ખાનગી બેંકનો નફો 4 હજાર કરોડ, મોદીની બેંકની ખોટ 1500 કરોડ

દેશની સૌથી મોટી ખાનગી બેંક ICICI બેંકે ડિસેમ્બર ત્રિમાસિકગાળામાં

નફો ઓક્ટોબર-ડિસેમ્બર કવાર્ટરમાં રૂ. 4146 કરોડ રહ્યો છે,જે ગત વર્ષના સમાન સમયગાળાના 1605 કરોડ કરતા 158% વધુ છે. ટેક્સમાં ઘટાડાની સાથે અન્ય આવક, રિકવરી અને વ્યાજની આવક વધતા નફો વધ્યો છે. બેંકની વ્યાજની આવક અને જાવક વચ્ચેનો તફાવત, નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ(NII) 24% વધીને 8545 કરોડ થઈ છે.

નેટ ઈન્ટરેસ્ટ માર્જિન ગત વર્ષના 3.64% અને અગાઉના ત્રિમાસિકગાળાના 3.40%ની સામે 2019-20ના ત્રીજા ત્રિમાસિકગાળામાં 3.77% થયા છે. વ્યાજ સિવાયની આવક 3404 કરોડથી વધીને 4043 કરોડ થઈ છે.

ગ્રોસ એનપીએ 6.37%થી ઘટીને 4.95% અને નેટ નોન-પરફોર્મિંગ એસેટ 1.60%થી ઘટીને 1.49% થયા છે.

બેન્ક ઓફ બરોડા

બેન્ક ઓફ બરોડા દેશની સૌથી મોટી બેંક છે. છતાં તે ખોટ કરી રહી છે.

મોદી સરકારની અંદર કામ કરતી જાહેર સાહસની બેન્ક ઓફ બરોડા (BoB) એ અત્યંત નિરાશાજનક ત્રિમાસિક પરિણામ જાહેર કર્યા છે. રૂ. 1407 કરોડની ચોખ્ખી ખોટ દર્શાવી છે. રૂ.6365 કરોડની લોન ન આવવાનું મુખ્ય કારણ છે. ગયા વર્ષે રૂ. 436 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો.