ગુજરાતની જેલોમાં કેદીઓ આત્મહત્યા કેમ કરી રહ્યાં છે ?

જે દિવસે ગૃહ રાજ્ય પ્રધાને મુલાકાત લીધી તે જ દિવસે કેદીએ આત્મહત્યા કરી

ગુજરાતમાં વર્ષે 40થી 50 કેદીઓ મોતને ભેટે છે

અમદાવાદ : સાબરમતી સેન્ટ્રલ જેલમાં વિસનગર તાલુકાના ઉદલપુર ગામના પત્નીની હત્યાના ગુનામાં કાયમી સજા ભોગવતાં 34 વર્ષના કેદી પ્રકાશ ખોડાજી ઠાકોરએ કેન્ટિન પાસે વૃક્ષ પાછળ છુપાઈને ટ્રક આવતાં નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો. રાણીપ પોલીસે અકસ્માત મોત નોંધી માનસિક બીમારીના કારણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

ગુજરાતની જેલોમાં વર્ષે 40થી 50 કેદીઓ મારે છે. છેલ્લાં અહેવાલ પ્રમાણે 41 કેદીઓ મોતને ભેટ્યા હતા. 90 મોતને કુદરતી મોત તરીકે ખપાવી દેવામાં આવે છે. પરિવાર પોલીસ ફરિયાદ નોંધાવે છે પણ પોલીસ તે નોંધતી નથી. ગુજરાતની જેલોમાં કેદીઓના મોત જે રીતે થઈ રહ્યાં છે તે ગંભીર છે.

સાબરમતી જેલમાં જે દિવસે ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા મુલાકાત લીધી તે દિવસે જ કેદીએ આત્મહત્યા કરી છે. તેઓ સાબરમતી જેલ ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી અને રવિશંકર મહારાજ જેલમાં રહેલા તે બેરેકને સ્મૃતિ ખંડ તરીકે જાહેર કરીને તેનું લોકાર્પણ કરવા ગયા હતા. આ બન્ને નેતાઓએ ગુજરાતના લોકોના હક્કો અપાવવા માટે જીવન હોમી દીધું હતું.

ગુજરાતની જેલોમાં દેકીઓ કેમ મોતને ભેટે છે ? આ પ્રશ્નનનો જવાબ હમણાં બનેલી ઘટનાઓ કહી જાય છે.

ઘટના 1

10 નવેમ્બર 2018માં નવસારીમાં 3 મહિનાથી કાચા કામના કેદી ઈમ્તિયાઝ સબીર શેખને જામીન ન મળતાં બેરેકમાં બ્લેડથી પોતાના હાથ અને પગની નશો કાપી નાખી આત્મહત્યા કરી હતી.

ઘટના 2

12 જૂન 2019 દાહોદની સબ જેલમાં સજા વગર જેલમાં રહેતાં માતા-પુત્રીની હત્યાના ગુનામાં દાહોદની સબજેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહેલા દિલીપ ભાભોરે બેરેકના બાથરૂમમાં ચાદર વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી હતી. ખિસ્સામાં મરણ નોંધમાં લખ્યું હતું કે હત્યા મેં જ કરી છે. મારા પત્ની, મિત્ર કે બીજા કોઈએ કરી નથી. આ ત્રણેય જેલમાં સાથે હતા.

ઘટના 3

દમણની સબજેલમાં દુષ્કર્મ અને હત્યાની સજા ભોગવી રહેલા આરોપી ધનંજય ચતુર્વેદીએ ગોળી મારી આત્મહત્યા કરી હતી. પણ જેલ સત્તાવાળાઓના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો અન્ય કેદીનો આરોપ હતો.

ઘટના 4

હું જેલમાં આત્મહત્યા કરું તો ભાજપના નેતા જયંતી ભાનુશાળી જવાબદાર હશે એવું કાચા કામના કેદી મનીષા ગોસ્વામીએ જાહેર કર્યું હતું.

ઘટના 5

28 માર્ચ 2019માં વડોદરા સેન્ટ્રલ જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતાં કેદી શબ્બીર રફીક શેખએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પણ રાવપુરા પોલીસે અકસ્માતમાં ખપાવી દેવા માંગતી હતી, કે કેદી બીડી પી રહ્યો હતો ત્યારે તેના પર કેરોસીનના છાંટા પડતા તે ગંભીર રીતે દાઝાયો હતો.