ગુજરાતની 10 કૃષિ બજાર સમિતિઓમાં આવતી હર્બલ વનસ્પતિઓની આવક 100 કરોડની

ઔષધીય વનસ્પતિઓના ખેત ઉત્પાદનોમાં મૂલ્યવર્ધન અને બજાર વ્યવસ્થાને મજબૂતી આપવાની દિશામાં ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ દ્વારા રાજ્યકક્ષાનો વર્કશોપ યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમમાં વર્ષોનો અનુભવ ધરાવતા અને રાજ ફૂડ ફાર્માના દવેએ દાહોદ ,ગોધરા ,નડિયાદ વગેરે સ્થળોએ એ.પી.એમ.સી માં આવતી વનસ્પતિઓની વિશદ ચર્ચા કરતાં જણાવ્યું હતું કે ગુજરાતની 10 કૃષિ બજાર સમિતિઓમાં આવતી હર્બલ વનસ્પતિઓની આવક 100 કરોડનો વેપાર કરે છે.આ ક્ષેત્રે ધમાસો, એખરો, અઘેડો .બ્રાહ્મી,ધતૂરો , આકડો.,સરપંખો , પુંવાડ વગેરે લાખો કીલોમાં એકત્ર થઈ કે તેમ છે.

ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ કાર્યરત ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ દ્વારા તા.16 ઓક્ટોબર ,2019 ના રોજ ગીર ફાઉન્ડેશન , ગાંધીનગર ખાતે એક દિવસીય વર્કશોપ યોજાઇ ગયો જેમાં ગુજરાતના તમામ ખેત ઉત્પાદન બજાર સમિતિના પ્રમુખઓ અને મંત્રીઓને આમંત્રિત કરાયા હતા.

આ વર્ક શોપમાં ઔષધીય વનસ્પતિઓના ખેત ઉત્પાદનોમાં મૂલ્યવર્ધન અને બજાર વ્યવસ્થાને મજબૂતી આપવાની દિશામાં ઉપસ્થિત નિષ્ણાતોએ પોતાનાં અનુભવપૂર્ણ વિચારો રજૂ કર્યા હતા

કૃષિ બજાર અને ગ્રામ અર્થતંત્રના નિયામક શ્રી વાય.એ.બલોચે જણાવ્યું હતું કે ગુજરાતનાં 249 તાલુકામાં 224 કૃષિબજાર સમિતિઓ આવેલી છે તેમાં પણ ઔષધીય વનસ્પતિઓની બજાર વ્યવસ્થા ગોઠવાય તે અત્યંત જરૂરી છે.અમદાવાદનાં માણેકચોકમાં શંખપુષ્પી ,ગળો ,સીસમ પાન , ભાંગરો , પપૈયાં પાન , બીજોરુ, પથ્થરચટટી…વગેરે વનસ્પતિઓ આવે છે અને વેચાય છે …અમે હવે તેની કાળજી લઈશું ,અભ્યાસ કરીશું અમારો આ નાનકડો નિર્ણય છે .જે વિસ્તારોમાં ઔષધીય વનસ્પતિઓ થતી હોય ત્યાં ખેડૂતોને સારો ભાવ કેવી રીતે મળી શકે તે માટે અન્ય ચેરમેનશ્રીઓ સાથે ચર્ચા-વિચારણા કરીશું.

ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારી અને એડીશીનલ પ્રિન્સીપલ ચીફ કંઝર્વેટર ઓફ ફોરેસ્ટ [ નિવૃત્ત ] ડો.જગદીશ પ્રસાદેઔષધીય વનસ્પતિના ક્ષેત્રમાં માર્કેટ એક અગત્યની કડી છે અને તેનો રોલ ખૂબ અગત્યનો છે તેમ જણાવીને વનસ્પતિ એકત્ર કરનારથી માંડીને ,ક્લસ્ટર ઓર્ગેનાઇઝર , સ્વસહાય જૂથો , જી.એફ.આર.એસ.,ગ્રામ પંચાયત , વન પંચાયત , એફ.પી.ઓ. વગેરેની ભૂમિકા સમજાવી હતી. તેમજ માળખાકીય સુવિધાની જરૂરિયાત પર ભાર મૂ કયો હતો..તેઓએ કિસાન ઔષધીય વનસ્પતિઓની ખેતી કરવા માગતા હોય તો એ અંગેની સબસીડીની વિગતો તેમજ માર્કેટીંગ ઇન્ટેલીજન્સ , રૂરલ મંડી વગેરેની વિગતો પણ આપી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં એ.પી,એમ.સી. અને કો-ઓપરેટીવ સેક્ટર સધ્ધર છે , ખેડૂતો પણ સધ્ધર છે , ભાવોની સિક્યુરીટી માટે ભાવાંતર યોજના પણ છે અને હવે તો ઈ-ચરક પોર્ટલની સુવિધા પણ ઉપલબ્ધ છે ત્યારે ખેડૂતો અને ફાર્મસીઓને પણ લાભ થાય તે માટે ઊજળી તકોની શક્યતાઓ છે.

ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ચીફ સાયન્ટીફીક ઓફીસર ડો.અજીત આચાર્યે જણાવ્યું હતું કે આજે cure [ ઉપાય ] કરતાં તેના protection [ રક્ષણ ] માટે આખું વિશ્વ વિચારે છે.ગુજરાતમાં જો આપણે કોઈ એક ક્રોપ માટે સ્પેસીફીક ગુણવતાવાળું મટીરીયલ આપી શકીએ તો નિમચના માર્કેટ કરતાં પણ આપણે આગળ વધી શકીએ તેમ છીએ. વિદેશોમાં કુલ 150 હર્બલ પ્લાંટસનો ઔષધમાં ઉપયોગ થાય તેમાંથી ભારતના માત્ર 15 હર્બલ પ્લાન્ટ્સ જ છે.હળદર અને આમળાં ક્ષેત્રે વધુ કામ થઈ શકે તેમ છે.

ગુજરાત આયુર્વેદ મેન્યુફેકચરર્સ એસોસિએશન [ ગામા ] ના જમનભાઈએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આયુર્વેદ દવાઓ બનાવનાર લાઇસન્સ ધારક 550 થી વધુ યુનિટો છે,તેમની ને ખેડૂતોની ચિંતા એકજ છે અને તે છે માલ વેચવાની …ગામા વતી હું ખાતરી આપું છું કે અમારી જ્યારે પણ જરૂર હશે ત્યાં અમે આપની સાથે હોઈશુ.

વર્કશોપના ઉત્તરાર્ધમાં ભારતીય વન સેવાના નિવૃત્ત એડીશનલ પ્રિન્સીપલ ચીફ કઝર્વેટર ઓફ ફોરેસ્ટ ,ડોએસ..એન.ત્યાગીએ.ઔષધીય વેલાઓ વિષેની માહિતી આપી હતી.જેમાં શતાવરી ,મધુનાશિની ,માલકાગણી ,વાવડીંગ , કરિયાતું અને વિદારીકંદ વિષે અભ્યાસપૂર્ણ વિગતો રજૂ કરી હતી.

ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ,પાલનપુરના ડો..દીપક ચૌધરીએ નીમચ [ મધ્ય પ્રદેશ ] તેમજ અન્ય રાજ્યોમાં ખેત ઉપાદક સમિતિઓ કેવી તે કામ કરે છે તેનો વિગતે અહેવાલ રજૂ કર્યો હતો અને પૂછાયેલા સવાલોના ઉત્તર આપ્યા હતા.

પ્રશ્નોત્તરીમાં ગુજરાત વન .વિકાસ નિગમના એસ.કે.ચતુર્વેદી, [ આઈ.એફ.એસ.,] , પૂર્વ એ.પી.સી.સી.એફ ડો.એ.કે.વાષ્ણેય , માનસી વર્મી ટેકના શ્રી મણીભાઈ પટેલ , બલરામ એગ્રો ના બલવંત રાઠોડ તથા અન્ય મહાનુભાવોએ ભાગ લીધો હતો

કાર્યક્રમ સંચાલન શ્રી હેમંત સુથારે કર્યું હતું .આ વર્ક શોપનો લાભ ઉપસ્થિત સહુએ રસપૂર્વક લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.