ગુજરાતના કોરિયોગ્રાફર અને ડાન્સર દર્શન પંડ્યા “સ્ટેટસ ઓફ ડાન્સ” માં

ગુજરાતના કોરિયોગ્રાફર અને ડાન્સર દર્શન પંડ્યા ડાન્સ ક્ષેત્રમાં ગુજરાતને ગૌરવ અપાવી રહ્યા છે. હવે રાષ્ટ્રીય કક્ષાના નૃત્ય સ્પર્ધામાં ભાગ લઈને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

મોરબીમાં ડાન્સ કલાસીસના સંચાલક એવા યુવા કોરિયોગ્રાફર દર્શન પંડ્યા ફરી એકવાર નેશનલ લેવલની ડાન્સ ચેમ્પિયનશીપમાં સિલેક્ટ થયા છે અગાઉ પણ અનેક નેશનલ લેવલની ડાન્સ કોમ્પીટીશનમાં તેઓ ભાગ લઈને મોરબીનું ગૌરવ વધાર્યું છે

આગામી દિવસોમાં ઉત્તરાખંડના દહેરાદુનમાં સ્ટેટ્સ ઓફ ડાંસ સ્પર્ધાનું આયોજન થવાનું છે જેમાં ગુજરાતના એકમાત્ર દર્શન પંડ્યા સિલેક્ટ થયા છે જે નેશનલ સ્પર્ધામાં ગુજરાતને રીપ્રેઝન્ટ કરશે.

યુવા ડાન્સર દર્શન પંડ્યા અગાઉ લફ્ઝો કા ટશન.સહિતની સ્પર્ધાઓ અને રીયાલીટી શોમાં પણ ભાગ લઇ ચુક્યા છે અને હવે દહેરાદુનમાં તા. ૨૨ ડિસેમ્બરે નેશનલ સ્પર્ધામાં ફાઈનલ યોજાશે.

મોરબીનો યુવા ડાન્સર દર્શન પંડ્યા જે M.J ડાન્સ ક્લાસીસના કોરિયોગ્રાફર છે. અને દર્શન પંડ્યા ૨૨ ડિસેમ્બર દહેરાદુન (ઉત્તરાખંડ) માં “સ્ટેટસ ઓફ ડાન્સ” માં ગુજરાત અને મોરબીનું પ્રતિનિધિત્વ કરશે અને પર્ફોમ રજુ કરશે. દર્શન પંડ્યા આ પહેલા પણ ઘણા બધા નેશનલ લેવલના ડાન્સ કોમ્પીટીશન અને ચેમ્પીયનશીપ જીતી ચુકયા છે. અને ગૌરવની વાત એ છે કે તેમણે ડાન્સ ડ્રીમ, ઈન્ડીયન ડાન્સ આયટલ, સ્ટાર ઓફ ગુજરાત, લફ્ઝો કા ટશન જેવા અનેક રિયાલિટી શો કરેલ છે.

દર્શન પંડ્યા નેશનલ લેવલની ડાન્સ ચેમ્પિયનશિપમાં સિલેક્ટ થતા મિત્રો-સંબંધીઓ-કુંટુબીઓ સ્નેહીજનો શુભેચ્છા પાઠવી રહ્યા છે. સાથે જ ગુજરાત અને મોરબીને ડાન્સક્ષેત્રે ગૌરવ પ્રાપ્ત કરાવે તેવા આર્શિવાદ આપી રહ્યા છે.