2016માં અમદાવાદમાં ભૂમિ પંચાલે 2016માં આત્મહત્યા કરી હતી. જે આર જે કનાલની પત્ની હતી. તેથી તે બનાવે સમગ્ર અમદાવાદને આંચકો આપ્યો હતો. આવો જ એક બનાવ ગુજરાતની લોકગાયીકા ભૂમિ પંચાલનો બન્યો છે.
ગુજરાતી ગાયિકા ભૂમિ પંચાલ, તેના પિતા ડાહ્યાભાઇ પંચાલ, ભાઇ લાલો અને મિત્ર કિરપાલસિંહ વિહોલીની ધરપકડ અમદાવાદની રામોલ પોલીસે કરી હતી. આ બધાએ મળીને અમિત નામના એક યુવકને વસ્ત્રાલ પાસે બોલાવીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. બાદમાં યુવકે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવકના પરિવારે આ તમામ આરોપીઓ પર માર મારવાનો અને ગાળો આપવાનો પણ આરોપ લગાવ્યો હતો. થોડા સમય પહેલા જ અમિત અને ભૂમિની ઓળખાણ થઇ હતી. બાદમાં આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. અમિત વાળંદ નામનો યુવક અમદાવાદના વસ્ત્રાલમાં હેર કટિંગની દુકાન ચલાવે છે. આ વિસ્તારમાં જ રહેતી ગુજરાતી સિંગર ભૂમિએ અનેક વખત તેની વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી. બે દિવસ પહેલા બપોરના સમયે ભૂમિએ સમાધાન કરવા અમિતને બોલાવ્યો હતો. જ્યાં ભૂમિનો ભાઈ લાલો, પિતા ડાહ્યાભાઈ અને મિત્ર કિરપાલસિંહે ધમકી આપી હતી કે ભૂમિની સામે જોઇશ તો તને ખોટા કેસમાં ફસાવી દેવામા આવશે. જે કેસમાં હવે પોલીસે 4 લોકોની ધરપકડ કરી હતી.
ગુજરાતી ધમાકેદાર લોકગાઇકા ભૂમિ પંચાલ છે. દેશ વીદેશમાં ડાયરો, ગરબા, લગ્નગીત, નવરાત્રી, ગણેશ ઉત્સવના કાર્યક્રમમાં તે જાય છે. હમણા જ ભૂમિએ વીર જવાનોને વીરાંજલી લોકડાયરામાં સમૂહ શ્રધ્ધાંજલિ કાર્યક્રમ આપ્યો હતો. ભુમી પંચાલે એક શામ શહીદો કે નામમાં રાણીપ ખાતે વિરાંજલી ડાયરામાં ભીખુદાન ગઢવી સાથે ભાજપના અનેક નેતાઓ હાજર રહ્યા હતા.