ગુજરાતના 70 ધારાસભ્યોને આવકવેરાની નોટીસ ફટકારી, કોણ છે એ ધારાસભ્યો ?

ગુજરાતના 40 ટકા એટલે કે 70 ધારાસભ્યોને ઇન્કમટેક્સ વિભાગે નોટીસો મોકલી છે. વિધાનસભાની ચૂંટણીમાં રજૂ કરવામાં આવેલી એફિડેવીટમાં વિસંગતતા હોવાથી આ નોટીસ આપવામાં આવી છે. જે ધારાસભ્યોને નોટીસ મળી છે તેમણે તેમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો સંપર્ક શરૂ કર્યો છે.

ઇન્કમટેક્સની આ નોટીસમાં કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યોનો સમાવેશ થાય છે. જો કે ક્યા ક્યા ધારાસભ્યોને નોટીસ મોકલવામાં આવી છે તેની વિગતો આપવાનો ઇન્કમટેક્સ વિભાગે ઇન્કાર કર્યો છે. આ ધારાસભ્યો જ્યારે વિધાનસભાના ઉમેદવારો હતા ત્યારે તેમણે ભારતના ચૂંટણી પંચને મોકલેવી એફિડેવીટમાં કેટલીક વિસંગતતાઓ જોવામાં આવી છે.

સૂત્રોએ કહ્યું છે કે ભાજપ અને કોંગ્રેસના મળીને કુલ 70 ધારાસભ્યોને આ નોટીસ મોકલવામાં આવી છે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે જેમને નોટીસ મળી છે તેવા ધારાસભ્યોને પસીનો છૂટી રહ્યો છે. તેમણે નોટીસનો જવાબ આપવા માટે તેમના આઇટી વિભાગની જવાબદારી સંભાળતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો સંપર્ક શરૂ કર્યો છે.

ગુજરાતમાં આટલી મોટી સંખ્યામાં ધારાસભ્યો કે રાજકીય નેતાઓને એકસાથે નોટીસ મળી હોય તેવો પહેલો કિસ્સો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પૂછતાં તેમણે કહ્યું હતું કે મને કોઇ નોટીસ મળી નથી પરંતુ મને ખબર છે કે બન્ને પાર્ટીના કેટલાક ધારાસભ્યોને નોટીસ આપવામાં આવી છે. જન પ્રતિનિધિઓના રૂપમાં ઇન્કમટેક્સ વિભાગની પ્રક્રિયાનું પાલન કરવું અમારૂં કર્તવ્ય છે.

તેમણે કહ્યું કે ભારતના ચૂંટણી પંચે ઇન્કમટેક્સ વિભાગને તમામ ઉમેદવારોની એફિડેવીટ ચેક કરવાનું કહ્યું હતું. આઇટી વિભાગે તથ્યોને સાબિત કરવા માટે આ નોટીસ પાઠવી છે. સૂત્રો કહે છે કે એફિડેવીટમાં બતાવેલી નાણાકીય વિગતો અને આઇટી રિર્ટનમાં કેટલીક વિસંગતતાઓ હોવાનું માલૂમ પડ્યું છે.

ઇન્કમ ટેક્સની નોટીસના કારણે ગાંધીનગરમાં રાજનૈતિક ઝટકા લાગ્યા છે. વિધાનસભા પરિસરમાં ધારાસભ્યો વચ્ચે નોટીસની બાબતમાં ચર્ચા શરૂ થઇ છે. ગુજરાતમાં ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓને એ બાબતની પુષ્ટી કરી છે કે ધારાસભ્યોને નોટીસ આપવામાં આવી છે પરંતુ ગુપ્તતાના નિયમોના કારણે ધારાસભ્યોના નામ જાહેર કરવામાં આવતા નથી.

એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે વિભાગના પસંદ કરાયેલા અધિકારીઓ વિધાનસભાની ચૂંટણી પહેલાં ચૂંટણી પંચ દ્વારા રચવામાં આવેલી સતર્કતા ટીમોનો હિસ્સો હતા. ઉમેદવારોએ એફિડેવીટ રજૂ કર્યા પછી તેની તપાસ શરૂ કરી હતી.

જો કે ઇન્કમ ટેક્સ વિભાગે ધારાસભ્યોને વિસંગતતાઓ દૂર કરવા માટે સમય આપ્યો છે. જો સ્પષ્ટીકરણ અને ખુલાસા સુસંગત નહીં હોય તો કસૂરવાર ધારાસભ્ય સામે આઇટી એક્ટ હેઠળ પગલાં પણ ભરવામાં આવી શકે છે.

કયા ધારાસભ્યોની કેટલી આવક ?

ક્રમનામ  વાર્ષિક આવક (રૂ.માં)
1ધનજીભાઈ પટેલ3.90 કરોડ
2પબૂભા માણેક2.69 કરોડ
3અરવિંદકુમાર પટેલ2.29 કરોડ
4જિતુભાઈ ચૌધરી1.07 કરોડ
5સૌરભ પટેલ1.06 કરોડ
6બાબુભાઈ બોખિરિયા84 લાખ
7કનુભાઈ દેસાઈ71 લાખ
8વિરેન્દ્રસિંહ જાડેજા50.19 લાખ
9શૈલેષ મહેતા47.17 લાખ
10જયેશ રાદડિયા44.73 લાખ
11રમેશભાઈ પટેલ39.90 લાખ
12જવાહર ચાવડા36.93 લાખ
13ગણપત વસાવા35.13 લાખ
14 રાજેન્દ્રસિંહ ચાવડા34.73 લાખ
15ભાવેશ કટારા34.00 લાખ
16યોગેશ પટેલ31.28 લાખ
17સુરેશકુમાર પટેલ31.05 લાખ
18ભૂપેન્દ્ર પટેલ30.36 લાખ
19બાબુ જમના પટેલ28.03 લાખ
20ચંદનજી ઠાકોર27.59 લાખ
21પરસોત્તમ સોલંકી26.59 લાખ
22સંતોકબહેન અરેઠિયા25.61 લાખ
23રમણલાલ પાટકર25.17 લાખ
24મોહનસિંહ રાઠવા24.08 લાખ
25જેઠા ભરવાડ23.20 લાખ
26રમણભાઈ પટેલ21.63 લાખ
27મધુ શ્રીવાસ્તવ21.34 લાખ
28ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા19.56 લાખ
29વિક્રમ માડમ19.36 લાખ
30જગદીશ પંચાલ18.84 લાખ
31મહેશકુમાર પટેલ18.71 લાખ
32ઋષિકેશ પટેલ18.03 લાખ
33વિજય રૂપાણી18.01 લાખ
34પંકજ દેસાઈ17.15 લાખ
35ભગવાન બારડ17.15 લાખ
36કુબેર ડિંડોર16.33 લાખ
37દુષ્યંત પટેલ15.65 લાખ
38કાંતિભાઈ પરમાર15.44 લાખ
39અલ્પેશ ઠાકોર15.42 લાખ
40પ્રદિપસિંહ જાડેજા15.28 લાખ
41વલ્લભ કાકડિયા15.22 લાખ
42શૈલેષ પરમાર14.25 લાખ
43અરૂણસિંહ રાણા13.93 લાખ
44હસમુખ પટેલ13.21 લાખ
45મુકેશ પટેલ13.02 લાખ
46કનુભાઈ પટેલ12.99 લાખ
47પરસોત્તમ સાબરિયા12.67 લાખ
48ધર્મેન્દ્રસિંહ જાડેજા12.58 લાખ
49કેતન ઈનામદાર12.41 લાખ
50પૂર્ણેશ મોદી12.10 લાખ
51પરબત પટેલ11.85 લાખ
52નિતીન પટેલ11.73 લાખ
53કિશોર કાનાણી11.66 લાખ
54મહમ્મદજાવેદ પિરઝાદા11.59 લાખ
55જયદ્રથસિંહ પરમાર11.53 લાખ
56ગોવિંદ પટેલ11.08 લાખ
57જિતેન્દ્ર સુખડિયા10.75 લાખ
58કિશોર ચૌહાણ10.62 લાખ
59સી. કે. રાઉલજી10.52 લાખ
60દિલીપ ઠાકોર10.07 લાખ
61વાસણ આહિર10.07 લાખ
62ભરતસિંહ ડાભી10.07 લાખ
63અનિલ જોષિયારા9.94 લાખ
64પિયુષ દેસાઈ9.89 લાખ
65નરેશ પટેલ9.78 લાખ
66ઈશ્વરસિંહ પટેલ9.71 લાખ
67રાજેન્દ્ર ત્રિવેદી9.61 લાખ
68વિનોદ મોરડિયા9.59 લાખ
69ભરત પટેલ9.51 લાખ
70મોહનભાઈ ધોડિયા9.51 લાખ

નોંધ – 70થી વધુની સંખ્યાના ધારાસભ્યોની આવક 10 લાખથી નીચે છે. તેથી તેઓ આવકવેરામાં આવી શકે તેમ નથી.

ગુજરાતના ધારાસભ્યોની આવક કેટલી

45 ધારાસભ્યો એવા છે કે જેમની આવક રૂ. 13 લાખથી 3 કરોડ સુધી છે. 137 ધારાસભ્યોની આવક 12 લાખથી નીચે છે.

182 ધારાસભ્યોમાંથી એક પણ ધારાસભ્યએ પોતાના પગાર વધારાનો વિરોધ વિધાનસભામાં કર્યો ન હતો. ચૂંટાતા પહેલાં ધારાસભ્યોની આવક કેટલી હતી? વિધાનસભામાં માત્ર 20 ધારાસભ્યો એવા છે કે તેણે એવી જાહેરાત કરી છે કે તેમની આખા વર્ષની આવક શૂન્ય છે.

ધારાસભ્યની સંખ્યાવર્ષે આવક (લાખમાં)
8રૂ. 2
8રૂ. 3
13રૂ. 4
15રૂ. 5
6રૂ. 6
14રૂ. 7
23રૂ. 8
13રૂ. 9
6રૂ. 10
6રૂ. 11
6રૂ. 12

ગુજરાતમાં ગ્રેજ્યુએટથી પણ વધુ અભ્યાસ કર્યો હોય તેવા ધારાસભ્યો કરતાં ઓછુ ભણેલા ધારાસભ્યોની આવક વધુ છે. આજે વિધાનસભામાં ધારાસભ્યો અને મંત્રીઓના પગાર વધારા મામલે વિધેયક પસાર થઈ ગયું સામાન્ય પગાર કરતાં હવે 50 ટકા પગાર વધુ મળશે. સામાન્ય પ્રજા મોંઘવારીમાં પિસાઈ રહી છે ત્યારે એક કરોડ રૂપિયાની કારમાં ફરતા ધારાસભ્યોને હાલમાં આ પગાર વધારો ઓછો પડી રહ્યો હતો. હવે ધારાસભ્યોને પગાર વધારાથી બખ્ખાં થઈ જશે.

દેશના ધારાસભ્યોની આવક કેટલી?

1,052 (33%) ધારાસભ્યોની શૈક્ષણિક લાયકાત પાંચમી પાસથી ધોરણ 12 વચ્ચેની હોય તેમની વાર્ષિક સરેરાશ આવક રૂ. 31. 03 લાખ છે.

1,997 (63%) MLA સ્નાતક અને ઉપરની શૈક્ષણિક લાયકાત ધરાવે છે જેમની સરેરાશ વાર્ષિક આવક રૂ. 20.87 લાખ છે.

જે ધારાસભ્યો ઓછું ભણેલા છે તેમની સરેરાશ વાર્ષિક રૂ. 89.88 લાખ છે. જે સાવ અભણ MLA છે તેમની સરેરાશ વાર્ષિક આવક રૂ. 9. 31 લાખ છે.

1,402 વિધાનસભ્યોની ઉંમર 25-50 વર્ષ વચ્ચેની છે, જેની સરેરાશ વાર્ષિક આવક રૂ. 18.25 લાખ છે.

1,727 ધારાસભ્યોની ઉંમર 51-80 વર્ષ વચ્ચેની છે, જેની સરેરાશ વાર્ષિક આવક રૂ. 29.32 લાખ છે.

11 ધારાસભ્યોની ઉંમર 81-90 વર્ષ વચ્ચેની છે, જેની સરેરાશ વાર્ષિક આવક રૂ. 87.71 લાખ છે, જ્યારે 2 ધારાસભ્યોએ તેમની ઉંમર 90 વર્ષથી વધુ જાહેર કરી છે, જેની સરેરાશ વાર્ષિક આવક રૂ. 60.91 લાખ છે.

258 (8%) ધારાસભ્ય મહિલા છે. સામાન્ય રીતે પુરૂષ ધારાસભ્ય વાર્ષિક સ્વ-આવક રૂ. 25.85 લાખ, જ્યારે મહિલા ધારાસભ્યની આવક રૂ. 10. 53 લાખ છે.

જાતે પગાર વધારો

આટલી આવક મળતી હોવા છતાં તેઓ પગાર તો લે છે. અને પગાર વધારો જાતે જ કરી લે છે. કોંગ્રેસે પગાર વધારા મુદ્દે સરકારના નિર્ણયને આવકાર્યો છે. વિરજી ઠુમર, ધવલસિંહ પરમાર, અમરિષ ડેર, જેવા કોંગ્રેસના ધારાસભ્યો પણ પગાર વધરાને આવકારી રહ્યાં છે. ધારાસભ્યોના પગાર વધારાના વિધેયકને લઈને લોકોમાં રોષ છે. લોકો મોંઘવારીની મારમાં પીસાઈ રહ્યા છે.