ખોખરામાં મકાન વેચવાના મુદ્દે પુત્રએ વૃદ્ધ પિતાને માર માર્યો

અમદાવાદ, તા.6 .

શહેરના ખોખરા વિસ્તારમાં મકાન વેચવાની તકરારમાં પુત્રએ 83 વર્ષના પિતાને માર માર્યો હતો. આ અંગે પિતાએ ખોખરા પોલીસ મથકમાં પુત્ર સામે માર મારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. જો કે, પિતાને માર માર્યા બાદ પુત્ર પલાયન થઇ ગયો હતો. જેથી પોલીસે ફરાર પુત્રની તપાસ શરૂ કરી છે.

ખોખરા ખાતે 83 વર્ષિય હિંમતલાલ ભવાનભાઇ મિસ્ત્રી પોતાના દિકરા અને પત્ની સાથે રહે છે. તેમનો પુત્ર રિક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે. ગઇકાલે સાંજે પાંચ વાગ્યે હિંમતલાલ અને તેમની પત્ની ઘરે હતા. ત્યારે બીજો પુત્ર લાલો ઉર્ફે શંકર આવ્યો હતો. તેણે મકાન વેચી દેવા કહ્યું હતું. જેથી હિંમતલાલે મકાન વેચવાની ના પાડતા લાલાએ ગુસ્સે થઇને ગાળો આપીને પિતાને પિતાને માર માર્યો હતો. તેણે કહ્યું હતું કે, જો તમે મકાન નહીં વેચવા દો તો તમને જાનથી મારી નાખીશ. જે અંગે હિંમતલાલે ખોખરા પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે આવી હતી. જો કે, તે પહેલાં લાલો નાસી ગયો હતો. આ અંગે હિંમતલાલે પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે.