[:gj]ખોટના ખાડામાં પડતી અમદાવાદની લાલ બસ, બે કરોડની આવક અને 13 કરોડની કંપનીઓને ચૂકવણી, ચીભડા કરતાં બીં મોટું[:]

[:gj]અમદાવાદ,

AMTS – લાલ બસ 100 ટકા પેમેન્ટ પેટે માસિક રૂ. 13 કરોડ ચુકવવામાં આવશે. દૈનિક આવકમાં રૂ. 18.50 લાખનો નોંધપાત્ર ઘટાડો થયો છે. અનલોકમાં બસ સેવા શરૂ થઈ તે સમયથી જ દૈનિક સરેરાશ રૂ.19 લાખનું નુકશાન વકરામાં થઈ રહયુ છે. 1 જુનથી 9 સપ્ટેમ્બર સુધી વકરા પેટે રૂ.21 કરોડનું નુકશાન થઈ ચુકયુ છે 10 સપ્ટેમ્બરથી શરૂ થયેલ 100 ટકા બસ સેવામાં પણ દૈનિક વકરામાં રૂ. 18 લાખનું નુકશાન થશે.

જયારે કોન્ટ્રાકટરોને 100 ટકા પેમેન્ટ આપવામાં આવશે. 10 સપ્ટેમ્બરથી 30 દિવસ માટે દૈનિક સરેરાશ આવક રૂ. 7 લાખ લેખે ગણત્રી કરવામાં આવે તો કુલ આવક રૂ. 2.10 કરોડ થશે. જેની સામે કોન્ટ્રાકટરોને રૂ. 13 કરોડ ચુકવવામાં આવશે. આમ એક જ મહીનામાં ખોટમાં રૂ. 10 કરોડનો વધારો થશે.

સામાન્ય દિવસો દરમ્ય્ન દૈનિક આવક રૂા.રપ લાખ થાય છે. તેથી માસિક રૂ. 7.5 કરોડ લેખે ગણત્રી કરતા ખોટની રકમ રૂ. 5.5 કરોડ થાય છે જયારે હાલના સંજાેગોમાં ખોટની રકમમાં વધારો થશે. શહેરીજનોની સુવિધા તથા જનજીવન થાળે પાડવા માટે સરકાર દ્વારા પ્રયત્ન થઈ રહયા છે તેથી નફા-નુકશાનની ગણતરી કરવામાં આવતી નથી તેમ છતાં AMTSમાં પગાર-પેન્શન તથા ખાનગી ઓપરેટરોના બીલ પેટે થઈ વાર્ષિક રૂ. 420 કરોડનો ખર્ચ થાય છે.

જેની સામે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રૂ. 315 કરોડ લોન પેટે આપવામાં આવે છે તથા વકરા અને જાહેરાત આવક પેટે વાર્ષિક રૂ. 110 કરોડની આવક થઈ છે. 2020-21માં વકરાની આવકમાં નુકશાન થ રહયુ હોવાથી મનપા દ્વારા લોનમાં રૂ. 30 થી 40 કરોડ કરવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

રાજય સરકારના માર્ગદર્શન મુજબ અમદાવાદ શહેરમાં જાહેર પરિવહન સેવા 100 ટકા શરૂ થઈ ગઈ છે. લોકડાઉનના કારણે સદંતર બંધ રહેલી AMTS અને BRTSની બસો અનલોક દરમ્યાન દોડતી થઈ હતી પરંતુ ઉચ્ચકક્ષાએથી મળેલી સુચના મુજબ માત્ર 50 ટકા બસો જ રોડ પર મુકવામાં આવી હતી તથા પૂર્વ- પશ્ચિમ સેવા પણ બંધ રાખવામાં આવી હતી. 10 સપ્ટેમ્બરથી શરૂ થયેલ 100 ટકા સેવાના પ્રથમ દિવસે પેસેન્જરની સંખ્યામાં 60 ટકા જેટલો વધારો જાેવા મળ્યો હતો જયારે આવકમાં 20 ટકા વધારો થયો હતો. નાગરીકોની સુવિધા ખાતર શરૂ કરવામાં આવેલી સેવાના કારણે AMTS અને BRTSની ખોટમાં વધારો થશે તેમ માનવામાં આવી રહયુ છે.

મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા સામાન્ય દિવસોમાં 650 જેટલી બસો રોડ પર મુકવામાં આવે છે તથા દૈનિક સરેરાશ રૂ. 25 લાખ જેટલો વકરો થાય છે. અનલોક-વનની જાહેરાત બાદ મનપા દ્વારા 50 ટકા બસો દોડાવવા નિર્ણય કરવામાં આવ્યો હતો. રોજ 350 જેટલી બસો રોડ પર મુકવામાં આવતી હતી દૈનિક 50 હજાર જેટલા પેસેન્જર તેનો લાભ લેતા હતા

જયારે દૈનીક સરેરાશ આવક રૂ.પાંચ લાખ જેટલી થતી હતી. રાજય સરકારની સુચના બાદ મ્યુનિ. કોર્પોરેશને AMTS અને BRTSની 100 ટકા સેવા શરૂ કરી છે 10 સપ્ટેમ્બરે AMTS દ્વારા 560 બસો રોડ પર મુકવામાં આવી હતી.

પ્રથમ દિવસે અંદાજે 82 હજાર પેસેન્જરો એ લાભ લીધો હતો તથા રૂ. 6.8૦ લાખની આવક થઈ હતી. લગભગ ચાર મહીનાથી બસો બંધ હોવાથી બેટરી સહીત અનેક સમસ્યા થઈ હતી જેના કારણે પ્રથમ દિવસે રોડ પર ઓછી બસો મુકવામાં આવી હતી. બીજા દિવસે (11 સપ્ટેમ્બર) સંસ્થા દ્વારા 650 બસો રોડ પર મુકવામાં આવી હતી તથા પ્રથમ શીફટમાં રૂ. 3.95 લાખનો વકરો થયો હતો.

શહેરીજનોની સુવિધા માટે જનમાર્ગ લીમીટેડ દ્વારા પણ 100 ટકા સુવિધા શરૂ કમરવામાં આવી છે. 10 સપ્ટેમ્બરથી શરૂ થયેલ સુવિધાના પ્રથમ દિવસે સંસ્થા દ્વારા 206 બસો રોડ પર મુકવામાં આવી હતી. જેનો લાભ 44 હજાર પેસેન્જરોએ લીધો હતો તથા રૂ. 5.28 લાખ આવક થઈ હતી. સામાન્ય દિવસો દરમ્યાન જનમાર્ગમાં 1.50 પેસેન્જર અને રૂ. 19 લાખની આવક થાય છે. જનમાર્ગ દ્વારા 30 બસો મેડીકલ સુવિધા માટે આપવામાં આવી છે. AMTS અને જનમાર્ગ દ્વારા સોશ્યલ ડીસ્ટન્સની જાળવણી સાથે બસ સેવા શરૂ કરવામાં આવી છે.

તેથી તેની બેઠક ક્ષમતા કરતા 50 ટકા પેસેન્જર જ લેવામાં આવે છે. જયારે સ્ટેન્ડીંગ પેસેન્જરની બાદબાકી કરવામાં આવી છે જેના કારણે પણ આવક અને પેસેન્જરની સંખ્યા પર અસર થઈ છે સાથે સાથે ખોટનો ખાડો પણ વધી રહયો છે. અત્રે નોંધનીય છે કે લોકડાઉન દરમ્યાન બસ સેવા સંપુર્ણપણે બંધ રહી હતી તેવા સંજાેગોમાં AMTS દ્વારા ખાનગી ઓપરેટરોને 30 ટકા લેખે રૂ. 7.5 કરોડ પેમેન્ટ આપવામાં આવ્યુ હતુ.

જયારે અનલોકમાં 50 ટકા બસોના 100 ટકા અને બાકી બંધ રહેલી 50 ટકા બસોના 30 ટકા પેમેન્ટ આપવામાં આવશે. જયારે 10 સપ્ટેમ્બરથી તમામ બસો રોડ પર મુકવામાં આવી હોવાથી ખાનગી ઓપરેટરોને 100 ટકા પેમેન્ટ ચુકવવામાં આવશે. દૈનીક સરેરાશ આવક રૂ. 25 લાખથી ઘટીને રૂ. 6.5 લાખ થઈ છે.[:]