ગાંધી આશ્રમ સામે શાંતિના જાહેરનામાનો અને બંધારણનો ભંગ, ભાજપ-પોલીસ બેજવાબદાર 

અમદાવાદ : બંધારણ બચાવો CAA હટાઓ ધારણા પ્રદર્શનને અમદાવાદમાં મંજુરી આપી નહીં અને CAAના સમર્થનમાં થતી રેલીઓને ગાંધી આશ્રમ ખાતે મંજુરી આપી દેવામાં આવી છે. આમ બંધારણનો ભંગ કરવામાં આવ્યો છે.

ભારત સરકાર દ્વારા બંધારણને બાજુ પર મૂકીને નાગરિકતા કાયદામાં સુધારો કરી ધર્મ આધારિત નાગરિકતાને મંજુરી આપી છે. આ કાયદો દેશના બંધારણ ના અનુચ્છેદ ૫,૧૪,૧૫ અને ૨૧ નું સ્પષ્ટ ઉલંઘન છે. તેથી તેનો વિરોધ કરવા માટે અમદાવાદમાં સભા યોજવા મંજૂરી આપી નહીં અને ભાજપ પ્રેરિત નાગરિક સમિતિને મંજૂરી આપી દેવામાં આવી છે.

CAA કાયદાનો વિરોધ સંપૂર્ણ દેશમાં થઇ રહ્યો છે. બંધારણના અનુચ્છેદ 14 માં સ્પષ્ટ પણે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ ની વાત લખવામાં આવેલ છે

આર્ટીકલ 14 “Equality before law The State shall not deny to any person equality before the law or the equal protection of the laws within the territory of India Prohibition of discrimination on grounds of religion, race, caste, sex or place of birth”

આમ ઉપરોક્ત અનુચ્છેદનો એક ને મંજુરી આપનાર બીજાને મંજુરી ના આપનાર અધિકારીઓ બંધારણનો દ્વારા સ્પષ્ટ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યો છે.

પોલીસ સમિશ્નરને પત્ર લખી બંધારણ ભંગની વાત લખવામાં આવી છે. વિરોધ પ્રદર્શનને મંજુરી આપવાનો હુકમ કરવા સંયોજક મુજાહિદ નફીસ વિનંતી કરી છે. પક્ષ પ્રેરિત રાજનીતિના બદલે બંધારણની જોગવાઈઓ અનુસાર કાર્યવાહી કરશો, એવું પત્રમાં લખ્યું છે.

શાંતિનો ભંગ

ગાંધી આશ્રમને આસપાસના વિસ્તારને શાંત વિસ્તાર જાહેર કર્યો છે. અહીં બાનનું હોર્ન પણ વગાડી શકાતું નથી. છતાં હાઈ વોલ્ટના મોટા સ્પીકર મૂકીને જાહેરનામાનો ભંગ કર્યો છે. તે પણ ગાંધીજીના નામે.