ગુજરાતમાં 5 લાખ ગરીબ લોકોનો અનાજનો કોળીયો છીનવી લેતી ભૂપેન્દ્ર સરકાર

ગાંધીનગર, 31 માર્ચ 2023

ગુજરાતના ગરીબ આદિવાસી વિસ્તારના 83556 પરિવારોને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટના લાભથી વંચિત રખાયા છે. 11 જીલ્લા અને 30 તાલુકાઓના 5 લાખ લોકોને અસર પડી છે.  આ નિર્ણયથી અતિ ગરીબ ગરીબી રેખા નીચે જીવતા લોકોને મફત અનાજ યોજના ના લાભથી વંચિત રખાશે. સરકાર ગરીબ આદિવાસી લોકોને ભુખ્યા સુવડાવવાનું કામ કરી રહી છે.

ભાજપની ભૂપેન્દ્ર પટેલની સરકારે ગુજરાત રાજ્ય માં કોઈ પણ પ્રકારના આર્થિક સર્વે વગર અતિ ગરીબ આદિવાસી લોકોના મોંમાંથી અન્ન કોળીયો છીનવી લીધો છે.

કોંગ્રેસ સરકારે  ભૂખ્યાને અનાજ મળી રહે તે માટે કાયદો બનાવેલો હતો. ગુજરાત કોંગ્રેસ કહે છે કે, ભાજપા ની સરકાર ને માત્ર પોતાના ઉદ્યોગપતિ મિત્રો વ્હાલા છે.  તેમની દેશના અતિ ગરીબ વંચિત વર્ગના લોકોની ચિંતા નથી. 75-25 નો રેશિયો કયા આધારે નક્કી કરવામાં આવ્યો છે?

ડાંગ જિલ્લામાં 7595, નર્મદા જિલ્લામાં 7470 એન એફ એસ એ કાર્ડ રદ કરી દેવાયા છે.

કપરાડા તાલુકામાં 7354 શેહરામાં 6275, ઘોઘંબામાં 5229, ધરમપુરમાં 4961,વાંસદામાં 3667, પોશીનામાં 3806 એન એફ એસ એ કાર્ડ રદ કરી દેવામાં આવ્યા છે.

જીલ્લા  કમી કરેલ એન.એફ.એસ.એ. કાર્ડની સંખ્યા

નર્મદા જીલ્લો   7470

ડાંગ જીલ્લો     7595

તાપી જીલ્લો    5947

 

જીલ્લાનું નામ   તાલુકા કમી કરેલ એન.એફ.એસ.એ. કાર્ડની સંખ્યા

નવસારી        વાંસદા 3607

છોટા ઉદેપુર    ક્વાંટ   1763

જેતપુર પાવી   476

 

દાહોદ  ગરબાડા        719

ઝાલોદ 3276

દેવગઢ બારીયા 3864

ધાનપુર 1554

ફતેપુરા 1053

લીમખેડા       2036

સંજેલી  1700

સીંગવડ 1857

પંચમહાલ      ઘોઘંબા 5229

મોરવા હડફ    4462

શહેરા   6275

ભરૂચ   નેત્રંગ  1424

વાલીયા 755

મહિસાગર      ખાનપુર 1817

બાલાસિનોર    1080

વિરપુર 975

વલસાડ ઉમરગામ       1174

કપરાડા 7354

ધરમપુર        4961

સાબરકાંઠા      પોશીના 3806

વિજયનગર     979

ટોટલ  83556