ગુજરાતના સૌથી મોટા હાઉસિંગ કૌભાંડનો પર્દાફાશ

કોબ્રાપોસ્ટ વેબસાઇટના ઇન્વેસ્ટીગેશનમાં ગુજરાતમાં હાઉસિંગ ફાઇનાન્સના સૌથી મોટા કોંભાડનો પર્દાફાશ થયો છે. કોંબ્રાપોસ્ટના ઇન્વેસ્ટીગેશનમાં DHFL કોંભાંડમાં ગુજરાતના ધર્મદેવ બિલ્ડરનું નામ ખુલ્યું છે. ધર્મદેવના ઉમંગ ઠક્કર અને DHFLએ મળીને રૂ 1160 કરોડનું કૌભાંડ કર્યું છે. ધર્મદેવ બિલ્ડરે ફર્જી કંપની બનાવી DHFL પાસેથી રૂ 1160 કરોડની લોન લીધી. ધર્મદેવ બિલ્ડરે પાંચ શેલ કંપની બનાવી રૂ 1160 કરોડ ભેગા કર્યા. 1160 રૂ. કરોડમાંથી મોટાભાગના પૈસા DHFLને પાછલા બારણે ચુકવ્યા. 1160 રૂ. કરોડની લોન છતા ધર્મદવે કોંભાંડ આચરીને કંપનીને કાચી પાડી.

DHFL પાસેથી કરોડોની લોન લેવા ધર્મદેવ બિલ્ડરે 5 ફર્જી કંપનીઓ ખોલી
ધર્મદેવની સત્ય સંક્લપ બિલ્ડકોનને DHFLએ રૂ.680 કરોડની લોન આપી.
ધર્મદેવની અંબિકા લીઝીંગને DHFLએ રૂ 120 કરોડની લોન આપી
ધર્મદેવની વધારે એક કંપની એમ.એસ. ઇન્ફાને DHFLએ રૂ 120 કરોડની લોન આપી
ધર્મદેવની બીજી એક કંપની નેત્રા મેડિસિનને DHFLએ રૂ 120 કરોડની લોન આપી
ધર્મદેવની વધારે એક કંપની વાણી બિલ્ડરને DHFLએ રૂ 120 કરોડની લોન આપી

ધર્મદેવની પાંચ કંપનીને DHFLએ રૂ 1160 કરોડની લોન આપી હતી. ધર્મદેવ પાસે એક બાજુ રૂ 1160 કરોડની લોન તો બીજી બાજુ કંપનીની નાદારી નોંધાવી હતી. સરકારી ચોપડે ધર્મદેવના પ્રોજક્ટ અપુરતા નાણાને કારણે કેન્સલ થયા. એકબાજુ કરોડોની લોન બીજી બાજુ નાણા વગર પ્રોજેક્ટ અધુરા બતાવ્યા. પ્રોજેક્ટમાંથી ખસી જઇને ધર્મદેવે કરોડો રુપિયા DHFL આપ્યાનો આરોપ લગાવ્યો. બોગસ કંપનીઓઓ બનાવી ધર્મદેવ અને DHFLએ બેંકોના કરોડો ડૂંબાડ્યા. પ્રજાના ટેક્સની કમાણી ધર્મદેવ અને DHFL પોતાની હિત માટે વાપર્યા.

આરોપ શું છે?
કોબરા પોસ્ટે ખુલાસો કર્યો છે કે DHFL કંપનીએ 31 હજાર કરોડનું કૌભાંડ કર્યું
DHFLએ આ કૌભાંડ કરવા માટે બનાવટી કંપનીઓનો સહારો લીધો
સામાન્ય માણસની કમાણીના નાણાંની હેરાફેરી કરીને પોતે સંપત્તિ બનાવી
DHFLએ નાણાંને દેશની બહાર મોકલ્યાનો કોબરા પોસ્ટે દાવો કર્યો છે
2014-15માં અને 2016-17માં ભાજપને 20 કરોડ દાનમાં આપ્યાનો કોબરા પોસ્ટનો દાવો
વર્ધવાન પરિવારની ત્રણ કંપનીઓ દ્વારા ભાજપને 20 કરોડ આપ્યોનો દાવો
જ્યારે કે કંપનીની બેલેંસશીટમાં દાનનો કોઈ ઉલ્લેખ નથી
કોબરાપોસ્ટના મતે DHFLનું આ કૌભાંડ સૌથી મોટું આર્થિક કૌભાંડ છે
જાહેર દસ્તાવેજોના આધારે કોબરા પોસ્ટે DHFL પર લગાવ્યો છે આરોપ
DHFLની કુલ સંપત્તિ 8700 કરોડ છે જ્યારે કે તેનું દેવુ 96 હજાર કરોડ રૂપિયા છે
બેંકોએ DHFLને 37 હજાર કરોડ રૂપિયા આપ્યા છે
SBIએ DHFLને 11500 કરોડ અને બેંક ઓફ બરોડાએ 5000 હજાર કરોડ આપ્યા
DHFLએ 21477 કરોડ બનાવટી કંપનીઓમાં રોકાણના નામે ટ્રાંસફર કર્યા
કોબરા પોસ્ટનો દાવો છે કે આ નાણાંથી DHFLએ વિદેશમાં સંપત્તિ ખરીદી
યૂકે, દુબઈ, શ્રીલંકા અને મોરીશિયસમાં DHFLએ સંપત્તિ ખરીદ્યાનો દાવો

કેવી રીતે થયું કૌભાંડ?
DHFLએ બનાવટી કંપનીઓ દ્વારા હજારો કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યાનો આરોપ
DHFLએ પહેલા તો બનાવટી એટલે કે શેલ કંપનીઓને લોન આપી
બનાવટી કંપનીઓ પાસેથી એ નાણાં ફરી DHFL પાસે આવી ગયા
બનાવટી કંપનીઓ પણ DHFLના પ્રમોટર્સની જ હોવાનો દાવો
આ રીતે બનાવટી કંપનીઓને નાણાં આપીને 31 હજાર કરોડનું કૌભાંડ કર્યું
બનાવટી કંપનીઓનું એડ્રેસ પણ એક જ સ્થળે હોવાનો દાવો
શેલ કંપનીઓનું ઓડિટ પણ એક જ ઓડિટ ફર્મ પાસે કરાવાતું હતું
જે કંપનીઓને લોન આપી છે તેની પાસેથી પરત આવે તેમ નથી તેવું નાટક કર્યું
લોન પરત ન આવી પણ એ નાણાં તો DHFL પાસે પરત આવી ગયા
બનાવટી કંપનીઓ દ્વારા એ નાણાં DHFLના પ્રમોટર્સે લઈ લીધા
આ નાણાંથી વિદેશમાં DHFLના પ્રમોટર્સે સંપત્તિ ખરીદી લીધી

ધર્મદેવ ઈફ્રા પર શું છે આરોપ?
ધર્મદેવ ઈફ્રા અમદાવાદ અને ગુજરાતની જાણીતી કંપની છે
2017ની વિધાનસભા ચૂંટણી પહેલા ધર્મદેવે 5 બનાવટી કંપની બનાવી
આ બનાવટી કંપનીઓને 1160 કરોડ રૂપિયા DHFLએ આપ્યા
અંબિકા લિ{યગ એડ્સ પ્રા.લીને DHFLએ 120 કરોડ રૂપિયા આપ્યા
MS ઈન્ફ્રાને 120 પણ DHFLએ 120 કરોડ રૂપિયા આપ્યા
નેત્રા મેડિસિન્સને પણ DHFLએ 120 કરોડ રૂપિયા આપ્યા
વાણી બિલ્ડકોન નામની કંપનીને પણ DHFLએ 120 કરોડ લોન પેટે આપ્યા
સત્યસંકલ્પ બિલ્ડકોન કંપનીને 680 કરોડ રૂપિયા DHFLએ આપ્યા
આ તમામ 5 કંપનીઓ ધર્મદેવ હાઉસ અમદાવાદના નામે રજીસ્ટર્ડ થઈ છે
હવે આ 5 કંપનીઓ કર્જ ચૂકવી શકે તેમ નથી તેવું DHFL કહે છે
DHFL અને ધર્મદેવ વચ્ચે શું કનેક્શન છે તેનો કોબરાપોસ્ટે વિસ્તૃત ખુલાસો નથી કર્યો
DHFLએ ધર્મદેવની શેલ કંપનીઓને લોન આપ્યાની દસ્તાવેજોમાં પુષ્ટિ

ધર્મદેવ ઈફ્રા પર મોટા સવાલ
શું ધર્મદેવ અને DHFLનું કનેક્શન શું છે?
શું ધર્મદેવ ઈફ્રાના માલિકો DHFLના કૌભાંડને જાણે છે?
શું ખરેખર ધર્મદેવની 5 કંપનીઓ સાચી છે?
ધર્મદેવની કંપનીઓ બનાવટી હોવાના કોબરાપોસ્ટના આરોપમાં તથ્ય કેટલું?
શું ખરેખર ધર્મદેવની 5 કંપનીઓને 1100 કરોડની લોન મળી છે?
શું જાહેર બેંકોના નાણાંથી ખેલ ચાલી રહ્યાંની ધર્મદેવને જાણ છે?
શું ધર્મદેવની લોન મેળવનારી કંપનીઓનું કામ શું છે?
ધર્મદેવ અને DHFL વચ્ચે વિધાનસભા ચૂંટણી પહેલા કેમ ડીલ થઈ?
શું વિધાનસભા ચૂંટણી અને લોન વચ્ચે કોઈ સંબંધ છે ખરો?
શું ધર્મદેવની કંપનીઓ ખરેખર કોઈ સિવિલ કામ કરી રહી છે?
DHFL પાસેથી લોન મેળવનારી કંપનીઓની વિગતો ધર્મદેવની વેબસાઈટ પર કેમ નથી?