસિંહ લડે તો તે ખર્ચ તેમણે ઉઠાવી શકાય તેમ છે.
જો શંકરસિંહ જીતે તો તેને ફરી રાજકીય ઉદય થઈ શકે તેમ છે. હાલ તો તેઓ બુઝાઈ ચૂકેલા દીવા જેવા બની ગયેલા છે. તેમનું હાલ કોઈ રાજકીય ભવિષ્ય નથી. આમેય શંકરસિંહના ખભે નરેન્દ્ર મોદીએ બંદૂક મૂકી રાખી છે. જેનો ઉપયોગ મોદી ગુજરાતમાં ગમે તે બેઠક પર કરશે. તો પછી તેમને ગાંધીનગર પર જ શા માટે ભાજપ સામે યુદ્ધ કરવા છુટો દૌર કોંગ્રેસેન આપી ન દેવો.
સી જે ચાવડાને ચૂંટણી નહીં લડવાનો આદેશ આપીને કોંગ્રેસે શંકરસિંહના નામની ઝલદીથી સહમતી આપી દઈને બાકીની 25 બેઠક પર કોંગ્રેસે લડવું જોઈએ. ગાંધીનગરની ટિકિટ આપે તો કોંગ્રેસે બીજી કોઈ બેઠક માટે સમજૂતી કરવાની રહેતી નથી. કોંગ્રેસનો પારો ઊંચો ગયો છે, ત્યારે ગાંધીનગરનો દાવ તેની તરફેણમાં જઈ શકે તેમ છે.
શંકરસિંહ વાઘેલા, જો એમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને ભાજપ લોકસભાની ટિકિટ નહીં આપે તો પોતે ગાંધીનગરમાં એનસીપીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. તેઓ પોતે ક્યાંયથી લોકસભાની ચૂંટણી લડવાના નથી અને મહેન્દ્રસિંહ પાછા ભાજપમાં ભળવાના નથી. એમની લડાઈ ભાજપ સાથે ચાલુ જ છે અને તેઓ પોતે ગુજરાતમાં ભાજપને હરાવવા માટે એડીચોટીનું જોર લગાવવાના જ છે. શંકરસિંહે જણાવ્યું હતું કે, હું હવે કિંગમેકરની ભૂમિકા ભજવીશ. પ્રત્યેક્ષપણે ચૂંટણી લડવામાં મને હવે રસ નથી.