ગાંધીનગર,13
રાજ્યમાં વધુ વરસાદને કારણે ખેતી નિષ્ફળ જતા ખેડૂતોની ચિંતા વધી ગઇ છે, કપાસ અને મગફળી સહિતના પાક નિષ્ફળ જતા થોડા જ દિવસોમાં 3 કરતા વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે, ખેડૂતોની હાલત દયનીય બની રહી છે, ત્યારે રાજ્ય સરકારે પહેલા તો ખેડૂતોના પાક વિમા મામલે કંપનીઓને કડક શબ્દોમાં સર્વે કરીને સહાય ચૂકવવા આદેશ આપ્યો છે, હવે પાક વિમા સિવાય રાજ્યના 2 લાખ ખેડૂતોને 700 કરોડ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી છે.
ડે.સીએમ નીતિન પટેલે જણાવ્યું કે વધુ વરસાદને કારણે પ્રાથમિક સર્વેમાં 5 લાખ હેક્ટર જમીનમાં ખેતીને નુકસાન થયું છે, જેથી ખેડૂતોને મદદ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ખેડૂતોના બેંક ખાતાઓમાં આરટીજીએસ દ્વારા સહાયની રકમ પહોંચાડવામાં આવશે, પાક વિમાનો સર્વે પુરો થયા પછી પણ ખેડૂતોને વધુ રકમની સહાય મળે તેમ છે.
પાક વિમા સિવાય રાજ્ય સરકારની સહાયની જાહેરાત
પાકમાં 33 ટકાથી વધુ નુકસાન હશે તે ખેડૂતને સહાય મળશે
પિયત જમીનમાં એક હેક્ટર દીઠ રૂ.13,500ની મદદ
બિન પિયત જમીનમાં હેક્ટર દીઠ રૂ.6,800ની સહાય કરાશે