અમરેલી જિલ્લામાં સાવજો ની સંખ્યા માં દિન પ્રતિ દિન વધારો થઈ રહ્યો છે ત્યારે સાવજો ની રંજાડ પણ હાલ જિલ્લા ભરમાં વરતાઈ રહી છે સાવજો ગમે ત્યારે ગમે તે ગામ માં ઘુસી પાલતુ અને કિંમતી પશુ ઓ ના મારણ કરી રહ્યા છે ત્યારે ખામ્ભા તાલુકા ના બારમણ ગામે વહેલી સવાર ના ગામ માં જ આવેલ ગૌ શાળા ની પંદર ફૂટ ઊંચી દીવાલ ટપી ને અંદર ઘુસ્યા હતા અને ગાયો ના ધણ વાંહે શિકાર માટે દોડ કાઢી હજારો ગાયો ને ભગાડી હતી ત્યારે વહેલી સવારે દેકારો થતા ગૌ શાળા ના સંચાલકો જાગી ગયા હતા ત્યારે એક સિંહ એક ગાય ને દબોચી લેતા ગામ ના સરપંચ દેવશી ભાઈ વાઢેર ધોકો લાઈ ને સાવજ સામે દોડ્યા અને બહાદુરી પૂર્વક તે સાવજ ને ગૌ શાળા માંથી દૂર ભગાડી મુક્યો હતો જેથી ગૌ શાળા નીંહજારો ગાયો નાજીવ બચી જવા પામ્યા હતા જેથી હાલ ગૌ પ્રેમી ઓ માં દેવશી ભાઈ ની પ્રશ્નશા થઈ રહી છે . અને નાના એવા બારમણ માં હાલ સિંહ ઘુસવા ની ઘટના ટોક ઓફ ધી ટાઉન બની છે ત્યારે આ સિંહ ઘુસી ને ગાયો પાછળ દોડવા ની સમગ્ર ઘટના ગૌ શાળા ના સી સી ટી વી માં કેદ થઈ જવા પામી હતી જેથી હાલ ગૌ શાળા ના સંચાલકો અને ગ્રામ ના અગ્રણી કમલેશ ભાઈ વાઢેર દ્વારા વન વિભાગ ને જાણ કરાઈ હતી અને વન વિભાગ દ્વારા અહીં નિયમિત ફેરણાં થાય તેવી માંગ કરી હતી