ગાય નગરી ગાંધીનગર

ગુજરાતની રાજધાની ગાંધીનગર ને વાઈ ફાઈ સીટી અને સ્માર્ટ સિટીનો દરજ્જો આપવામાં આવેલ છે.વિકાસની દિશામાં હરણફાણ ભરી રહ્યુ છે તેવા પોકળ દાવાઓ સરકારશ્રી તરફથી કરવામાં આવી રહ્યા છે.પરંતુ હકીકત કાંઈ જુદીજ હોય તેવું માલુમ પડી રહ્યુ છે.રજધાનીનો રોડ,પાણી અને ગટર વ્યવસ્થા પહેલા પાટનગર યોજના R & B  વિભાગ હસ્તક હતી હવે આ વ્યવસ્થામાંથી અમુક વ્યવસ્થા નગરપાલિકા હસ્તક છે.જેઓ દ્વારા પ્રોપર્ટીટેક્ષના નામે  મોટી રકમ પણ વસૂલ કરવામાં  આવી રહી છે  અને જો ઊદ્યોગકાર દ્વારા ટેક્ષ ભરવામાં વહેલું મોડુ થાયતો ઊદ્યોગને સીલ મારવાની ધમકીઓ નગરપાલિકાના અધિકારીઓ દ્વારા આપવામાં આવે છે,
આટલા મોટા ટેક્ષ ભરવા છતાં પણ જી.આ.ઈ્ડી.સી સેકટર ૨૮ પાયાની જરૂરિયાતોથી વંચિત છે . જી.આ.ઈ ડી.સી  ખાતે ઠેરઠેર કચરાના ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે અને રખડતા ઢોરો અને શેરી કુતરાઓનો ત્રાસ વધી ગયો છે.ઠેર ઠેર ગેરકાયદેસર દબાણો વધી રહ્યા છે.જાણે અજાણે સરકાર શ્રી તરફથી ઓરમાયું વર્તન થઈ રહ્યુ હોય તેવું ઊદ્યોગકારો અનુભવી રહ્યા છે.જી.આ.ડી.સી ને અડીને આવેલ આદિવાડા ગામના રહેવાસી ઓ દ્વારા ઢોરના મળમૂત્રના ઢગલા જી.આ.ઈ.ડી.સીમાં મુખ્ય રસ્તાઓ પાસે કરવામાં આવે છે.ગામવાસીઓને વારંવાર રજુઆત કરવા છતાં કોઈ નક્કર પરિણામ આવતું નથી અને તેઓની સાથે ઉદ્યોગકારોને ઘર્ષણનો સામનો કરવો  પડે છે.
રાજધાનીની જી.આ.ઈ.ડી.સી.માં સાર્વજનિક શૌચાલય અને જાહેર પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી જોવા મળી રહી . સેકટર ૨૮ જી.આ.ઈ.સી. ના ઊદ્યોગકારો આવા ઘણા પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે જેનુ યોગ્ય નિવારણ સરકાર  જે તે વિભાગની જવાબદારી નક્કી કરી  જલદીથી લાવે તેવું ઊદ્યોગકારો ઈચ્છી રહ્યા છે.