ગાંધીઆશ્રમ તોડી પાડી ગાંધીજીના વિચારોની હત્યા સંઘના પ્રચારક કરશે

ગાંધીઆશ્રમને તોડી પાડી આધુનિક પ્રોજેક્ટ તૈયાર કરાયો, આશ્રમનાં 200 મકાનો તોડી પાડી નવા બનાવવા ઓફર, સરકારી સંસ્થાઓને મકાનો ખાલી કરવા નોટિસ આપવામાં આવી, ગાંધીજીને ફરી એક વખત વિશ્વકક્ષાએ લઈ જવાશે, વડાપ્રધાન મોદી 2 ઓક્ટોબરે આશ્રમથી યોજના જાહેર કરે એવી શક્યતા

2 ઓક્ટોબર થી શરૂ થાય છે ગાંધીજીની આત્મકથા, રોજ આવશે નવો અંક, વાંચવા માટે જોતા રહો allgujaratnews.in

દિલીપ પટેલ, તંત્રી, જનસત્તાના મૂળ લેખ પરથી

ગાંધીનગર, તા.27

ગાંધીજીની કર્મભૂમિની આસપાસની ઐતિહાસિક ઈમારતો તોડી પાડીને 32 એકરમાં આધુનિક ગાંધીઆશ્રમ બનાવવાનો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. ગાંધીજીના સિદ્ધાંતો માટે કામ કરતી ત્રણ સંસ્થાને કેન્દ્રની ભાજપ સરકારે નોટિસ આપીને જમીન અને મકાનો ખાલી કરી દેવા નોટિસ આપી દેવામાં આવી છે. નરેન્દ્ર મોદની સાદગી નહીં  પણ પ્રજાના પૈસે વૈભવી ઈમારતો બનાવવાની માનસિકતા ધરાવે છે. તેથી ગાંધી આશ્રમને ગાંધીજીના સિધ્ધાંત પ્રમાણે સાદો આશ્રમ બનાવવના બદલે ભવ્ય ચકચકીત આશ્રમ બનાવીને ગાંધીજીના સિધાંતોનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. રાષ્ટ્રિય સ્વયંમ સેવક સંઘ – RSS – જે કરવા માંગે છે તે સંઘના પ્રચારક નરેન્દ્ર મોદી કરી રહ્યાં છે. ગાંધીજીની યાદો સાથે જોડાયેલો આશ્રમ જ બદલી નાંખીને તેમના વિચારો જ બદલી નાંખવાની વ્યવસ્થિત ચાલ માનવામાં આવી રહી છે. ગાંધીજીની હત્યા સંધ સાથે જોડાયેલા નથુરામ ગોડશેએ કરી હતી. હવે ગાંધીજીના વિચારોની હત્યા સંઘના સ્વંયેવક ને સંઘના આજીવન પ્રચારક નરેન્દ્ર મોદીના હાથે થશે. તે પણ એક ગુજરાતીના હાથે થઈ રહી છે.

ગાંધીજીએ બનાવેલાં 208 મકાનો તોડી પાડીને દીવાલ વગરનો 1915માં જેવો આશ્રમ હતો એવો બનાવવાનું  દુઃખદ  સ્વપ્ન નરેન્દ્ર મોદીએ બનાવ્યું છે. જો આ પ્રોજેક્ટ સફળ થશે તો ગાંધીજીનું નામ ફરી એક વખત વિશ્વકક્ષાએ થશે. એવું સંઘના સ્વયંમ સેવક નરેન્દ્ર મોદી માની રહ્યાં છે. સંઘની નવી નીતિ પ્રમાણે ગાંધીજીના જે સિધાંતો હતા તેની વિરૃદ્ધ વર્તન કરવું એવું તેમનગી કામગારી પરથી સ્પષ્ટ થયું છે. ગાંધીનગરમાં રૂ.1200 કરોડનું મહાત્મ મંદિર બનાવીને તે સિદ્ધ કર્યું છે. જ્યાં સ્વદેશી નહીં પણ વિલાયતી કરારો થાય છે. ઈમારત ભવ્ય બનાવી છે. નીતિ નહીં પણ અનીતિથી ધંધો કરવાનું અહીં શિખવવામાં આવે છે. હવે આવું ગાંધી આશ્રમને તોડી પાડીને થશે.
ગાંધીજીના નામે તૈયાર થનારો રૂ.એક હજાર કરોડનો પ્રોજેક્ટ અત્યંત ગુપ્તાથી અમદાવાદના જાણીતા સ્થપતીએ તૈયાર કરી આપ્યો છે, જેની જાહેરાત 2 ઓક્ટોબરે ગાંધીઆશ્રમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરે તેવી પૂરી સંભાવના છે. ગાંધીજીને આધુનિક બનાવીને વિશ્વકક્ષાએ તેમને લઈ જવા અહીં 200 જેટલાં કુટુંબોને વિસ્થાપિત કરીને અન્ય સ્થળે વસાવવામાં આવશે.

2 ઓક્ટોબર થી શરૂ થાય છે ગાંધીજીની આત્મકથા, રોજ આવશે નવો અંક, વાંચવા માટે જોતા રહો allgujaratnews.in 

 

કોણ પ્રોજેક્ટ માટે કામ કરે છે

આશ્રમના ભાડુઆત જયેશ પટેલ, આશ્રમના ટ્રસ્ટી કાર્તિક સારાભાઈ, સ્થપતી બિમલ પટેલ અને ખાદી ગ્રામોદ્યોગ કમિશનના વી.કે. સક્સેના, ભાજપના નેતા નરહરિ અમીન, અમદાવાદના સાંસદ કિરીટ સોલંકી, મુખ્યપ્રધાનના અંગત સચિવ કે. કૈલાસનાથન આ પ્રોજેક્ટને પાર પાડવા છેલ્લા 8 મહિનાથી ગુપ્ત રીતે તૈયારી કરી રહ્યા છે. પણ સરકારના નજીકના ભાજપના નેતાએ જ આ પ્લાન લીક કરી દીધો છે અને મોદી સરકાર સામે આફતના વાદળો ફેલાવી દીધા છે.

200 કુટુંબોનું સ્થળાંતર કરાશે

આશ્રમનાં 200 કુટુંબોને સ્થળાંતરિત કરવા માટે આશ્રમવાસીઓ સાથે અનેક વખત બેઠક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ કુટુંબોખસેડવામાં આવે તો જ ગાંધી પ્રોજેક્ટ તૈયાર થઈ શકે તેમ છે. આ 200 કુટુંબોને બાજુમાં આવેલા ગટરનાં ગંદાં પાણીના ટ્રીટમેન્ટ પ્લાન્ટ નજીક મકાનો બનાવીને સ્થળાંતરિત કરવાની યોજના બનાવી દેવામાં આવી છે. અહીં ગાંધીજીએ આ કુટુંબોને વસાવેલા તેમને હવે અહીંથી હાંકી કાઢીને હવે આશ્રમને હરિજન મુક્ત કરીને પૈસાદાર લોકોના હાથમાં આપી દેવાશે.

આશ્રમવાસી ઓ સાથે મંત્રણા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોજેક્ટ સાથે જોડાયેલા લોકો સાથે યોજના અંગે ચર્ચા કરી હતી. ત્યાર બાદ ભાજપના નેતા કિરીટ સોલંકીએ આશ્રમવાસીઓમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા 7 લોકો સાથે મંત્રણા કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેઓ સફળ રહ્યા નથી. મકાનો ખાલી કરી દો તમને સારી સુવિધા સાથેનાં નવાં મકાનો આપવામાં આવશે એવું કહી દેવામાં આવ્યું હતું.
આશ્રમવાદીઓને ધાકધમકી આપવાનું હવે શરૂં કરાશે. કારણ કે આશ્રમવાસીઓ અહીંથી ખસવા માટે તૈયાર નથી. તેથી તેમને ટીંગાટોળી કરીને હાંકી કાઢવામાં આવશે જે રીતે રિવરફ્રંટ પર ગરીબ લોકો સાથે મોદી સરકારે કરેલું તેવું હવે અંહીં થશે. જે ગાંધીજીના સિધાંતોની વિરૂદ્ધ છે.


યોજના જાહેર કરી

ગુપ્ત પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં આખી યોજના બહાર આવી ગઈ છે. પ્રોજેક્ટનો નકશો બહાર આવી ગયો છે. સાબરમતી રિવરફ્રન્ટ, વારાણસીનો પ્રોજેક્ટ તૈયાર કરીને ગરીબ લોકોને ખસેડવામાં સફળ રહેલા લોકોએ આશ્રમની ડિઝાઈન તૈયાર કરી છે, જેમાં ગાંધીજીએ આશ્રમ માટે 1917માં બનાવેલાં 198 મકાનો તોડી પાડવા નક્કી કરાયું છે. આ વિગતો જાહેર થઈ જતાં કૈલાસનાથને તપાસ હાથ ધરી છે. ગાંધીજી ખૂલ્લા પણામાં માનતાં હતા. પણ અહીં મોદીએ તમામને સૂચના આપી હતી કે જ્યાં સુધી તેઓ યોજના જાહેર ન કરે ત્યાં સુધી ગુપ્તતા રાખવી. પણ મોદીની નજીકના જ એક અધિકારીએ આ યોજના લીક કરી દીધી છે. કોઈને વિશ્વાસમાં લીધા વગર લોકો પર આ યોજના થોપી દેવામાં આવી રહી છે.

નોટિસ આપવામાં આવી

ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ મંડળ, સાબરમતી ગૌશાળા ટ્રસ્ટ, ખાદી ગ્રામોદ્યોગ પ્રયોગ સમિતિ – આ ત્રણ સંસ્થાઓને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની એજન્સીઓએ કહી દીધું છે કે, તેઓ મકાન ખાલી કરે. ખાદી ગ્રામોદ્યોગ મંડળને ખાદી ગ્રામોદ્યોગ કમિશને નોટિસ આપીને મકાનો, જમીનનો કબજો આશ્રમને સોંપી દેવા આદેશ આપ્યો છે.બે સરકારી સંસ્થાઓને જમીન મકાન ખાલી કરવા નોટિસ આપી છે. હવે આશ્રમમાં રહેતાં 200 લોકો અને 18 સંસ્થાઓને અહીંથી ખસી જવા માટે નોટિસો આપવામાં આવશે. આશ્રમ હવે વિસ્થાપિતોના પ્રશ્ને બની રહેશે. ગાંધીજી અંગ્રેજો સામે લડેલા હવે આશ્રમ વાસીઓ ફરી એક વખત દેશના અંગ્રેજ એવા નરેન્દ્ર મોદી સામે લડવું પડશે.

32 એકરમાં ભવ્ય પ્રોજેક્ટ

આશ્રમ પાસે 2 એકર જમીન છે. બીજાઓએ કબજો મેળવી લીધો હોય એવી 4 એકર જમીન છે. આમ કુલ 14 એકર જમીન હરિજન સેવક સંઘ પાસે છે પણ કુલ 32 એકર જમીનની જરૂર છે. તેથી 100 વર્ષ જૂનાં મકાનો તોડીને નવો આશ્રમ બનાવીને ગાંધીજીને ફરી એક વખત વિશ્વકક્ષાએ લઈ જવાનું નક્કી કરાયું છે.ભાજપના નેતાઓ અહીં આશ્રમ પચાવીને બેઠા છે. તેમને આશ્રમ સોંપી દેવાશે. આશ્રમનું વેપારીકરણ કરી દેવામા ંઆવશે. કાંકરીયાની જેમ અહીં મુલાકાતે આવનારા પાસેથી પ્રેવશ ફી લેવામાં આવશે. આમ તમામ ગાંધીજીના સિદ્ધાતોની વિરૂદ્ધ થઈ રહ્યું છે. ફરી એક વખત ગાંધીજીને પોરબંદરથી બોલાવીને તેમને આશ્રમની આઝાદી માટે લડત લડાવવી પડે એવી સ્થિતી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ઊભી કરી રહી છે.

કયાં મકાનો છે

ઉપરાંત ખાદી મંડળ, ગૌશાળા, સ્મારક સંગ્રહાલય, જયેશની ગેરકાયદે ભાડાની મિલકતો, 7 ઓરડી, 10 ઓરડી, રંગશાળા, ભોજનાલય, તોરણ ગેસ્ટ હાઉસનો સમાવેશ થાય છે, પણ 2007ના ઠરાવ મુજબ ગાંધીજી જે સ્થળે રોકાયા હતા તે જેમના તેમ જાળવી રાખવા એવું કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું ત્યારે અંબિકા સોની પ્રધાન હતા. પણ આનંદિબેનના જમાઈ જયેશ ઈશ્વર પટેલ છેલ્લાં 15 વર્ષથી આશ્રમની 18 મિલકતો પચાવીને બેઠા છે તે જેમની તેમ રહેશે. અનાર પટેલ, આનંદીબેન પટેલ અને મફત પટેલ તેમને મદદ કરશે.

લેખક – દિલીપ પટેલ, તંત્રી, જનસત્તાના મૂળ લેખ પરથી dmpatel1961@gmail.com