[:gj]પ્રજા પાસે પૈ-પૈનો હિસાબ માગતી અમપાને અદાણીએ કેટલી પાઈપલાઈન નાખી એ જ ખબર નથી[:]

[:gj]અમદાવાદ,તા.૨૯

અદાણી ગેસ દ્વારા વર્ષ-૨૦૦૪માં ગેસ પાઈપ લાઈન નાંખવાની શરૂઆત કરી તે સમયથી લઈને પંદર વર્ષમાં પાઈપ લાઈનની લંબાઈ બમણી થઈ હોવા છતાં અમદાવાદ મહાનગર પાલિકા – અમપાના મિલકત વેરા વિભાગ તરફથી નવી કોઈ આકરણી કરાઈ નથી. કેટલા કીલોમીટરમાં કેટલી લંબાઈની નવી પાઈપ લાઈન નાંખવામાં આવી છે તેની કોઈ સમિક્ષા થઈ નથી. આ કારણોથી અમપાની તિજારીને કરોડો રૂપિયાનુ આર્થિક નુકસાન થવા પામ્યુ છે.

અડધી આકારણીથી 100 કરોડનું નુકસાન

અદાણી ગેસની માલિકીના ધોરણે રૂ.36 કરોડની આકરણી કરાઈ છે. ભાડૂઆત હોત તો એ બમણી એટલે કે રૂ.૭૨ કરોડથી વધી જાય છે. ઉપરાંત દર ચાર વર્ષે કરવામા આવતી ચતુર્વર્ષીય આકરણી બાદ મિલ્કતના વપરાશ ઉપર સરેરાશ દસ ટકાની વધું ઉમેરવામા આવે છે. આમ અમપાની તિજારીને વર્ષ-૨૦૧૧થી કરવામા આવેલી વેરાની ગણતરીના કારણે રૂપિયા સો કરોડનુ અંદાજીત નુકસાન થવા પામ્યુ છે.

પાંચ ઝોનમાં અદાણીએ પાથરેલી માયાજાળ..

ઝોન    ટેનામેન્ટ નંબર આકરણી વર્ષ   લંબાઈ-મીટર   વેરાની રકમ    બાકી રકમ

મધ્ય   ૦૧૦૭-૩૭-૦૨૦૧-૦૦૧-ઈ     ૨૦૦૪ ૬૮૫૨ ૮૬,૪૧,૧૦૯   નીલ

ઉત્તર   ૦૨૨૭-૦૨-૦૦૦૧-૦૦૧-આર  ૨૦૦૪ ૫૪૯૯૧        – ૩,૫૦,૭૫,૯૪૯      ૯૦,૬૩,૮૧૦

દક્ષિણ  ૦૩૧૩-૨૩-૧૭૦૬-૦૦૧-જી    ૨૦૦૪ ૯૫,૨૬૦ –     ૮,૫૬,૦૩,૦૨૦ ૬૫,૧૯,૨૦૯

પશ્ચિમ  ૦૫૧૫-૦૨-૦૦૦૧-૦૦૦૧-એમ ૨૦૦૫ ૬૦,૩૪૦       – ૯,૭૯,૫૦,૧૦૭       નીલ

નવા પશ્ચિમ     ૦૭૫૦-૧૪-૦૧૭૮-૦૦૦૧-એલ ૨૦૦૪ ૧૪,૨૨,૯૫     – ૭,૮૭,૨૧,૧૨૧       ૪૦૯૮૯૧૧૯

કુલ વેરો        ૩૬,૨૫,૬૩,૨૬૪

બાકી વેરો ૫,૬૫,૭૧,૯૫૮

અદાણી ગેસ પાઈપ લાઈનની આકરણી કેમ કરાઈ..

પ્રકાર   રેઈટ

નોન રેસીડેન્શિયલ      ૨૮

બિલ્ડીંગ ટાઈપ   અંડરગ્રાઉન્ડ ગેસપાઈપલાઈન  ૭૦

લોકેશન        સમૃધ્ધ ૧.૧૦

બિલ્ડીંગ એઈજ પંદર વર્ષ

એઈજ ફેકટર   ૦.૮૫

કબ્જેદાર        સેલ્ફ(માલિક)   ૧.૦૦

વોટરઝોન      હા

અદાણી ગેસ દ્વારા નાંખવામાં આવેલી ગેસ પાઈપ લાઈન

અમપા દ્વારા વર્ષ-૨૦૦૪ના વર્ષમાં અદાણી ગેસને ગેસ પાઈપ લાઈન નાંખવા શહેરના મધ્યઝોન ઉપરાંત ઉત્તર,દક્ષિણ,પશ્ચિમ અને નવા પશ્ચિમઝોનમાં મંજુરી આપવામા આવ્યા બાદ ગેસ પાઈપ લાઈન નાંખવામાં આવી હતી. આ પાઈપલાઈન નાંખવામાં આવ્યા બાદ વર્ષ-૨૦૦૪માં આકરણી કરી અમપા ટેકસ વિભાગે અદાણી ગેસ દ્વારા કુલ મળીને ૩૫,૯૭,૩૮ લંબાઈ મીટરની ગેસ પાઈપ લાઈન નાંખવામા હોવાની આકરણી કરીને વર્ષ-૨૦૧૯ની સ્થિતિએ કુલ રૂપિયા ૩૬,૨૫,૮૩,૨૬૪ નો કર વસુલવા અદાણી ગેસને બીલ મોકલ્યા હતા.આ પૈકી અદાણી ગેસ દ્વારા કુલ રૂપિયા ૩૦,૫૯,૯૧,૩૯૬નો વેરો ભરપાઈ કર્યો છે. હજુ કુલ રૂપિયા ૫,૬૫,૭૧,૯૫૮ નો વેરો ભરપાઈ કરવાનો બાકી છે.

સત્તાધીશો સામે આ છે સવાલો..

૧  અદાણી ગેસ દ્વારા છેલ્લા પંદર વર્ષમાં ૩૫,૯૭,૩૮ મીટર લંબાઈથી અનેકગણી ગેસ પાઈપ લાઈન અમદાવાદ શહેરના પાંચ ઝોનમાં નાંખવામા આવી છે. આ નવી નાંખવામાં આવેલી ગેસ પાઈપ લાઈનનો રી-સર્વે કયા કારણસર કરવામા આવ્યો નથી.

૨ સામાન્ય લોકોને કર મોડો ભરવા બાબતમાં ૧૮ ટકા વ્યાજ ભરવા દબાણ કરાય છે,તો અદાણી ગેસના કીસ્સામાં ૧૮ ટકા વ્યાજની વસુલાત થાય છે કે કેમ.

૩ સામાન્ય કરદાતાનો પાંચ,કે દસ હજાર પમ કર બાકી હોય તો નળ અને ગટરની સુવિધા કાપી નાંખવામા આવે છે તો અદાણી ગેસના કેસમાં શુ કાર્યવાહી કરાઈ.

૪ અદાણી ગેસ ઉપરાંત અમદાવાદ શહેરમાં કઈ-કઈ કંપનીઓને કયા-કયા કારણોસર રોડ ઓપનીંગની પરમીશન આપવામા આવી. આ કંપનીઓ પાસેથી કેટલી રકમનો વેરો અમપાને વસુલવાનો બાકી છે.

૫ જે તે સમયે અદાણી ગેસને ગેસ પાઈપ લાઈન નાંખવા આપવામા આવેલી મંજુરી બાદ કોઈ રી-સર્વે(ચતુર્વર્ષીય આકરણી) ન કરાયો હોઈ અમપાની તિજારીને પહોંચેલા કરોડો રૂપિયાના નુકસાન બદલ અમપાના જવાબદાર અધિકારીઓ સામે આજદીન સુધી કેમ કાર્યવાહી કરવામાં ન આવી.

જવાબદાર કોણ-કોણ

અમદાવાદ શહેરના 2004થી2019 સુધીના તમામ મેયર, કમિશનર, સ્થાયી સમિતિના અધ્યક્ષ, ચૂંટાયેલા કોર્પોરેટરો.

 [:]