ખેડૂતોની માંગથી અડધી વીજળી અપાય છે, રાતના નહીં દિવસમાં આપો – કોંગ્રેસ

• મોટા ઉદ્યોગગૃહોને ૨૪ કલાક વિજળી, પાણી અને સસ્તી જમીન, વેરામાં માફી સહિતના કરોડો રૂપિયાના લાભો આપનારી ભાજપ સરકાર ખેડૂતોને સતત અન્યાય કરી રહી છે
• પાંચ વર્ષમાં ઉદ્યોગોને દિવસે ૧,૬૫,૭૦૨ મીલીયન યુનિટની સામે ખેતી માટે રાત્રીના સમયે ૧,૦૭,૧૩૮ મીલીયન યુનિટ એટલે કે ૬૦૦૦૦ મી.યુ. ઓછી વિજળી સરકારે ઉપલબ્ધ કરાવી.

ગાંધીનગર, 6 જાન્યુઆરી 2020
મોટા ઉદ્યોગગૃહોને ૨૪ કલાક વિજળી, પાણી અને સસ્તી જમીન, વેરામાં માફી સહિતના કરોડો રૂપિયાના લાભો આપનારી ભાજપ સરકાર ખેડૂતોને સતત અન્યાય કરી રહી છે.

માનવ ભક્ષી દિપડાના સતત ભય વચ્ચે ખેડૂતો ખેતીના પાકમાં પાણી આપવા માટે રાત્રે ફરજીયાત જવુ પડે છે.  ખેતી અને ખેડૂતને બચાવવા દિવસે વિજળી આપવાની માંગ ખેડૂતો કરી રહ્યાં છે.

ગુજરાતમાં મોંઘી વિજળી, બિયારણ, ખાતર, જંતુનાશક દવા, કૃષિ સાધનોને લીધે ખેડૂતને દિવસે દિવસે ખેતી અતિ મોંઘી થતી જાય છે. બીજી બાજુ અતિવૃષ્ટિ, કમોસમી વરસાદથી મોટા પાયે નુકસાન સાથોસાથ ખેતપેદાશોના પુરતા ભાવ ન મળવાને કારણે ખેડૂત આર્થિક દેવામાં ધકેલાઈ ગયા છે.

ગુજરાત સરકાર છેલ્લા પાંચ વર્ષમાં સરકાર ખેડૂતોની માંગની સરખામણીએ ૫૦ ટકા વિજળી આપી છે. બીજી બાજુ ઉદ્યોગોને બમણી વિજળી આપી રહી છે. ગુજરાતમાં ૪.૫૦ લાખ ખેડૂતો લાંબા સમયથી વીજ જોડાણ માટે હેરાનગતિનો સામનો કરી રહ્યાં છે.

વિધાનસભામાં સરકારે આપેલા આંકડાઓમાં છેલ્લા પાંચ વર્ષમાં ઉદ્યોગોને દિવસે ૧,૬૫,૭૦૨ મીલીયન યુનિટની માંગ સામે ખેતી માટે રાત્રીના સમયે ૧,૦૭,૧૩૮ મીલીયન યુનિટ જ વિજળી આપી છે.

ઉદ્યોગો – મળતીયાઓને મજા અને ખેડૂતોને સજા તેવી ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ છે. તેમ ગુજરાત કોંગ્રેસે કહ્યું હતું.

ઉદ્યોગોને માંગે તે સમયે દિવસે અને માંગે તેટલી વિજળી સરકાર આપે છે બીજી બાજુ ખેતી માટે માત્ર આઠ કલાક અને તે પણ રાત્રીના સમયે વિજળી અપાય છે.

જેમાં અનેક વખત વીજ કાપ અને ટ્રીપીંગ જોવા મળે છે ત્યારે સરકારે ગુજરાતના ખેડૂતોના હિતમાં દિવસે વિજળી આપે તો ગુજરાતના ખેડૂતોને ફાયદો મળી શકે.

વર્ષ સરકારી વીજ મથકોનું વીજ ઉત્પાદન રાજ્ય સરકાર હસ્તકના આઈપીપીનું વીજ ઉત્પાદન ખાનગી વીજ મથકોનું

વીજ ઉત્પાદન – કૃષિ (મી.યુ.) – ઉદ્યોગ (મી.યુ.) – ઘરવપરાશ – અન્ય (મી.યુ.)
૨૦૧૩-૧૪ – ૧૫૮૫૦ – ૫૩૬૧ – ૪૦૫૦૦ – ૧૭૮૦૫ – ૨૭૫૧૩ – ૨૨૪૬૯
૨૦૧૪-૧૫ – ૨૧૪૧૫ – ૫૫૬૧ – ૪૨૮૬૯  – ૨૧૪૯૯ – ૩૧૪૮૫ – ૨૪૨૮૯
૨૦૧૫-૧૬ – ૧૯૨૨૫ – ૬૦૮૧ – ૪૬૯૯૫ – ૨૩૪૯૬ – ૩૩૩૮૨ – ૨૫૬૬૧
૨૦૧૬-૧૭ – ૧૬૨૫૪ – ૫૮૬૬ – ૪૪૯૮૦ – ૨૧૭૮૯ – ૩૫૦૯૭ – ૨૬૨૪૯
૨૦૧૭-૧૮ – ૨૩૬૮૩ – ૬૧૮૮ – ૩૬૨૨૭ – ૨૨૫૪૯ – ૩૮૨૨૫ – ૨૮૦૭૧