ગુજરાતના 40 ટકા એટલે કે 70 ધારાસભ્યોને ઇન્કમટેક્સ વિભાગે નોટીસો મોકલી છે. વિધાનસભાની ચૂંટણીમાં રજૂ કરવામાં આવેલી એફિડેવીટમાં વિસંગતતા હોવાથી આ નોટીસ આપવામાં આવી છે. જે ધારાસભ્યોને નોટીસ મળી છે તેમણે તેમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો સંપર્ક શરૂ કર્યો છે.
ઇન્કમટેક્સની આ નોટીસમાં કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યોનો સમાવેશ થાય છે. જો કે ક્યા ક્યા ધારાસભ્યોને નોટીસ મોકલવામાં આવી છે તેની વિગતો આપવાનો ઇન્કમટેક્સ વિભાગે ઇન્કાર કર્યો છે. આ ધારાસભ્યો જ્યારે વિધાનસભાના ઉમેદવારો હતા ત્યારે તેમણે ભારતના ચૂંટણી પંચને મોકલેવી એફિડેવીટમાં કેટલીક વિસંગતતાઓ જોવામાં આવી છે.
સૂત્રોએ કહ્યું છે કે ભાજપ અને કોંગ્રેસના મળીને કુલ 70 ધારાસભ્યોને આ નોટીસ મોકલવામાં આવી છે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે જેમને નોટીસ મળી છે તેવા ધારાસભ્યોને પસીનો છૂટી રહ્યો છે. તેમણે નોટીસનો જવાબ આપવા માટે તેમના આઇટી વિભાગની જવાબદારી સંભાળતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો સંપર્ક શરૂ કર્યો છે.
ગુજરાતમાં આટલી મોટી સંખ્યામાં ધારાસભ્યો કે રાજકીય નેતાઓને એકસાથે નોટીસ મળી હોય તેવો પહેલો કિસ્સો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પૂછતાં તેમણે કહ્યું હતું કે મને કોઇ નોટીસ મળી નથી પરંતુ મને ખબર છે કે બન્ને પાર્ટીના કેટલાક ધારાસભ્યોને નોટીસ આપવામાં આવી છે. જન પ્રતિનિધિઓના રૂપમાં ઇન્કમટેક્સ વિભાગની પ્રક્રિયાનું પાલન કરવું અમારૂં કર્તવ્ય છે.
તેમણે કહ્યું કે ભારતના ચૂંટણી પંચે ઇન્કમટેક્સ વિભાગને તમામ ઉમેદવારોની એફિડેવીટ ચેક કરવાનું કહ્યું હતું. આઇટી વિભાગે તથ્યોને સાબિત કરવા માટે આ નોટીસ પાઠવી છે. સૂત્રો કહે છે કે એફિડેવીટમાં બતાવેલી નાણાકીય વિગતો અને આઇટી રિર્ટનમાં કેટલીક વિસંગતતાઓ હોવાનું માલૂમ પડ્યું છે.
ઇન્કમ ટેક્સની નોટીસના કારણે ગાંધીનગરમાં રાજનૈતિક ઝટકા લાગ્યા છે. વિધાનસભા પરિસરમાં ધારાસભ્યો વચ્ચે નોટીસની બાબતમાં ચર્ચા શરૂ થઇ છે. ગુજરાતમાં ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓને એ બાબતની પુષ્ટી કરી છે કે ધારાસભ્યોને નોટીસ આપવામાં આવી છે પરંતુ ગુપ્તતાના નિયમોના કારણે ધારાસભ્યોના નામ જાહેર કરવામાં આવતા નથી.
એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે વિભાગના પસંદ કરાયેલા અધિકારીઓ વિધાનસભાની ચૂંટણી પહેલાં ચૂંટણી પંચ દ્વારા રચવામાં આવેલી સતર્કતા ટીમોનો હિસ્સો હતા. ઉમેદવારોએ એફિડેવીટ રજૂ કર્યા પછી તેની તપાસ શરૂ કરી હતી.
જો કે ઇન્કમ ટેક્સ વિભાગે ધારાસભ્યોને વિસંગતતાઓ દૂર કરવા માટે સમય આપ્યો છે. જો સ્પષ્ટીકરણ અને ખુલાસા સુસંગત નહીં હોય તો કસૂરવાર ધારાસભ્ય સામે આઇટી એક્ટ હેઠળ પગલાં પણ ભરવામાં આવી શકે છે.
કયા ધારાસભ્યોની કેટલી આવક ?
| ક્રમ | નામ | વાર્ષિક આવક (રૂ.માં) |
| 1 | ધનજીભાઈ પટેલ | 3.90 કરોડ |
| 2 | પબૂભા માણેક | 2.69 કરોડ |
| 3 | અરવિંદકુમાર પટેલ | 2.29 કરોડ |
| 4 | જિતુભાઈ ચૌધરી | 1.07 કરોડ |
| 5 | સૌરભ પટેલ | 1.06 કરોડ |
| 6 | બાબુભાઈ બોખિરિયા | 84 લાખ |
| 7 | કનુભાઈ દેસાઈ | 71 લાખ |
| 8 | વિરેન્દ્રસિંહ જાડેજા | 50.19 લાખ |
| 9 | શૈલેષ મહેતા | 47.17 લાખ |
| 10 | જયેશ રાદડિયા | 44.73 લાખ |
| 11 | રમેશભાઈ પટેલ | 39.90 લાખ |
| 12 | જવાહર ચાવડા | 36.93 લાખ |
| 13 | ગણપત વસાવા | 35.13 લાખ |
| 14 | રાજેન્દ્રસિંહ ચાવડા | 34.73 લાખ |
| 15 | ભાવેશ કટારા | 34.00 લાખ |
| 16 | યોગેશ પટેલ | 31.28 લાખ |
| 17 | સુરેશકુમાર પટેલ | 31.05 લાખ |
| 18 | ભૂપેન્દ્ર પટેલ | 30.36 લાખ |
| 19 | બાબુ જમના પટેલ | 28.03 લાખ |
| 20 | ચંદનજી ઠાકોર | 27.59 લાખ |
| 21 | પરસોત્તમ સોલંકી | 26.59 લાખ |
| 22 | સંતોકબહેન અરેઠિયા | 25.61 લાખ |
| 23 | રમણલાલ પાટકર | 25.17 લાખ |
| 24 | મોહનસિંહ રાઠવા | 24.08 લાખ |
| 25 | જેઠા ભરવાડ | 23.20 લાખ |
| 26 | રમણભાઈ પટેલ | 21.63 લાખ |
| 27 | મધુ શ્રીવાસ્તવ | 21.34 લાખ |
| 28 | ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા | 19.56 લાખ |
| 29 | વિક્રમ માડમ | 19.36 લાખ |
| 30 | જગદીશ પંચાલ | 18.84 લાખ |
| 31 | મહેશકુમાર પટેલ | 18.71 લાખ |
| 32 | ઋષિકેશ પટેલ | 18.03 લાખ |
| 33 | વિજય રૂપાણી | 18.01 લાખ |
| 34 | પંકજ દેસાઈ | 17.15 લાખ |
| 35 | ભગવાન બારડ | 17.15 લાખ |
| 36 | કુબેર ડિંડોર | 16.33 લાખ |
| 37 | દુષ્યંત પટેલ | 15.65 લાખ |
| 38 | કાંતિભાઈ પરમાર | 15.44 લાખ |
| 39 | અલ્પેશ ઠાકોર | 15.42 લાખ |
| 40 | પ્રદિપસિંહ જાડેજા | 15.28 લાખ |
| 41 | વલ્લભ કાકડિયા | 15.22 લાખ |
| 42 | શૈલેષ પરમાર | 14.25 લાખ |
| 43 | અરૂણસિંહ રાણા | 13.93 લાખ |
| 44 | હસમુખ પટેલ | 13.21 લાખ |
| 45 | મુકેશ પટેલ | 13.02 લાખ |
| 46 | કનુભાઈ પટેલ | 12.99 લાખ |
| 47 | પરસોત્તમ સાબરિયા | 12.67 લાખ |
| 48 | ધર્મેન્દ્રસિંહ જાડેજા | 12.58 લાખ |
| 49 | કેતન ઈનામદાર | 12.41 લાખ |
| 50 | પૂર્ણેશ મોદી | 12.10 લાખ |
| 51 | પરબત પટેલ | 11.85 લાખ |
| 52 | નિતીન પટેલ | 11.73 લાખ |
| 53 | કિશોર કાનાણી | 11.66 લાખ |
| 54 | મહમ્મદજાવેદ પિરઝાદા | 11.59 લાખ |
| 55 | જયદ્રથસિંહ પરમાર | 11.53 લાખ |
| 56 | ગોવિંદ પટેલ | 11.08 લાખ |
| 57 | જિતેન્દ્ર સુખડિયા | 10.75 લાખ |
| 58 | કિશોર ચૌહાણ | 10.62 લાખ |
| 59 | સી. કે. રાઉલજી | 10.52 લાખ |
| 60 | દિલીપ ઠાકોર | 10.07 લાખ |
| 61 | વાસણ આહિર | 10.07 લાખ |
| 62 | ભરતસિંહ ડાભી | 10.07 લાખ |
| 63 | અનિલ જોષિયારા | 9.94 લાખ |
| 64 | પિયુષ દેસાઈ | 9.89 લાખ |
| 65 | નરેશ પટેલ | 9.78 લાખ |
| 66 | ઈશ્વરસિંહ પટેલ | 9.71 લાખ |
| 67 | રાજેન્દ્ર ત્રિવેદી | 9.61 લાખ |
| 68 | વિનોદ મોરડિયા | 9.59 લાખ |
| 69 | ભરત પટેલ | 9.51 લાખ |
| 70 | મોહનભાઈ ધોડિયા | 9.51 લાખ |
નોંધ – 70થી વધુની સંખ્યાના ધારાસભ્યોની આવક 10 લાખથી નીચે છે. તેથી તેઓ આવકવેરામાં આવી શકે તેમ નથી.
ગુજરાતના ધારાસભ્યોની આવક કેટલી
45 ધારાસભ્યો એવા છે કે જેમની આવક રૂ. 13 લાખથી 3 કરોડ સુધી છે. 137 ધારાસભ્યોની આવક 12 લાખથી નીચે છે.
182 ધારાસભ્યોમાંથી એક પણ ધારાસભ્યએ પોતાના પગાર વધારાનો વિરોધ વિધાનસભામાં કર્યો ન હતો. ચૂંટાતા પહેલાં ધારાસભ્યોની આવક કેટલી હતી? વિધાનસભામાં માત્ર 20 ધારાસભ્યો એવા છે કે તેણે એવી જાહેરાત કરી છે કે તેમની આખા વર્ષની આવક શૂન્ય છે.
| ધારાસભ્યની સંખ્યા | વર્ષે આવક (લાખમાં) |
| 8 | રૂ. 2 |
| 8 | રૂ. 3 |
| 13 | રૂ. 4 |
| 15 | રૂ. 5 |
| 6 | રૂ. 6 |
| 14 | રૂ. 7 |
| 23 | રૂ. 8 |
| 13 | રૂ. 9 |
| 6 | રૂ. 10 |
| 6 | રૂ. 11 |
| 6 | રૂ. 12 |
ગુજરાતમાં ગ્રેજ્યુએટથી પણ વધુ અભ્યાસ કર્યો હોય તેવા ધારાસભ્યો કરતાં ઓછુ ભણેલા ધારાસભ્યોની આવક વધુ છે. આજે વિધાનસભામાં ધારાસભ્યો અને મંત્રીઓના પગાર વધારા મામલે વિધેયક પસાર થઈ ગયું સામાન્ય પગાર કરતાં હવે 50 ટકા પગાર વધુ મળશે. સામાન્ય પ્રજા મોંઘવારીમાં પિસાઈ રહી છે ત્યારે એક કરોડ રૂપિયાની કારમાં ફરતા ધારાસભ્યોને હાલમાં આ પગાર વધારો ઓછો પડી રહ્યો હતો. હવે ધારાસભ્યોને પગાર વધારાથી બખ્ખાં થઈ જશે.
દેશના ધારાસભ્યોની આવક કેટલી?
1,052 (33%) ધારાસભ્યોની શૈક્ષણિક લાયકાત પાંચમી પાસથી ધોરણ 12 વચ્ચેની હોય તેમની વાર્ષિક સરેરાશ આવક રૂ. 31. 03 લાખ છે.
1,997 (63%) MLA સ્નાતક અને ઉપરની શૈક્ષણિક લાયકાત ધરાવે છે જેમની સરેરાશ વાર્ષિક આવક રૂ. 20.87 લાખ છે.
જે ધારાસભ્યો ઓછું ભણેલા છે તેમની સરેરાશ વાર્ષિક રૂ. 89.88 લાખ છે. જે સાવ અભણ MLA છે તેમની સરેરાશ વાર્ષિક આવક રૂ. 9. 31 લાખ છે.
1,402 વિધાનસભ્યોની ઉંમર 25-50 વર્ષ વચ્ચેની છે, જેની સરેરાશ વાર્ષિક આવક રૂ. 18.25 લાખ છે.
1,727 ધારાસભ્યોની ઉંમર 51-80 વર્ષ વચ્ચેની છે, જેની સરેરાશ વાર્ષિક આવક રૂ. 29.32 લાખ છે.
11 ધારાસભ્યોની ઉંમર 81-90 વર્ષ વચ્ચેની છે, જેની સરેરાશ વાર્ષિક આવક રૂ. 87.71 લાખ છે, જ્યારે 2 ધારાસભ્યોએ તેમની ઉંમર 90 વર્ષથી વધુ જાહેર કરી છે, જેની સરેરાશ વાર્ષિક આવક રૂ. 60.91 લાખ છે.
258 (8%) ધારાસભ્ય મહિલા છે. સામાન્ય રીતે પુરૂષ ધારાસભ્ય વાર્ષિક સ્વ-આવક રૂ. 25.85 લાખ, જ્યારે મહિલા ધારાસભ્યની આવક રૂ. 10. 53 લાખ છે.
જાતે પગાર વધારો
આટલી આવક મળતી હોવા છતાં તેઓ પગાર તો લે છે. અને પગાર વધારો જાતે જ કરી લે છે. કોંગ્રેસે પગાર વધારા મુદ્દે સરકારના નિર્ણયને આવકાર્યો છે. વિરજી ઠુમર, ધવલસિંહ પરમાર, અમરિષ ડેર, જેવા કોંગ્રેસના ધારાસભ્યો પણ પગાર વધરાને આવકારી રહ્યાં છે. ધારાસભ્યોના પગાર વધારાના વિધેયકને લઈને લોકોમાં રોષ છે. લોકો મોંઘવારીની મારમાં પીસાઈ રહ્યા છે.
ગુજરાતી
English


