ખનીજ ચોરીના કેસમાં દંડ પેકેની રકમ 1315 કરોડ બાકી

ભાજપ સરકાર વર્ષ 2001 થી 2018 સુધી રાજ્યની કિંમતી ખનીજ રેતી, માટી, બોક્સાઈટ, કાચો કોલસો, સીરેમિક, કાચો ચૂનો સહિત કરોડો રૂપિયાની બેરોકટોક ચોરી ચાલી રહી છે. રાજ્યના અધિકારીઓને રાજ્યના મંત્રીઓ સાથે ભાગબટાઈથી ગુજરાતના કિંમતી ખનીજો લુંટાઈ રહ્યા છે. .
રાજ્યની અનેક મોટી નદીઓમાંથી કાગળ પરની લીઝ કરતા હજારો ગણું ખોદકામ કરી ખનીજ ચોરીનું વ્યવસ્થિત નેટવર્ક ચાલી રહ્યું છે. ભાજપ શાસનમાં ખનીજ ચોરીના કેસમાં દંડ પેકેની રકમ 1315 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ લાંબા સમયથી બાકી છે. આ જ દર્શાવે છે કે, રાજ્યમાં ભાજપ સરકારમાં ખનીજ ચોરી કેવી ચાલે છે.
સરકારમાં મહેસુલ, ગૃહ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થાય છે, તેવા સત્ય વચન ઉચ્ચારનાર રૂપાણી ભ્રષ્ટાચાર સામે સાચી લડત લડવા માંગો છો કે પછી માત્ર આવો દેખાવ પૂરતા ઉચ્ચારણો છે? 4000 કરોડના મગફળી કૌભાંડ, કરોડો રૂપિયાના ખેત તલાવડી,બોરીબંધ કૌભાંડ, સરકારી નોકરીઓમાં ભરતી કૌભાંડ દ્વારા કરોડો રૂપિયાની લુંટ, અને રાજ્યમાં રેતી, માટી, કાચો કોલસો, બોક્સાઈટ, સહિતની ખનીજ ચોરી રાજ્ય સરકાર રોકવા માંગતી ન હોય તે રીતે કૌભાંડી અધિકારોને પ્રમોશન આપે છે. તેમ કોંગ્રેસે જણાવ્યું હતું.

કયા જિલ્લામાં કેટલી રકમ બાકી – રકમ કરોડમાં

રાજકોટ – 193

પોરબંદર – 485

દ્વારકા – 182

જામનગર – 17

સુરેન્દ્રનગર – 40

અમરેલી – 11

ભાવનગર – 16

મોરબી – 4

બોટાદ – 2

બનાસકાંઠા – 25

પાટણ – 0.16

મહેસાણા – 15

સાબરકાંઠા – 7

અરવલ્લી – 0.43

દાહોદ – 2

મહિસાગર – 4

વડોદરા – 4

ખેડા – 15

છોટાઉદેપુર – 16

સુરત – 20

વલસાડ – 10

તાપી – 9

ભરૂચ – 97

નર્મદા – 4

ગાંધીનગર – 7

ગીરસોમનાથ – 77

જૂનાગઢ – 11

પંચમહાલ 17

કૂલ બાકી – 1315.02 કરોડ