ગિરનાર સ્પર્ધામાં બે વર્ષમાં ૨૩૪૨ લોકોએ ભાગ લીધો

રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા માટે પ્રતિવર્ષ ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં બે વર્ષમાં ૨૩૪૨ યુવક-યુવતીઓએ ભાગ લીધો છે આ માટે રૂ ૨૬.૫૮ લાખનો ખર્ચ કરાયો છે. સ્પર્ધા ૧૯૭૧માં શરૂ થઈ હતી અને આજે રાજ્ય-રાષ્ટ્રકક્ષાએ બે સ્પર્ધા યોજાય છે. રાજ્યકક્ષાની સ્પર્ધા જાન્યુઆરીમાં અને રાષ્ટ્રકક્ષાની સ્પર્ધા ફેબ્રુઆરીમાં યોજાય છે. પ્રથમ વિજેતાને રૂ.૫૭૫૦નું ઇનામ અપાય છે.