ગાંધીનગરમમાં સિેહ લવાયા

ઉત્તર અને મધ્ય ગુજરાતના લોકોને સિંહદર્શન કરવા માટે સાસણગીર સુધી લાંબા નહીં થયું પડે. આગામી દિવસોમાં ગાંધીનગરના ઈન્દ્રોડા ખાતે સિંહદર્શનની વ્યવસ્થા શરૂ કરવામાં આવશે.

ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં હજારો પ્રવાસીઓ આવે છે પહેલા અહીં સાવજ હતો. જો કે, તેનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું. પરંતુ હવે ઈન્દ્રોડામાં લાયન સફારી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢથી સિંહને ગાંધીનગર લાવવામાં આવશે. જેથી હવે લોકોને સિંહદર્શન કરવા માટે સાસણગીર સુધી લંબાવું નહીં પડે. અહીં 8 વર્ષની સિંહણ અને 10 વર્ષના સિંહની જોડી લાવવામાં આવે તેવી શકયતા છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં સિંહ રાખવાની મંજૂરી આપી દીધી છે. જેથી હવે સિંહની જોડીને જૂનાગઢના સક્કરબાગથી ગાંધીનગર લાવવામાં આવશે. સક્કરબાગ ઝૂમાંથી લાવવામાં આવનારા બન્ને સાવજનોને લગભગ 21 દિવસ સુધી દેખરેખ હેઠળ રાખવામાં આવશે. તેમજ તબીબો અને વનવિભાગના અધિકારીઓ તેમની વર્તણૂંકથી લઈને તમામ બાબતો ઉપર નજર રાખશે. આ વર્ષે ગીરમાં પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ગાંધીનગરના ઈન્દ્રોડામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના લોકો સિંહદર્શન કરી શકશે. એટલું જ નહીં તેનું ઉદ્દધાટન રાજયના વનમંત્રી ગણપત વસાવા કરશે. ઈન્દ્રોડા પાર્કમાં સાવજોની જોડીને લઈને તૈયારીઓ કરી દેવામાં આવી છે. ગીર ફાઉન્ડેશને પણ સાવજોને ગાંધીનગર લઈ જવાની મંજૂરી આપી છે.