ગુજરાતના એકમાત્ર વાઘનો શિકાર નહીં, સન્માન સાથે અગ્નિ સંસ્કાર

27 વર્ષ પછી ગુજરાતમાં દેખાયેલા વાઘની નોંધ વન વિભાગે કરી તેના થોડા જ દિવસમાં તેનું મૃત્યું થયું હતું અને તેના અંતિમ સંસ્કાર કરાયા છે. લુણાવાડા નજીક કંતારના જંગલમાંથી મૃતદેહ મળતા અનેક પ્રશ્નો ઉપસ્થિત થઇ રહ્યા હતા.  વન વિભાગના નવ નિષ્ણાતોની કમીટીની હાજરીમાં તબીબોની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતું. જેમાં વાઘના શરીર પર કોઇ પણ પ્રકારની ઇજા કે મારેલાના ચિન્હો ન હતા. પીએમ બાદ ત્યાં જ તેના મૃતદેહ નો રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવા માં આવ્યા હતા.

તબીબો દ્વારા ત્રીસ જેટલા અલગ અલગ સેમ્પલ લેવામાં આવ્યા હતા. મૃતક વાઘના 18 નખ, 2 જડબાના દાંત, ચામડી તથા તમામ અવયવો સુરક્ષિત હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતુ. તેમના જણાવ્યા અનુસાર વાઘના કેટલાક અવયવો સડી ગયેલા હતા.

શિકાર થયો હોવાની વાતને કોઈ સમર્થન મળતું નછી. વિશેરાનો અહેવાલ આવ્યા બાદ આખરી અહેવાલ જાહેર કરાશે.  નેશનલ ટાઇગર કર્ન્ઝવેશન ઓથોરીટી (એનટીસીએ)ની ગાઇડ લાઇન મુજબ નવ નિષ્ણાતોની કમીટી બનાવવામાં આવી હતી. જેમાં વડોદરાના મુખ્ય વન સંરક્ષક, એનટીસીએના પ્રતિનિધિ, ગીર ફાઉન્ડેશનના પશુચિકિત્સક, એક એનજીઓના પ્રતિનિધિ, જીલ્લા પશુપાલન નિયામક અને તેમની સાથે ત્રણ પશુચિકિત્સક ઉપરાંત નાયબ વન સંરક્ષક મહિસાગરનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

વાઘ 11 ફેબ્રુઆરી 2019ના રોજ સંત માતરોના જંગલમાં નાઇટ વિઝન કેમેરામાં જોવા મળ્યો હતો. સ્થળેથી 15 કિલોમીટર ચાલી ને કતાર ના જંગલ માં આવી ગયો હતો. વાઘનું મોત 4 દિવસ પહેલા થયું હતું. વાઘની ઉંમર 6-7 વર્ષની હતી. તેની ઊંચાઈ 262 સેન્ટિમીટર અને 71.400 કિલોગ્રામ વજન હતું.