[:gj]કોંગ્રેસમાં 9 લાખમાં ટિકિટ વહેંચાઈ [:]

[:gj]જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુ અમીપરાએ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે ઉમેદવારોના નામો સૂચવેલા હતા તે કોંગ્રેસે માન્ય ન રાખતાં તેમણે રાજીનામું આપ્યું છે.

કોંગ્રેસ અગ્રણી એમ. કે. બ્લોચ દ્વારા ટિકિટ આપવાના બદલામાં રૂપિયા માંગ્યા હતા. 9 લાખ લઈને તેમણે કેટલાંકની ટિકિટ આપી હોવાનો આરોપ છે. કોંગ્રેસનાં કોર્પોરેટર વિજય વોરા સહિતની આખી પેનલને ટિકીટ ન મળતાં તેમણે રાજીનામું આપી એનસીપીમાંથી ફોર્મ ભર્યું હતું. તેમણે પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકોએ રૂપિયા લઇને ટિકીટોની ફાળવણી કરી હોવાનો ખુલ્લો આક્ષેપ કર્યો હતો. બલોચે રૂ.9 લાખ લીધા હોવાનો આરોપ તેમણે મૂક્યો હતો.

જૂનાગઢમાં ટિકીટોની ફાળવણીને લઇને મહાનગર પ્રમુખ વિનુ અમીપરા અને વિપક્ષી નેતા કેપ્ટન સતીષ વીરડાનાં ગૃપો વચ્ચે સમાધાન ન થતાં જૂનાગઢ શહેરમાં કોંગ્રેસમાં બે ભાગ પડી ગયા છે. કોર્પોરેટરો અદ્રેમાન પંજા, વિજય વોરા અને સેનીલા થઇમે રાજીનામું આપી એનસીપીમાંથી ઉમેદવારી નોંધાવી હતી. તો હોદ્દેદાર દિપક મકવાણા, અશરફ થઇમ અને મહેબુબ પંજાએ પણ રાજીનામા આપી એનસીપીમાંથી ઉમેદવારી કરી છે.

વિનુ અમીપરા કોંગ્રેસનાં જે સારા કાર્યકરો એનસીપીમાંથી લડશે તેને જીતવામાં મદદ કરશે, એવી જાહેરાત કરી છે. 20 વર્ષથી કોંગ્રેસ સાથે કામ કર્યું છે. જીતી શકે એવા ઉમેદવારોની ભારપૂર્વક ભલામણો કરી હતી. પ્રદેશ નેતાઓએ અમારી વાત સાંભળી નથી.

વિનુભાઇ અમીપરાએ સવારે રાજીનામું આપવાની જાહેરાત કરી અને બપોર પછી કોંગ્રેસ કાર્યાલય ખાતે  પત્રકાર પરીષદ બોલાવી હતી. તેઓ આવ્યા ત્યારે કાર્યાલય બંધ હોઇ તેમણે મોડે સુધી બહાર ઓટલે બેસવું પડ્યું હતું. કોંગ્રેસ કાર્યાલયમાં એનસીપી ઝીંદાબાદનાં નારા લાગ્યા હતા. વિજય વોરાએ એનસીપીમાંથી ફોર્મ ભરીને કોંગ્રેસ કાર્યાલયે આવ્યા બાદ એનસીપી ઝીંદાબાદનાં નારા લગાવ્યા હતા.[:]