70 જેટલી નર્સિંગ ની બહેનો એ પોતાની માગણી ઓ ને લઈ ને ધરણા ની મંજૂરી માંગી હતી…પરંતુ પોલીસે મંજૂરી નહીં આપતા..સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો..તેમની માંગ હતી કે અમને 6 વર્ષ સુધી બોન્ડ ના આધારે કામ કરાવી તાત્કાલિક છુટા કરી દેવાયા છે..સરકાર મહિલાઓને રોજગારી મળી શકે તે માટે મોટી મોટી વાતો કરે છે તેમજ બેટી બચાવોની જાહેરાતો મા કરોડોનો ખર્ચ કરે છે અમને એકા એક છુટા કરી અમારા પેટ પર સરકારે લાત મારી છે જ્યારે અમારા બોન્ડ ના નિયમો માં જે તે સમય માં કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાના નિયમો લાગું જ ન હતા અને અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય બોન્ડ કર્મચારીઓને છુટા કરેલ નથી તો અમને કેમ છુટા કરી દીધા ? પણ એક વાત તો સાચી છે કે ગુજરાત રાજ્યમાં ઓઉટસોશિગના કર્મચારીઓ હોય કે પછી કરાર આધારિત કર્મચારીઓ હોય સરકાર નિયત કરેલ ધારા ધોરણ મુજબ પગાર ચૂકવતી નથી અને અમુક સમય થાય એટલે કર્મચારીઓને છુટા કરી દેવાના અદ્ધવચ્ચે આવી રીતે કર્મચારીઓને છુટા કરી દેવાની નીતિ ભાજપ સરકારની પહેલા દિવસથી જ રહી છે. ઘણા સમય થી કરાર આધારિત કર્મચારીઓ તેમજ આઉટ સોશિગ થી કામ કરતા કર્મચારીઓ પોતાની માંગો લઈને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં પણ સરકાર પોતાની મન માની જ ચલાવે છે અને ભાજપ સરકાર ન્યાય આપવામાં નિષ્ફળ નીવડી છે.સવાલ એ પણ છે કે કર્મચારીઓનું ખુલ્લે આમ શોષણ થઈ રહ્યું છે છતાં પણ વિરોધ પક્ષ ચૂપ કેમ છે..?