ભાવનગરના ભાજપના સાંસદ ભારતી શિયાળ પર ભ્રષ્ટાચારી નિકળ્યાનો આરોપ, રાજીનામું આપે

BJP MP from Bhavnagar, Bharti Shial allegation of corruption, demanding resignation

ગાંધીનગર, 27 ઓગસ્ટ 2020

ભાવનગરના સાંસદ ભારતી શિયાળ સામે તેના અંગત મદદનીશ અને ભાજપના બોટાદના નેતા ઉમેશ નારણ મકવાણાએ ગંભીર આરોપો મૂક્યા છે. સરકાર જે ગ્રાંટ ફાળવે છે તેમાં 10 ટકા સમિશન લેતા હોવાનો આરોપ છે. બોટાદના સાંસદના પ્રતિનિધિ તરીકે રાજીનામું આપું છું.

અલ્ટ્રાટેક, રેલવે, નેશનલ હાઈવે અને સરકારી ગ્રાડના કારણે રાજીનામું આપું છું તેમાં ભાજપના સાંસદ ભારતી શિયાળ દ્વારા લાંચ લેવામાં આવી છે. રેલવેના ઝોનલ મેમ્બર તરીકે હું ચાલું રહી શકું નહીં. હું ચાલું રહું તો ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળશે તેના કારતાં રાજીનામું આપી દઉં તે શારૂં છે. હવે આ જમામ હોદ્દા છોડી દઉં છું અને ભાજપના એક કાર્યકર્તા કરીકે હું કામ કરીશ.

સાંસદ દ્વારા લાંચ લેવામાં આવે છે

ઉપર મેં ફરિયાદો કરી છે. પશ્ચિમ રેલ્વેમાં વિભાગીય સમિતિમાં મેનેજર તેના અધ્યક્ષ હોય છે. તેના એજન્ડામાં મેં ભ્રષ્ટાચારના પુરાવા સાથે આરોપો મૂકેલા છે. તમામને ફરિયાદ કર્યા બાદ એક સમિતિની રચના કરી છે અને ભ્રષ્ટાચારની તપાસ ચાલી રહી છે.

સાંસદની નામે પતિ સહી કરે છે

સાંસદની સહી તેના પતિ દ્વારા કરવામાં આવે છે. ગુજરાતમાં સાંસદ મહિલા હોવા છતાં તેને એક મહિલા તરીકે સ્થાન આપતું નથી. સાંસદથી સરપંચ સુધી મહિલા હોય છે તેનો વહિવટ સાંસદ દ્વારા કરવામાં આવે છે. સાંસદ તબિબ વૈદ્ય છે. છતાં તેમની આવી હાલત છે. એમ ઉમેશ નારણ મકવાણાએ જણાવ્યું હતું.

પાંચ મુદ્દાનો ભ્રષ્ટાચાર છે તે તમામના ભ્રષ્ટાચારના પૂરાવા છે.

કોંગ્રેસનો આરોપ

કોંગ્રેસના નેતા મનહર પટેલે જણાવ્યું હતું કે, અલ્ટ્રેટેક કંપની સાથે તેમનું શું સંબંધ છે. રેલ્વેમાં ભ્રષ્ટ્રાચાર, રાષ્ટ્રીય ધોરી માર્ગ ધમકારીને પૈસા પડાવે છે. રાજીનામું આપી દેવું જોઈએ. સંસદનું નામ ભ્રષ્ટાચારમાં ખદબદે છે. સાંસદ ભ્રષ્ટાચારમાં લપેટાયા છે. તેમણે પ્રજા સમક્ષ ખૂલ્લા કરે.
શું રાષ્ટ્રીય ધોરી માર્ગ
ભાવનગર-સોમનાથ રાષ્ટ્રીય ધોરી માર્ગનું કામ પુરૂં કરવા ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળે સંસદમાં માગણી કરી હતી. 2017માં માર્ગ પૂર્ણ કરવાનો લક્ષ્‍યાંક રાખવામાં આવ્યો હતો. પુરો થયો ન હતો. નાના કોન્ટ્રાકટરોને ખૂબજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને નાના કોન્ટ્રાકટરોને નાણા પણ સમયસર ચૂકવવામાં આવતા નહી હોવા સંસદમાં રજૂઆત કરી હતી.

સાંસદ તબિબ છે

તળાજાથી કોળી નેતા અને સલાહકાર આયુર્વેદિક પ્રેક્ટિસનર ડૉ. ભારતીબેન ધીરુભાઈ શિયાળે ભાવનગરથી ભાજપની સીટ પરથી લોકસભા ચૂંટણી 2014, 2019માં સાંસદ બન્યાં. તેઓ તળાજાથી 2012માં ધારાસભ્ય પણ હતા. જન્મ 23 માર્ચ 1964ના રોજ ભાવનગરમાં થયો હતો. 7 ડિસેમ્બર 1986ના રોજ ભારતીબેનનાં લગ્ન ડૉ. ધીરુભાઈ બી. શિયાળ સાથે થયાં. બે દીકરી છે. ખેતીના વ્યવસાય સાથે પણ સંકળાયેલાં છે. જામનગરની આયુર્વેદ યૂનિવર્સિટીની ગુલાબકુવરબા આયુર્વેદ કોલેજથી ડૉ. ભારતીબેન શિયાળે BAMSનો અભ્યાસ કર્યો હતો.

ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે બે ટર્મ હતા.

ડૉ. ભારતીબેન શિયાળે 15.59 કરોડ રૂપિયા ભાવનગરમાં 2014થી 2019 સુધી વાપર્યા હતા. દરેક સાંસદને રૂ.25 કરોડની ગ્રાંટ ફાળળવવાની સત્તા છે. જિલ્લા અધિકારી દ્વારા 21.67 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાંથી 17.5 કરોડ રૂપિયા ભારત સરકાર દ્વારા ફાડવવામાં આવ્યા હતા.
સાંસદ પોતે સંસદમાં સારી હાજરી આપે છે. ભારતીબેને પોતાની પહેલી ટર્મમાં કુલ 33 ડિબેટમાં ભાગ લીધો હતો અને આ કુલ 177 લેખિક અને મૌખિક સવાલોના જવાબ આપ્યા હતા.

મંદિરનો વિવાદ
ભાવનગરના શિવાજીસર્કલ જકાતનાકા પાસે માર્ગ બનાવવાના બહાને ગરીબોના ધંધા અને ખોડિયાર માતાજીના મંદિર પર બુલડોઝર ફેરવી દઈને ધ્વંસ કર્યું હતું. તે જ જગ્યાએ સાંસદ ભારતી શિયાળએ ચૂંટણી કાર્યાલય બનાવી નાખ્યું હતું. ગરીબો અને મંદિરને હઠાવીને તેઓ સાંસદ બન્યા હોવાથી લોકો માફ કરી શક્યા નથી.