ગુજરાત કિસાન સેલના ચેરમેન પાલ ભાઈ આંબલીયાના સવાલો…
મુખ્યમંત્રી કહે છે સૂચના અપાઈ ગઈ છે.. પોલીસ કેસ કરી દીધો છે…
…. તો કોને સૂચના અપાઈ..?? , ક્યારે સૂચના અપાઈ..??, ક્યારે પોલીસ કેસ થયો..?, કયા પોલીસ સ્ટેશન કેસ થયો..?, કોની સામે ફરિયાદ નોંધાઇ…?, ફરિયાદી કૌન બન્યું…?,
રાજ્ય સરકાર મગફળી કાંડમા જવાબદારીથી છટકી ના શકે..
રાજ્ય સરકાર હસ્તક ની ગુજકોટ, ગુજકો માર્શોલ, બનાસડેરી, સાબરડેરી, વિવિધ સહકારી મંડળીઓ ખરીદ પ્રક્રિયાની નોડલ એન્ઝસીઓ હતી, ખરીદીમા એક મણે દસ વિસ રૂપિયા રાજ્ય સરકારે બોનસ રૂપે નાણાં પણ ચૂકવ્યા છે, જ્યા મગફળી સંગ્રહ કરવામા આવી છે તે ગુજરાત રાજ્ય વખાર નિગમ હસ્તકની વખારો છે એટલે બધી બાજુ રાજ્ય સરકારની જવાબદારી બને છે
એક બાજુ રાજ્ય સરકાર મગફળી કૌભાંડમા મગન ઝાલાવાડિયા સહિત 19 વ્યક્તિઓની ધરપકડ કરી રાજ્ય સરકાર વાહવાહી લૂંટે છે તો બીજી બાજુ ગાંધીધામ મગફળી કાંડમા હાથ ખંખેરી લે ત્યારે રાજ્ય સરકારની બેધારી નીતિ સ્પષ્ટ થાય છે
મુખ્યમંત્રીના નિવેદનમા જ વિસંગતતા …. એક બાજુ મુખ્ય મંત્રી કહે છે સૂચના અપાઈ ગઈ છે, પોલીસ કેસ થઈ ગયો છે… બીજી બાજુ એમ કહે છે રાજ્ય સરકારને આ બાબતે કાઈ લેવા દેવા નથી આતો નાફેડની જવાબદારી છે