[:gj]મોદીના મિત્રની ગેપીલ કંપનીએ 20 હજાર લોકોને પ્રદુષણની લપેટમાં લીધા [:]

[:gj]વાપી-અંકલેશ્વર સહિતના ઉદ્યોગગૃહોના ભયાનક ઝેરી કેમિકલ કચરો એકત્ર કરીને નિકાલ કરવાની કામ કરતી ગુજરાત એન્વાયરમેન્ટ એન્ડ પ્રોટેક્શન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ યોગ્ય કામગીરી ન કરતાં બેફામ પ્રદૂષણ ફેલાવીને જીવસૃષ્ટિને જોખમમાં મૂકી છે. જે અંગે સુરતના ચીફ જ્યુડીશીયલે સમન્સ કાઢેલ, ઈ.ડી.એ કરોડો રૂપિયાની રકમ જપ્ત કરી છે, અને દક્ષિણ ગુજરાતમાં લાખો નાગરિકોના જીવનને પ્રદૂષણથી ભયમાં મુકનાર તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નજીકના ઉદ્યોગપતિ ગીરીશ લુથરા દ્વારા ઉભા કરાયેલા સુરત ઈકો ટેક્ષટાઇલ પાર્ક ઉદ્ઘાટનમાં પધારેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની શું આ તમામ બાબતોથી વાકેફ હતા ?

દક્ષિણ ગુજરાતના હજારો નાગરિકોને પ્રદૂષણનો ભોગ બનાવનાર ઉદ્યોગપતિઓને શું કેન્દ્રીય મંત્રી અને ભાજપ સરકાર છાવરી રહી છે ? તે અંગે જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત એન્વાયરમેન્ટ એન્ડ પ્રોટેક્શન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના માલિક ગીરીશ લુથરા તત્કાલીન મુખ્યમંત્રી અને ભાજપ સરકાર સાથે નજીકનો નાતો ધરાવે છે. અંકલેશ્વર અને વાપી સહિતના વિસ્તારોમાં ભયાનક ઝેરી કેમિકલ કચરો એકત્ર કરીને નિકાલ કરવાનું કામ ગેપીલ કરી રહી છે. જે કામ નિયમ મુજબ થતું ન હોવાનું ૨૦૧૨ના વર્ષથી દક્ષિણ ગુજરાતના ઉન્નખાડીના વિસ્તારના ૨૦,૦૦૦ કરતા વધુ લોકો પ્રદૂષણનો ભોગ બની રહ્યા છે. ૩૦૦ થી વધુ ભેંસો ગેપીલના ઝેરી કચરાથી જે તે સમયે મોતને ભેટી હતી.

સુરતના ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટે તા.૦૮-૦૨-૨૦૧૨ ના રોજ કંપની દ્વારા માનવ જીંદગી સાથે ગંભીર ચેડાં થઇ રહ્યા હોવાથી સમન્સ પાઠવ્યું હતું. કંપની સામે અનેક નાણાકીય અને વહીવટી ગેરરીતિઓની ફરિયાદો થઇ ચુકી છે. ભારત સરકારના ઈ.ડી.એ જે તે સમયે ત્રણ કરોડ જેટલી માતબર રકમનો ગુન્હો દાખલ કર્યો હતો.
ગેપીલના સંચાલકો-ઉદ્યોગપતિ અને સુરત ઈકો ટેક્ષટાઇલ પાર્કના માલિકો એક જ છે કે જેમની સામે માનવ જીંદગીને જોખમમાં મુકતા ઝેરી કચરાના નિકાલમાં દાખવેલી અક્ષમ્ય બેદરકારીની અનેક ફરિયાદો છતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી માત્ર કાગળ પર થઈ શું દક્ષિણ ગુજરાતના હજારો માનવ જીંદગીના ભોગે ગેપીલના ઉદ્યોગપતિઓ ભાજપ સરકાર માટે વિશેષ મહત્વ ધરાવે છે ? તેમ કોંગ્રેસે જણાવ્યું હતું.

આટલી ગંભીર બાબત હોવા છતાં કોંગ્રેસના નેતા અને મોદીના મિત્ર અહેમદ પટેલે ક્યારેય વાંધો લીધો નથી કે તેમની સામે પગલાં ભરવાની વાત કરી. છતાં કોંગ્રેસ તેની ટિકા કરી રહી છે.[:]