[:gj]રેન બસેરામાં ગરીબોને રહેવા દેવામાં આવતા નથી, તેઓ ફૂટપાથ પર રહવા મજબૂર [:]

[:gj]અમદાવાદ શહેરમાં ૩૨ રેન બસેરા છતાં સેંકડો શ્રમજીવી ફૂટપાથ પર સુવે છે

ગાંધીનગર : ઘર વિહોણા શ્રમજીવીઓ માટે અમદાવાદ અને વડોદરા શહેરમાં અનુક્રમે ૩૨ અને ૬ રેન બસેરા હોવાની માહિતી રાજ્યના મુખ્યમંત્રીએ વિધાનસભામાં આપી હતી.  અમદાવાદ મહાપાલિકા(શહેર)માં  ૩૨ અને વડોદરા મહાપાલિકામાં ૬ રેન બસેરા ચાલે છે. અને અમદાવાદ અને વડોદરા જિલ્લામાં એક પણ રેન બસેરા ચાલતા નથી.
બે વર્ષમાં નવા રેન બસેરા બનાવવામાં આવ્યા નથી.

રેન બસેરામાં શ્રમિકો સહીત તમામ ઘર વિહોણા લોકોને આશ્રય આપવામાં આવે છે. દિન દયાળ અંત્યોદય યોજના- રાષ્ટ્રીય શહેરી આજિવિકા મિશનની માર્ગદર્શિકા મુજબ આ રેન બસેરા (નાઈટ શેલ્ટર્સ)માં પીવાનું પાણીમ શૌચાલય, બાથરૂમ, સ્વચ્છ ગાદલાં, ધાબળાં, ચાદરો તેમજ રસોઈ માટેની જગ્યા અને રસોઈ માટેના વાસણો, પ્રાથમિક સર્વરની કીટ સહિતની સુવિધાઓ આપવામાં આવે છે. રાજ્ય સરકારના નવા પરિપત્ર મુજબ હવે તંત્ર આ તમામ રેન બસેેરાને શહેરી ઘરવિહોણા લોકો માટેનાં આશ્રયગૃહ તેવી ઓળખ આપવાનું છે. રાજ્ય સરકારના નવા ધારાધોરણ મુજબ શહેરી ઘરવિહોણા લોકોને ફક્ત રાતવાસા માટે નહીં, પરંતુ ર૪ કલાકનો આશ્રય આપવાની નીતિ નક્કી કરાઇ છે.

અમદાવાદ શહેરમાં ૩૨ જેટલા રેન બસેરા હોવા છતાં શહેરમાં સેંકડો શ્રમિકો અને શ્રમજીવીઓ પોતાના પરિવાર સાથે અમદાવાદની ફૂટપાથ પર સૂવું પડે છે. શિયાળો, ઉનાળો, વરસાદ, વાવાઝોડા જેવી સ્થિતીમાં અમપાના સત્તાવાળાઓએ ઘરવિહોણા લોકો માટે સરકારની મદદથી રેન બસેરા કરોડોના ખર્ચે બનાવેલા છે.

તમામ રેન બસેેરા ઘરવિહોણા માટે ર૪ કલાક ખુલ્લા રહે તે દિશામાં ચક્રો ગ‌િતમાન કરાયાં છે.

તંત્ર દ્વારા જે તે રેન બસેેરાનું સંચાલન ખાનગી સંસ્થાને અપાયું છે, જેને રેન બસેેરામાં રાતે રહેવું હોય તેમણે પથારી પ્રમાણે રૂ.ર૦ ચૂકવાય છે. એક રેન બસેેરામાં અંદાજે ૩૦ વ્યક્તિનો સમાવેશ થતો હોઇ શહેરભરના રેન બસેેરામાં વધુમાં વધુ ૯૦૦ વ્યકિત રાતવાસો કરી શકે છે, પરંતુ કેટલાક રેન બસેેરામાં પૂરતી વ્યવસ્થા નથી અથવા તો અસામાજિક તત્ત્વોના ત્રાસથી બંધ હાલતમાં છે.

ર૦ સંસ્થાઓએ તંત્ર સમક્ષ પ્રેઝન્ટેશન કર્યું હતું. આ પ્રેઝન્ટેશનના આધારે હવે પછી ધારાધોરણ મુજબની સંસ્થાને  જૂના રેન બસેરાનું સંચાલન સોંપવાનું નક્કી કર્યું હતું. પણ પછી કંઈ થયું નથી.[:]