[:gj]ગુજરાતમાં દારુ પિવાનું વધી રહ્યું છે[:]

[:gj]છેલ્લા 20 વર્ષમાં ભાજપ સરકારોએ દારૂ બંધીમાં અનેક છટકબારી રાખીને દારૂ મળે તે માટે છૂટછાટ આપી છે, જેમાં ખાસ આર્થિક વિસ્તાર, હવાઈ મથકેથી દારૂની પરમીટ આપવી, હોટેલોમાં છૂટછાટ આપવી, રાજ્ય બહારથી આવતા પ્રવાસીઓને તુરંત દારૂ પિવાનો પરવાનો આપવો જેવી બાબતોનો સમાવેશ થાય છે. તેમ છતા ઈસુના નવા વર્ષે ગુજરાતના વલસાડમાં 954 લોકો પકડાયા હતા. દમણથી 90 ટકા દારૂ ગુજરાતમાં આવે છે. દરેક જિલ્લામાં આ રીતે પકડાયા હતા. પણ 33 જિલ્લામાંથી મોટા ભાગના જિલ્લામાં પોલીસે દારૂ પિવાના આ વખતે ઓછા ગુના નોંધ્યા છે.

દારૂ પિનારાઓ ગુજરાતમા વધ્યા છે. દારૂનો કાયદો કડક કરાયો તેને આજે એક વર્ષ થયું છે, છતા દારૂ આરામથી મળે છે. લોકો પિવે છે. કડક કાયદા પોલીસ અને રાજકારણીઓના હપ્તા વધી ગયા છે.

જૂલાઈ 2019માં ગુજરાત વિધાનસભામાં અપાયેલી વિગતો

ગુજરાત વિધાનસભા કોîગ્રેસ પક્ષના માનનીય ધારાસભ્યશ્રીઓએ તા. ૧૧-૭-૨૦૧૯ના રોજ

માન. મુખ્યમંત્રીશ્રી (ગૃહ)ને બે વર્ષમાં દેશી, વિદેશી દારૂ અને વેચાણના કરવામાં આવેલ કેસો, પકડાયેલ આરોપીઅો અને પકડવામાં બાકી આરોપીઅોની સંખ્યા અંગે પૂછેલ પ્રશ્નોની સંકલિત માહિતી

રાજયમાં બે વર્ષમાં ૧,૩૨,૪૧૫ દેશી દારૂના કેસો, ૨૯,૯૮૯ વિદેશી દારૂના કેસો નોîધાયા છે. એટલે કે દૈનિક ૧૮૧ કેસો દેશી દારૂના નોîધાય છે, વિદેશી દારૂના દૈનિક ૪૧ કેસો નોîધાય છે, આ કેસોમાં ૧,૧૦૫ આરોપીઅો છ માસ કરતા વધુ સમયથી અને ૭૬૨ આરોપીઅો એક વર્ષ કરતાં વધુ સમયથી પકડવાના પણ બાકી છે.

 

ક્રમ     જીલ્લાનું નામ   દેશી દારૂ વેચાણના કેસો વિદેશી દારૂ વેચાણના કેસો      પકડાયેલ આરોપીઅો  પકડવાના બાકી આરોપીઅો      છ માસ કરતા વધુ સમયથી પકડવાના બાકી આરોપીઅોની સંખ્યા      એક વર્ષ કરતા વધુ સમયથી પકડવાના બાકી આરોપીઅોની સંખ્યા

૧      કચ્છ   ૩૮૦૪ ૧૧૩૩ ૫૮૮૪ ૧૨૦   ૧૮૬

        ૭૨

૨      પાટણ  ૨૪૬૨ ૫૪૧   ૩૩૩૯ ૧૪૫

૩      સુરેન્દ્રનગર     ૧૦૭૬ ૪૯૭   ૨૩૬૦ ૧૪૩   ૫૬

        ૪૦

૪      અરવલ્લી       ૩૩૪   ૨૭૫   ૬૨૬   ૦

૫      આણંદ  ૫૧૮૯ ૫૯૯   ૬૪૨૪ ૧૭     ૧૦૧

        ૧૦૯

૬      પંચમહાલ      ૬૯૦૦ ૧૫૩૧ ૯૦૧૯ ૩૭૦

૭      ભાવનગર      ૭૨૬   ૨૦૭   ૧૦૭૫ ૧૪     ૪

        ૭

૮      બોટાદ  ૭૫૨   ૧૨૬   ૧૦૪૦ ૧૯

૯      બનાસકાંઠા     ૩૭૫૬ ૬૬૯   ૪૪૯૬ ૧૯૯   ૫૪

        ૪૨

૧૦     મહેસાણા        ૩૯૪૭ ૯૦૬   ૪૯૩૧ ૧૬

૧૧     અમરેલી        ૨૦૨૭ ૩૯૧   ૨૯૧૩ ૩૦     ૯

        ૬

૧૨     ભાવનગર      ૭૨૬   ૨૦૭   ૧૦૭૫ ૧૪

૧૩     તાપી   ૧૫૯૦ ૫૬૦   ૨૩૦૦ ૪૬     ૧૪૪

        ૫૬

૧૪     સુરત   ૧૩૬૬૧        ૬૦૨૮ ૨૮૪૨૦        ૨૮૬

૧૫     જામનગર      ૩૮૬૯ ૫૮૯   ૫૬૧૦ ૮૩     ૩૪

        ૩૩

૧૬     દેવભૂમિ દ્વારકા  ૯૮૦   ૨૧૭   ૧૪૪૪ ૧૩

૧૭     ગીર સોમનાથ  ૮૯૧   ૮૪૪   ૨૨૯૮ ૪૩     ૩૦

        ૧૫

૧૮     જૂનાગઢ        ૨૦૧૭ ૬૭૭   ૩૬૮૧ ૯૩

૧૯     મોરબી ૨૨૦૮ ૨૭૭૭ ૪૧     ૩૩

        ૨૭

૨૦     વડોદરા ૧૭૮૧૭        ૧૯૪૪૪        ૫૦

૨૧     ડાંગ    ૫૮૪   ૧૮૭   ૮૦૦   ૫      ૫૫

        ૮૮

૨૨     વલસાડ ૧૨૮૦ ૨૩૯૯ ૪૨૧૫ ૧૮૨

૨૩     ખેડા    ૬૭૩૪ ૫૦૮   ૭૫૮૪ ૭      ૫  ૧૬

૨૪     અમદાવાદ     ૧૦૯૭૮        ૧૪૫૦ ૧૩૯૫૬        ૯૪

૨૫     ગાંધીનગર      ૩૩૨૩ ૭૩૦   ૬૩૭૬ ૧૫૦   ૩૬

        ૭૦

૨૬     સાબરકાંઠા      ૧૨૩૯ ૨૪૪   ૧૬૮૧ ૧૪

૨૭     મહિસાગર      ૩૨૬૫ ૨૬૫   ૩૫૦૬ ૧૪૫

૨૮     રાજકોટ ૪૫૪૮ ૧૫૨૪ ૭૧૯૨ ૪૫     ૩૨

        ૨૦

૨૯     પોરબંદર       ૧૯૫૪ ૩૭૭   ૩૦૮૭ ૩૮

૩૦     નવસારી        ૬૫૪૧ ૨૨૩૧ ૯૧૭૭ ૧૨૩   ૧૬૩

        ૮૯

૩૧     ભરૂચ   ૧૦૬૭૬        ૮૩૧   ૧૧૮૧૪        ૧૯૩

૩૨     દાહોદ  ૩૬૨૯ ૨૫૨૫ ૫૯૫૯ ૩૦૦   ૧૧૩

        ૭૨

૩૩     છોટા ઉદેપુર    ૨૯૩૨ ૭૨૧   ૩૭૨૧ ૫૭

        કુલ     ૧૩૨૪૧૫      ૨૯૯૮૯        ૧૮૮૨૨૪      ૩૦૯૫ ૧૧૦૫ ૭૬૨

ગુજરાતના લોકોને અન્યાય અને વિદેશીઓને રાહત

વિદેશથી આવતા લોકોને ગુજરાતમાં મુક્ત રીતે દારૂ પિવાની છૂટ છે પણ ગુજરાતમાં રહેતા લોકોને દારૂ પિવો હોય તો પરવાનો આપવામાં આવતો નથી. આમ ગુજરાતમાં ભેદભાવભરી નીતિ અપનાવવામાં આવી રહી છે. દારૂ પીવા માટે પરવાનો લેવો પડે છે. શિયાળોમાં વિદેશી મુસાફરો આવતા અને હવે વાયબ્રન્ટમાં વેપારીઓ આવવાનું શરૂ થતા જ 3,20,000 (ત્રણ લાખ વીસ બહાર) કરતા વધુ પરવાના દારૂ પિવા માટે આપવામાં આવશે. જેની સામે ગુજરાતના નાગરિકોને આરોગ્યના કારણોસર 52,876 પરવાના આપવામાં આવ્યા છે. જે અગાઉના વર્ષોમાં 72 હજાર પરવાના હતા. હવે દારૂના અડ્ડા પરથી દારૂ વધુ વેચાય તે માટે પરવાના આપવાનું ઓછું કરી દેવામાં આવ્યું છે. જે એક અન્યાય તરીકે જોવામાં આવી રહ્યું છે. એક અંદાજ પ્રમાણે ગુજરાતમાં 6 કરોડ લોકોમાંથી 1.25 કરોડ લોકો દારૂ પીતા હોવાનો અંદાજ છે. ગુજરાતમાં જે રીતે વર્ષે 250 કરોડનો દારૂ પકડાય છે તેના આધારે આ અંદાજ મૂકવામાં આવ્યો છે.

દારૂની ખરીદી વધી

આ પરવાનાઓ દ્વારા ગુજરાતમાં 2012થી 2018ના 6 વર્ષમાં બધો મળીને 3.85 લાખ લીટર દારૂ ખરીદ કરવામાં આવ્યો હતો. કાયદેસરની દારૂની દુકાનમાંથી વેચવામાં આવતા દારૂનું સૌથી વધુ વેચાણ સુરત, અમદાવાદ, વડોદરા, કચ્છ અને રાજકોટમાં થાય છે. સુરતમાં પાછલા છ વર્ષમાં 278.6 કરોડનો 1.13 કરોડ લીટર દારૂ ખરીદ કરાયો હતો. આ પ્રમાણ 2011-12માં આ પ્રમાણ માત્ર 14 લાખ લીટર હતું. ત્યારબાદ અમદાવાદનો નંબર આવે છે, છેલ્લા છ વર્ષમાં 74.14 લાખ લીટર દારૂનું વેચાણ થયું છે. જયારે વડોદરામાં આ પ્રમાણ 33.41 લાખ લીટર, અને કચ્છમાં 33.12 લાખ લીટર હતું.

જો કે 13 એપ્રિલ 2016ના દિવસે પ્રવાસીઓને અપાતી દારૂ પીવાની પરમીટની સંખ્યા ઘટી છે. 2014માં રાજયના દારૂબંધી ખાતાએ 2535 ટુરીસ્ટ લીકર પરમીટ અને પ્રવાસીઓને 1929 હંગામી પરમીટ આપી હતી. 2015માં એ સંખ્યા ઘટી અનુક્રમે 1785 અને 1796 થઈ હતી. 2014માં આરોગ્યના કારણસર 52054 પરમીટ અપાઈ હતી જે 2015માં વધી 55822 થઈ હતી. 2000-01મા રૂ.55.78 લાખની 50,764 બોટલનું કાયદેસર વેચાણ થતું હતું. 2008-09મા રૂ.144.66 લાખની 118097 બોટલોનું વેચાણ થયું હતું.

રૂ.2000 કરોડની આવકમાં ઘટ

મહારાષ્ટ્ર સરકારે વેરમાં 20 ટકાનો વધારો 2019ના નવા વર્ષથી કર્યો તેમાં તેની રૂ.500 કરોડની આવક વધી ગઈ છે. મહારાષ્ટ્રમાં વર્ષે રૂ.3000 કરોડની આવક દારૂ પરના વેરા પરથી થાય છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 15માં નાણાં પંચ સમક્ષ માંગણી કરી છે કે, ગુજરાતમાં દારૂ બંધી હવાથી રૂ.9,864 કરોડની ખોટ ભરી આપવા માટે 15માં નાણાં પંચ સમક્ષ કરી છે. એટ લે કે વર્ષે રૂ.2000 કરોડનો વેરો દારૂના કારણે ગુમવવો પડે છે. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને દારૂબંધીના કારણે ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાને જુતું મરનારા ગોપાલ ઈટાલીયા દારૂ સામે બોલે છે. તેમનું કહેવું છે કે પોલીસ સ્ટેશનનું તમામ ખર્ચ સરકાર આપતી નથી જે બુટલેગરો ખર્ચ આપે છે. હપ્તા ગાંધીનગર સુધી પહોંચે છે.

દારૂની આવક પોલીસ અને રાજકારણીઓના ખિસ્સામાં

જોકે તેની સામે એવી દલીલ થાય છે કે, ગુજરાતમાં દારૂબંધીના કારણે સામાજિક શાંતિ છે. પણ તેની સામે ગુજરાતના મોટાભાગના પોલીસ મથકોનું ખર્ચ બુટલેગરો કાઢે છે. માત્ર ઓફિસનું જ ખર્ચ વર્ષે રૂ.700 કરોડથી વધુ છે. વળી પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓને વર્ષે રૂ.3000 કરોડથી વધારાના હપ્તા મળતા હોવાનો અંદાજ વહીવટદારોનો છે. જ્યારે રૂપાણીની સરકાર આવી ત્યારે રોજ મોટી રેડ પાડવામાં આવતી હતી. હવે આવી રેડ બંધ કેમ થઈ ગઈ તે અંગે એક વહીવટદારે કહ્યું હતું કે, રાજસ્થાન સાથે રાજકારણીઓનું સેટીંગ થઈ ગયું છે. ચોક્કસ ચેનલ ગોઠવાઈ ગયા પછી આવી આવક વર્ષે રૂ.3000 કરોડ સુધી થઈ જાય છે. ખરેખર જો દારૂબંધી ન હોત તો તે પૈસા પ્રજાની તીજોરીમાં જતા હોત. જેમાંથી ગરીબ લોકોના મકાનો બનાવી શકાયા હોત.

દારૂબંધીનો ઠાકોર સેનાનો ઢોંગ

16 માર્ચ 2018માં ઠાકોર સેના દ્વારા ગુજરાતમાં દારૂના વિરૂદ્ધમાં ઝૂંબેશ ચલાવવામાં આવે છે. હવે તે બંધ છે. જ્યારે રાજકીય ફાયદો કે બીજો ફાયદો લેવાનો હોય ત્યારે જ અલ્પેશ ઠાકોર દ્વારા તે આંદોલન શરૂ કરાય છે અને બંધ કરાય છે. તેમનો એક અંગત સાથીદાર અને ઠાકોર સેનાનો હોદ્દેદાર માવજી ચના ઠાકોર નશો કરેલી હાલતમાં લાખણી તાલુકાના અસાસણ ગામમાંથી પકડાયો હતો. 7 જુલાઈ 2018માં ગાંધીનગરમાં મહિલાના ઘરમાં હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશે દારૂ માટે જનતા રેડ કરી હતી. ઢોંગી દેખાવ પછી આ ત્રીપુટીએ દારૂ ભૂલી ગઈ છે. સરકાર અને પોલીસ પોતાની આબરૂ બચાવવા દારૂબંધીના ખોટા ગુના નોંધીને લોકોને ખોટી રીતે હેરાન કરે છે. સમાજ પણ ઢોંગ કરે છે. સુરતની પિપલોદ ખાતે આવેલી ઓઈસ્ટર હોટલમાં 21 હાઈ પ્રોફાઈલ મહીલાઓ દારૂની મહેફીલ માણતા ઝડપાઈ ગઈ છે. વલસાડમાં 954 લોકો પકડાયા હતા. અમદાવાદનો હીટ એન્ડ રન ફેઈમ વિસ્મય શાહ પત્ની સાથે દારૂ પીતા 2019માં પકડાયો હતો.

5 વર્ષમાં 255 કરોડનો દારૂ પકડાયો

રાજ્યમાં 2010થી 2014 સુધીમાં 43.70 લાખ લીટર દેશી દારૂ અને 2.42 કરોડ વિદેશી દારૂની બોટલો પકડાઈ હતી. જેની કિંમત રૂ.255 કરોડ હતી. 10 વર્ષમાં રૂ.600 કરોડનો દારૂ પકડાયો હતો.

દેશી દારૂ કેટલો પકડાયો

વર્ષ – દારૂ લીટર – કિંમત
2010 – 7.20 લાખ – 1.33 કરોડ
2011 – 11.44 લાખ – 2.22 કરોડ
2012 – 7.67 લાખ – 1.53 કરોડ
2013 – 8.86 લાખ – 1.74 કરોડ
2014 – 8.51 લાખ – 1.70 કરોડ

વિદેશી દારૂ

2010 – 30.55 લાખ – 29.14 કરોડ
2011 – 24.48 લાખ – 34.28કરોડ
2012 – 40.26 લાખ – 38.15 કરોડ
2013 – 76.90 લાખ – 61.67 કરોડ
2014 – 70.29 લાખ – 82.85 કરોડ
દારૂનું વેચાણ 6 વર્ષમાં 6 ગણું થયું
2011-12માં ગુજરાતમાં 51.03 લાખ લીટર દારૂ વેચાયો હતો. જે 6 વર્ષમાં વધીને 2017-18માં 3.85 કરોડ લીટર થઈ ગયો હતો.

18-25 હજાર કરોડના વેચાણનો અંદાજ

21 માર્ચ 2018ના દિવસે રાજ્યના 31 જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં 147.78 કરોડ રૂપિયાનો દારૂ ઝડપાયો હતો. તો 3 લાખ 13 હજાર 642 લીટર તો માત્ર દેશી દારૂ જ ઝડપાયો છે. 9 લાખ 22 હજાર 408 વિદેશી દારૂની બોટલ અને 2 લાખ 29 હજાર 908 બીયરની બોટલ ઝડપાઈ છે. સાથોસાથ 16 હજાર 33 વાહનો દારૂની હેરાફેરીમાં ઝડપાયા છે. આ જોતા અનુભવી પોલીસ અધિકારીઓ કહે છે કે, ગુજરાતમાં વર્ષે રૂ.18થી 25 હજાર કરોડનો દારૂ વેચાતો હોઈ શકે છે. વર્ષે રૂ.2,000 કરોડનો વેરો ગુજરાત સરકારને મળવાના બદલે રૂ.3,000 કરોડની રકમ પોલીસને અને રાજકીય નેતાઓને હપ્તાપેટે મળે છે. રાજનેતાઓ દારૂના અડ્ડા એટલા માટે પણ ચાલવા દે છે કે ચૂંટણીમાં તેમની પાસેથી દારૂ લઈ આવે છે અને મતદારોને આપે છે. બનાસકાંઠા જિલ્લામાં ભાજપના એક જાણીતા નેતાનો દારૂ ચૂંટણીના આગલા દિવસે મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પકડાવી દીધો હતો. તે પ્રકરણ બંધ થઈ ગયું છે.

ઘરમાં બેસીને દારૂ કેમ ન પીવાય

સરકારે આકરું વલણ અપનાવ્યાનો દાવો કર્યા પછી ઓક્ટોબર 2018ના છેલ્લા બે મહિનામાં રૂ.23 કરોડનો વિદેશી બનાવટનો દારૂ પકડાયો હતો. દારૂનુ ઉત્પાદન તેમજ ખરીદ વેચાણ અને હેરફેર કરનારાને 10 વર્ષની કેદ અને 5 લાખના દંડનો કાયદો બનાવ્યો છતા દારૂ પિનારાઓ વધી રહ્યાં છે. તેથી ગુજરાતની વડી અદાલતમાં એક જાહેર હીતની અરજી થઈ છે કે લોકોને શું ખાવું અને શું ન પિવું તે બંધારણીય અધિકાર છે. લોકો પોતાના ઘરમાં બેસીને ગુજરાતમાં દારૂ પીવે એવી છુટ આપવી જોઈએ. દક્ષિણ ગુજરાત અને આદિવાસી વિસ્તારોમાં લોકો પોતાના ઘરમાં બેસીને ઘણે ઠેકાણે દારૂ પિવે છે. ભારતમાં દારૂ પીવનું કલ્ચર સોમરસ થઈ વેદ સમયથી છે. તો ગુજરાતમાં કેમ બંધી છે. આ કેસ હાલ તો ચાલી રહ્યો છે.

મેડિકલ બોર્ડની મંજૂરીમાં ભેદભાવ

19 જૂન 2018માં ગુજરાત સરકારે દારૂનો પરવાનો લેતા સમયે આરોગ્ય તપાસવાની ફીમાં 400 ટકાનો વધારો કરી દીધો છે. દારૂ માટેના પરવાના અરજીના રૂ.50 અને પરમીટ મેળવવા સમયેની આરોગ્ય તપાસણી ફી રૂ.500 હતી. હવે દારૂની હેલ્થ પરમીટની પ્રોસેસ ફી રૂ.500થી વધારી રૂ.2000 તથા આરોગ્ય તપાસણી ફી રૂ.2000 કરી છે. ગરીબ લોકોને આરોગ્ય માટે દારૂ પીવાનો પરવાનો લેવો હોય તો લઈ શકે નહીં, માત્ર શ્રીમંત દર્દીઓ જ પરમવાનો લઈ શકે છે. ગુજરાતમાં આવા કુલ-26 એરીયા મેડિકલ બોર્ડ પરવાનો આપી શકતા હતા તે હવે માત્ર 6 વિસ્તાર અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, વડોદરા અને સુરત કરી દેવાયા છે. જે પણ નાગરીકોની આવક સામે ભેદભાવ રાખે છે.

દારૂ વેચતી 52 દુકાનો

ગુજરાતમાં કાયદેસર દારૂ વેચતી હોય એવી 52 દુકાનો છે. તેમાં 17 ઓક્ટોબર 2018માં માત્ર 12 દુકાનો – લીકર શોપ – પર GSTના દરોડા પાડી રૂ.12.65 કરોડ વામાં આવ્યા હતા, બીજી દુકીનોને બચાવી લેવાઈ હતી. જો તમામ દુકાનો તપાસવામાં આવી હોય તો રૂ.100 કરોડ જેવી વેરા ચોરી પકડી શકાઈ હોત. રૂ.1.96 કરોડ સ્થળ પર જ વસૂલ કરવામાં આવ્યા હતા. દારૂ પર હાલ 65 ટકા લેખે વેટ ભરવો પડે છે. પકડાયેલી હોયેલોમાં હોટેલ પ્રેસિડેન્ટ-અમદાવાદ, નાલંદા-અમદાવાદ, ઈન્દર રેસીડેન્સી-અમદાવાદ, જીએસકે-અમદાવાદ, શિવ ઈન્ટરનેશનલ-સુરેન્દ્રનગર, ફોરચ્યુન પેલેસ-જામનગર, આરતી ઈન્ટરનેશનલ-ગાંધીઘામ, હોલીડે વિલેજ રીસોર્ટ-ગાંધીદામ, ગેટવે – સુરત, સેવન સ્કાય – ભૂજ, કટીરા-ભૂજ અને ઙોટેલ ફર્ન-રાજકોટનો સમાવેશ થાય છે.

દારૂની દુકાનો વધી

13 એપ્રિલ 2016ના દિવસે મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલનાં સમયે દારૂની 23 દુકાન માટે મંજૂરી આપી હતી. તે પહેલાં 29 હતી. છેલ્લા બે વર્ષમાં વધારાની નવી 23 દુકાનો ખોલવા પ્રોહિબીશન અને એકસાઈઝ વિભાગે મંજુરી આપી છે. ગુજરાતમાં 1948થી દારૂબંધી લાગુ હોવા છતા 52 દુકાનો પરથી પરમીટનો દારૂ મળે છે. અમદાવાદમાં એપ્રિલ 2014 સુધીમાં 5 દુકાનો હતી, મે 2014 પછી નવી 6 દુકાનોને પરવાનો આપવામાં આવ્યો હતો. એમાંય વળી ગાંધીજીની કર્મભૂમિ સાબરમતી આશ્રમ અને ગુજરાત વિદ્યાપીઠ જેવી ગાંધીવાદી સંસ્થાઓથી 500 મીટરમાં બે દુકાનો આવેલી છે.

મે 2014થી જે નવી દુકાનોને મંજુરી આપવામાં આવી હતી તેમાં કચ્છ-ભુજની હોટેલ ઈલાકે તથા પ્લેનેટ એવિએશન પ્રાઈવેટ લીમીટેડ, મુન્દ્રા સેઝ, જામનગરમાં ફોર્ચ્યુન પેલેસ, રાજકોટમાં ગુરુકૃપા શ્રદ્ધા રિઅલ્ટી, જુનાગઢમાં ગેટવે હોટેલ અને વાસ સુંદર ઓર્ગેનાઈઝર્સ, ભાવનગરમાં ટ્રી ટોપ રીસોર્ટસ અને નીલમબાગ હોટેલ તથા સુરેન્દ્રનગરની શિવ હોટેલનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં હોટેલ પ્રેસિડેન્ટ, નવરંગપુરા, હોટેલ મેટ્રોપોલ, સુભાષબ્રિજ, ગ્રાન્ડ ભગવતી, એસ.જી. હાઈવે, હોટેલ પેસિફિક, હોટેલ રમાડા, નાલંદા હોટેલ્સ એન્ડ પ્રોપર્ટીસ, આણંદમાં બધુબન સ્પા રિસોર્ટસ, એ એન્ડ એ હોટેલ્સ, નડિયાદમાં હોરિઝન હોસ્પિટાલિટી, ભરુચમાં હરિમંગલ પ્રાઈવેટ લિમિટેડ, વડોદરામાં રિવાઈવલ હોટેલ અને સુરતમાં ગ્રાન્ડ ભગવતીને મંજુરી અપાઈ છે.

મુખ્ય શહેરોમાં પરમિટધારકોની સંખ્યા

સુરત 4854
અમદાવાદ 3391
રાજકોટ 1598
વડોદરા 987
કચ્છ-ભૂજ 859
કુલ 15,401

29 માર્ચ 2018 ના બે વર્ષમાં અમદાવાદની કઇ કઇ હોટલોમાં કેટલો દારૂ-બિયર વેચાયો

હોટલ દારૂની આવક

હોટલ પ્રેસિડેન્ટ – રૂ.145.12 લાખ
હોટલ ઇન્દર રેસિડેન્સી – રૂ.70.03 લાખ
હોટલ ધ મેટ્રોપોલ – રૂ.44.91 લાખ
ધ ગ્રાન્ડ ભગવતી – રૂ.42.62 લાખ
હોટલ રમાડા – રૂ.34.25 લાખ
હોટલ કામા – રૂ.21.16 લાખ
હોટલ રિવેરા – રૂ.22.32 લાખ
હોટલ નાલંદા – રૂ.14.32 લાખ
હોટલ સેન્ટ લોર્ન – રૂ.13.43 લાખ
હોટલ રોયલ મેનોર – રૂ.8.38 લાખ
હોટલ હયાત – રૂ.7.78 લાખ
હોટલ નોવાટોલ – રૂ.0.31 લાખ

કયા શહેરમાં કેટલી હોટેલમાંથી કેટલો દારૂ વેચાય છે

શહેર – લાયસન્સ – હોટલો – વિદેશી દારૂ – બિયર – કિંમત
આણંદ-ભરૂચ – 7 – 88,650 લીટર – 999 લીટર – રૂ.630.50 લાખ
અમદાવાદ – 13 – 379 લીટર – 2189 – લીટર – રૂ.496.59 લાખ
નડિયાદ – 2 – 11 લીટર – 367 લીટર – રૂ.87.05 લાખ
વડોદરા – 10 – 149 લીટર – 1597 લીટર – રૂ.420.29 લાખ
જૂનાગઢ-સુરેન્દ્રનગર – 3 – 44 લીટર – 350 લીટર – રૂ.38.10 લાખ
જામનગર – 2 – 45 લીટર – 632 લીટર – રૂ.51.42 લાખ
સુરત – 5 – 319 – લીટર – 5156 લીટર – રૂ.459.01 લાખ
રાજકોટ – 5 – 210 લીટર – 1122 લીટર – રૂ.3018.83 લાખ
મહેસાણા-ગાંધીનગર – 4 – 34 લીટર – 203 લીટર – રૂ.39.18 લાખ
કચ્છ – 7 – 133 લીટર – 1434 લીટર – રૂ.228.53 લાખ

નિશાન-એ-દારૂ, કડક કાયદાને એક વર્ષ થયું

દારૂબંધીનો વધારે કડક કાયદો 15 ડિસેમ્બર 2017થી અમલી બન્યો છે. દારૂનું વેચાણ કરનાર કે પછી દારૂના ખરીદ વેચાણમાં મદદ કરનાર અધિકારીઓ સામે પગલાં લેવાની જોગવાઈ છે. દારૂના ખરીદ- વેંચાણ અને હેરફેર કરનારા ગુનેગારોને 10 વર્ષ સુધીની કેદ અને 5 લાખ સુધીનો દંડ થાય છે. દારૂનો અડ્ડો ચલાવતા બૂટલેગર અને તેના મદદગારોને 10 વર્ષ સુધીની જેલ અને 1 લાખ સુધીનો દંડ કરી શકાય છે. દારૂ પીને સમાજમાં અસભ્ય વર્તન કરે છે તો તેને 3 વર્ષ સુધીની કેદ થાય છે.

ગુનેગારોને નાસી જવામાં જે પોલીસ મદદ કરે છે તેમને 7 વર્ષ સુધીની કેદ અને 1 લાખ સુધીનો દંડ કરી શકાય છે. અધિકારી ફરજમાં અડચણ કે હુમલો કરે છે તો તેને 5 વર્ષ સુધીની કેદ અને 5 લાખનો દંડ કરવાની જોગવાઈ છે.[:]