ગાંધીનગરના પુન્દ્રાસણ તથા કોલવડા ગામની સીમમાં જમીનો ખરીદી પ્લોટિંગ સ્કીમના નામે 9 હજાર જેટલા સભાસદો સાથે રૂ.120 કરોડની ઠગાઇ કરવામાં આવી છે. 2011માં કેસરીસિંહ ચૌહાણ અને તેના ભાગીદારોએ સાથે મળીને એક સ્કીમ બહાર પાડી હતી. આ ઉપરાંત કેસરીસિંહ ચૌહાણની સાથે રહેલા અન્ય ભાગીદારોએ સાથે મળીને સભાસદો પાસેથી જમીનની મૂળ કિંમત જેવી કે, આઠ લાખ, નવ લાખ જેવી રકમ પણ ઉઘરાવી હતી.
ગાંધીનગરના પેથાપુર 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી 2 શખ્સોની ધરપકડ કરી છે. અશોક પટેલ અને પ્રવીણ પાંસરિયાને પોલીસે ઝડપી પાડ્યા છે. ટાઉનશીપ ઉભી કરવાના નામે 9 હજાર સભાસદો બનાવી તેમની પાસેથી રૂ.120 કરોડ ઉઘરાવ્યા હતા.
પ્લોટીંગ સ્કીમના નામે સરકારી તેમજ અર્ધ સરકારી કર્મચારીઓ સાથે રૂ.120 કરોડની છેતરપીંડી કરી છે. આ સ્કીમ GEBના કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ અને અર્ધ સરકારી કર્મચારીઓને તેમના માટેની સ્કીમ હોવાનું કહીને 1200 સભાસાદોમાંથી 900 સભાસદો પાસેથી રૂ.11,000 જેટલી રકમ ઉઘરાવવામાં આવી હતી. ત્યારબાદ 5 વર્ષ પછી તેમને પૈસાના બદલામાં જમીન આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું.