ખાલી પડેલી 6 વિધાનસભા બેઠકો પર ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા

રાજ્યમાં ખાલી પડેલી 6 વિધાનસભા બેઠકો પર ચૂંટણીની તારીખો જાહેર થઇ ગયા બાદ હવે ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, ભાજપે બનાસકાંઠાની થરાદ બેઠક પર જીવરાજભાઇ પટેલ, રાધનપુર બેઠક માટે કોંગ્રેસમાંથી આવેલા અલ્પેશ ઠાકોર, અરવલ્લીની બાયડ બેઠક માટે કોંગ્રેસમાંથી આવેલા ધવલ ઝાલા, અમદાવાદની અમરાઇવાડી બેઠક પર જગદીશ પટેલ, લુણાવાડા માટે જીગ્નેશ સેવક અને ખેરાલુમાં અજમલ ઠાકોરના નામની જાહેરાત કરી છે, કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ભાજપે ટિકીટ આપતા કેટલીક બેઠકો પર સીધી જ નારાજગી જોવા મળી છે, બીજી તરફ પૂર્વ મંત્રી શંકર ચૌધરીને થરાદથી ટીકીટ મળશે તેવી વાતોનો અંત આવ્યો છે, અહી તેમનું પત્તુ કાપી નાખવામાં આવ્યું છે.

કોંગ્રેસના 6 ઉમેદવારોનાં નામ જાહેર

ભાજપ સામે લડવા કોંગ્રેસે પણ 6 બેઠકો પર તેના ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે, થરાદ બેઠક પર ગુલાબસિંહ રાજપુત, બાયડ બેઠક પરથી જસુભાઇ પટેલ, અમદાવાદની અમરાઇવાડી બેઠક પરથી ધર્મેન્દ્ર પટેલ, લુણાવાડા બેઠક પર ચૌહાણ ગુલાબસિંહ, રાધનપુર બેઠક પર રધુ દેસાઇ અને ખેરાલુ બેઠક પર બાબુજી ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે.

 

ભાજપનાં ઉમેદવારોની યાદી

1. થરાદ- જીવરાજ જગતભાઈ પટેલ
2. રાધનપુર- અલ્પેશ ખોડાભાઈ ઠાકોર
3. ખેરાલુ- અજમલભાઇ વાલાજી ઠાકોર
4. બાયડ- ધવલ નરેન્દ્રસિંહ ઝાલા
5. અમરાઈવાડી- જગદીશભાઇ પટેલ
6. લુણાવાડા- જિગ્નેશભાઇ સેવક

કોંગ્રેસનાં ઉમેદવારોની યાદી 

1. થરાદ- ગુલાબસિંહ પીરાભાઈ રાજપુત
2. રાધનપુર- રઘુ દેસાઇ
3. ખેરાલુ- બાબુજી ઠાકોર
4. બાયડ- જસુભાઈ શીવાભાઈ પટેલ
5. અમરાઈવાડી- ધર્મેન્દ્ર શાંતિલાલ પટેલ
6. લુણાવાડા-ગુલાબસિંહ સોમસિંહ ચૌહાણ