ગઢડામાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધાર્મિક વિવાદ શા કારણ છે ?

બોટાદ જિલ્લાના સ્વામિનારાયણ સંપ્રદાયના ગઢપુર ગઢડામાં ગોપીનાથજી દેવમંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું મતગણતરી થઈ તેમાં દેવ પક્ષની જીત થઈ છે. 13 વર્ષથી ચાલી રહેલા આક્ષેપ પ્રતિ આક્ષેપ અને કોર્ટ કાર્યવાહી વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં ગૃહસ્થ વિભાગમાં સરેરાશ 70 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું, જયારે ત્યાગી વિભાગની બે બેઠક પર 95 ટકા જેટલું નોંધપાત્ર મતદાન નોંધાયું હતું. ગઢડામાં આશરે 20 હજાર જેટલા મતદારો છે. ચૂંટણીમાં  દેવ પક્ષના 4 ઉમેદવારોના પેનલની જીત થઈ હતી. આચાર્ય પક્ષની હાર થઈ છે. હવે ગઢડા ટેમ્પલ બોર્ડ પર દેવ પક્ષનો કબ્જો રહેશે. હરજીવન સ્વામીના હાથમાં ગઢડા ટેમ્પલ બોર્ડની સત્તા રહેશે. ચૂંટણીમાં 14,000 હજાર હરીભક્તોએ ભાગ લીધો હતો.

આ ચૂંટણીમાં રાજકીય પક્ષ નહિ, પરંતુ સંતો લડી રહ્યા છે. અહીં આચાર્ય પક્ષ અને દેવ પક્ષ સામ સામે હોઈ મતદાર યાદીમાં નામને લઈ મામલો કોર્ટ સુધી પહોંચ્યો. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ ગઈકાલે 5 મેના રોજ ગઢડા મંદિરની ચૂંટણી યોજાઈ હતી. સ્વામીનારાયણ સંપ્રદાયનમાં ત્રણ ટેમ્પલ બોર્ડ આવેલા છે. જુનાગઢ, વડતાલ અને ગઢડા. જેમાંથી વડતાલનું શાસન દેવ પક્ષ પાસે છે, જે નવા આચાર્ય રાકેશપ્રસાદજીને માને છે. ગઢડા અને જૂનાગઢનું શાસન આચાર્ય પક્ષ પાસે છે, જે જે-તે સમયે પદભ્રષ્ટ થયેલા અજેન્દ્રપ્રસદજીને માને છે. આ કારણે આ લડાઈ હવે માત્ર ટેમ્પલ બોર્ડની નહિ, પરંતુ આચાર્યની પણ છે, જે ધાર્મિક વિવાદ છે.

ટેમ્પલ બોર્ડમાં કુલ 7 સભ્યોની ચૂંટણી થતી હોય છે. જેમાં 4 સભ્યો ગૃહસ્થ, 1 સભ્ય બ્રહ્નચારી, 1 સભ્ય ત્યાગી (સંત), 1 સભ્ય પાર્ષદ. આ ચૂંટણીઓમાં ગૃહસ્થ સભ્યને જે સત્સંગીઓ પાંચ વર્ષથી સતત ધર્માદો આપતા હોય તે મત આપી શકે છે. આવા 20 હજાર કરતા વધુ મતદારો નોંધાયેલા છે. તેમજ બ્રહ્નચારી સભ્યને બ્રહ્મહચારી મત આપી શકે, પાર્ષદ સભ્યને પાર્ષદ મતદાતા મત આપી શકે અને ત્યાગી સભ્યને ત્યાગી મતદાતા મત આપી શકે છે.