ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતને ઝડપી લેતી પોલીસ

રાજ્યમાં નાશાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જાય છે. અન્ય રાજ્યોની સરખામણીએ હવે ગુજરાતમાં પણ નશીલા  દ્રવ્યોનું સેવન સામાન્ય બની ગયું છે.  ગુજરાતમાં નશીલા પદાર્થોની ખેતી કરવા પર સરકાર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ગાંજા જેવા નશીલા પદાર્થોની ખેતી કરવી  ગુનો બને છે. તેમ છતા ગુજરાતમાંથી અનેકોવાર ગાંજા અને અફીણ જેવા નશીલા પદાર્થોની ખેતી કરતા ખેડૂતો પકડાય છે.

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની એસીતેસી કરીને કેટલાક તત્વો બે ખોફ ગાંજાનું વાવેતર ખુલ્લેઆમ કરે છે. જેના કારણે અવારનવાર નશાબંધી વિભાગ દ્વારા દરોડા પાડીને આવું વાવેતર ઝડપી લેવામાં આવી રહ્યું છે.

સુરેન્દ્રનગર પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડીને મૂળીના ખંભાળિયા ગામેથી લાખો રૂપિયાનું ગાંજાનું વાવેતર ઝડપી પડ્યું હતું. સાથે ખેડૂતની પણ ધરપકડ કરી હતી.  સુરેન્દ્રનગરના એક ખેડૂતે પોતાના ખેતરમાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કર્યું હતું.

બાતમીના આધારે  પોલીસે ખેતર પર દરોડો પાડીને તપાસ હાથ ધરી હતી. મુળી નજીક ખંપાળીયા ગામમાં એક ખેડૂત દ્વારા તેના ખેતરના લાખો રૂપિયાના ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે. બાતમીના આધારે પોલીસે ખેતર પર તપાસ કરતા  લાખો રૂપિયાનો લીલો અને સુકો ગાંજો મળી આવ્યો હતો. જેના કારણે પોલીસે ગાંજાની ખેતી કરતા ખેડૂતની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી .

પોલીસે આ વાવેતર ખેડૂતની પોતાની માલિકીનું છે કે અન્ય દ્વારા કરાવવામાં આવી રહ્યું છે તેની સઘન પૂછપરછ કરી હતી.

હજી થોડા સમય પહેલા જ ઉત્તર ગુજરાતના પાટણના પીપલાણા ગામના જીવણજી ઠાકોર નામના ખેડૂતે પોતાના ખેતરમાં એરંડાની આડમાં ગાંજા અને અફીણનું વાવેતર કર્યું હતું.  SOGએ સ્થાનિક પોલીસને સાથે રાખીને દરોડો પાડીને લાખો રૂપિયાના ગાંજો  જપ્ત કર્યો હોવાની ઘટના સામે આવી હતી. સુરેન્દ્રનગરથી પણ ગાંજાનું વાવેતર જપ્ત થતા ગુજરાત પોલીસે વધુ તપાસ શરુ કરી છે.