ગુજરાતની 20 પ્રદૂષિત નદીઓનું રૌદ્રરૂપ

સાબરમતી, મિંઢોળા, ભાદર, ભોગાવો, તાપી, ઢાઢર, અમલખાડી, કિમ, નર્મદા, પાનમ, કાવેરી, અંબિકા, દમણ ગંગા, કોલક, બાલેશ્વર ખાડી, ખારી, આજી, શેઢી નદી ગુજરાતની સૌથી વધું પ્રદુષિત છે. જેણે પ્રદુષણની માત્રા વધારી દેતાં તેણે હવે પ્રકૃત્તિ વિરૃદ્ધ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે.

જૈવિક ઓક્સિજનની માંગ- બીઓડીના માપદંડ

નદીઓની ગુણવત્તા પર નજર રાખવા માટે કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ – સીપીસીબી દ્વારા મુખ્ય રીતે જૈવિક ઓક્સિજનની માંગ (બીઓડી) ના માપદંડથી નક્કી કરાય છે. જે મુજબ જે પ્રવાહના પાણીમાં બીઓડી લેવલ 1થી 2 mg/l હોય તો તે પાણીની ગુણવત્તા ખૂબ જ સારી ગણાય છે. જે પાણીમાં 6 થી 9  mg/l  હોય તો તે થોડા ઘણા અંશે પ્રદૂષિત ગણાય છે. જયારે જે પાણીમાં 20  mg/l  હોય તો તે પાણી કોઈ પણ સંજોગોમાં માનવ કે પશુઓના ઉપયોગમાં લેવા માટે અયોગ્ય અને અહિતકારી ગણવામાં આવે છે.

નદીઓનું બીઓડી લેવલ (mg/l )

સાબરમતી નદી, મેશ્વો સુધી –  12

સાબરમતી, ઇન્દિરાબ્રિજ સુધી 105

સાબરમતી, ધરોઈથી મહુડી – 3.5

સાબરમતી રિવરફ્રન્ટથી વાસણા બેરેજ પહેલા સુધી –  98

સાબરમતી વાસણા બેરેજ પછીના ભાગમાં – 587

ભાદર નદી (જેતપુરથી સારણ ગામ સુધી) 426

ભોગાવો (સુરેન્દ્રનગરથી નાના કેરાળા) 67

અમલખાડી (પુનગુમથી ભરૂચ) 40 થી 46

ખારી નદી (લાલી ગામથી કાશીપુરા) 235

વિશ્વામિત્રી (વડોદરાથી આસોદ) 6-21

મિંઢોળા નદી 110

શેઢી નદી – 19

કોલક નદી – 12

તાપી નદી – 10

ઢાઢર નદીમાં 9

મહી નદી – 7

કિમ નદી – 6

અંબિકા નદી – 5

બાલકેશ્વર ખાડી – 5

પાનમ નદી – 4

કાવેરી નદી – 3