વાઈબ્રન્ટ ગુજરાત, 2009 માં 1,653 મોટા પ્રોજેક્ટ્સ માટે એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા. જેમાં નરેન્દ્ર મોદીની હાજરીમાં ગુજરાત વડોદરાના સૌથી મોટા રૂ.28 હજાર કરોડના કૌભાંડી સાંડેશરા ગૃપે રૂ.30 હજાર કરોડનું રોકાણ કરવા માટે સમજૂતી કરારો કર્યા હતા. સાંડેશરા જૂથ ધોલેરામાં રૂ.30 હજાર કરોડનું રોકાણ કરવાના હોવાની જાહેરાત નરેદ્ર મોદીની સરકારે કરી હતી. આજે ત્યાં ઝાડવા ઉગેલા છે. એક રૂપિયાનું રોકાણ થયું નથી. ગુજરાત સરકાર સાથે કરેલા કરારો હજું 2019 સુધી ચાલું છે.
લોકોને છેતરવા માટે જ આવા રોકાણો થયા હોવાના બનાવટી સમજૂતી કરારો થયા હતા. જે રોકાણકારોમાં યુનિવર્સલ સક્સેસ ગ્રૂપ (1 ટ્રિલિયન), હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ (40,000 કરોડ), અદાણી ગ્રુપ લિમિટેડ (30,000 કરોડ રૂપિયા), વડોદરા સ્થિત સેંડસેરા ગ્રૂપ (રૂ. 30,000 કરોડ) નો સમાવેશ થાય છે. હોટ્લબમ (30,000 કરોડ રૂપિયા) અને ભૂતપૂર્વ તકેદારી કમિશનર એન વિટ્ટલના અધ્યક્ષ ગુજરાત વિટ્ટલ ઇનોવેશન સિટી લિ. (રૂ. 11,300 કરોડ)નો સમાવેશ થતો હતો.
છેલ્લાં 10 વર્ષમાં એક રૂપિયાનું રોકાણ આ કંપનીઓએ ધોલેરામાં કર્યું નથી. વૈશ્વિક આર્થિક મંદીના પગલે, જાન્યુઆરી 2009માં વાયબ્રંટ ગુજરાત થયું હતું. જેમાં વિશ્વ કક્ષાની કંપનીઓએ આવીને સાવ મફતમા પ્રસિદ્ધિ લેવા અને ગુજરાતની ભાજપ સરકારના ખોટા પ્રચારમાં ભાગ લેવા માટે ધોખો આપ્યો હતો. 2009ના વર્ષની ટોચની કંપનીઓએ ગુજરાતમાં મૂડી રોકાણ કરવા માટે ભાજપની સરકાર સાથે કરાર કર્યા હતા.