ગુજરાતમાં તાજા જન્મેલા 36 હજાર બાળકો તુરંત મોતને ભેટે છે

ગાંધીનગર 6 જાન્યુઆરી 2020 allgujaratnews.in@gmail.com

દેશના સરેરાશ બાળ મૃત્યુ દર SRS-૨૦૧૭ મુજબ ૩૩ની સરખામણીએ ગુજરાતનો બાળ મૃત્યુ દર ૩૦ હતો જે ચાલુ વર્ષના અંતે ૨૫ સુધી પહોંચ્યો છે. પડોશી- અન્ય રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં દર્દીઓ આવતા હોવાથી બાળ મૃત્યુ થાય છે, તેની ગણના પણ ગુજરાતમાં થાય છે. એમ ગુજરાત સરકારે જણાવ્યું હતું.

ગુજરાતમાં મહિને 3300 બાળક મોતને ભેટી રહ્યા છે. રાજ્યમાં પ્રતિવર્ષ ૧૨ લાખથી વધુ બાળકોનો જન્મ થાય છે. વર્ષ ૧૯૯૭માં પ્રતિ ૧,૦૦૦ બાળકોએ ૬૨ બાળકો મૃત્યુ પામતા હતા. વર્ષ ૨૦૧૭માં એક હજાર બાળકમાં ૩૦ના મોત થાય છે. નવેમ્બર ૨૦૧૯ સુધીમાં 100 બાળકોએ 2થી3 મોત થાય છે.

પી.ડી.યુ રાજકોટ, હોસ્પિટલ ખાતે ઓક્ટોબર- ૨૦૧૯ દરમિયાન કુલ ૮૧૫ પ્રસૂતી, નવેમ્બર-૨૦૧૯ માં ૮૪૬ પ્રસૂતિ અને ડીસેમ્બર-૨૦૧૯માં ૮૦૪ પ્રસૂતિ થઈ હતી, તે પૈકી રાજકોટ હોસ્પીટલમાં પ્રસૂતિ થયેલ અને એસ.એન.સી.યુ. યુનિટમાં આ ત્રણ માસમાં ૨૮૮, ૨૮૧ અને ૨૨૮ બાળકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.  આ ઉપરાંત અન્ય બહારની  હોસ્પિટલ માંથી રિફર થઈ ને ૪૯૯ બાળકો સારવાર માટે દાખલ રાજકોટ એસ.એન.સી.યુ. યુનિટમાં દાખલ થયેલ હતા.

જે પૈકી ઓક્ટોબર- ૨૦૧૯ માં ૮૭ બાળકો (૧૯.૩%), નવેમ્બર-૨૦૧૯માં  ૭૧ બાળકો (૧૫.૫%) અને ડીસેમ્બર-૨૦૧૯ માં ૧૧૧ (૨૮%) નવજાત શિશુ ના મૃત્યુ થયેલ છે.

સિવિલ હોસ્પિટલ, અમદાવાદ, ખાતે ઓક્ટોબર ૨૦૧૯ દરમિયાન કુલ ૮૮૫ પ્રસૂતી , નવેમ્બર -૧૯ માં ૯૦૧ પ્રસૂતિ , ડીસેમ્બર-૧૯ માં ૮૪૯ પ્રસૂતિ થઈ હતી, તે પૈકી આ ત્રણ માસમાં ૧૯૪, ૧૮૯ અને ૧૭૨ બાળકો એસ.એન.સી.યુ માં સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં જ પ્રસૂતિ થયેલ બાળકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૮૦૨ બાળકો અન્ય બહારની હોસ્પિટલમાથી રિફર થઈને સારવાર માટે દાખલ થયેલ હતા. જે પૈકી અનુક્રમે ઓક્ટોબર- ૨૦૧૯માં ૯૧ બાળકો  (૧૮.૪%), નવેમ્બર ૨૦૧૯માં ૭૪ બાળકો  (૧૬.૪%) અને ડીસેમ્બર ૨૦૧૯ માં ૮૮ (૨૧.૨%) નવજાત શિશુના મૃત્યુ થયેલ છે.

રાજ્યમાં ૪૧ SNCU અને ખાનગી હોસ્પિટલોમાં ૨૫૦ બાળસખા યુનિટ છે.

૨૦૧૭ -૧૮માં ૪૦ ખાસ નવજાત શિશુ સારવાર (SNCU)કેન્દ્રો હતા, ૨૦૧૯-૨૦માં વ્યાપ વધારીને ૪૭ થયા છે. ૨૦૨૦-૨૧માં વધુ ૧૦ નવા થશે. ૨૫૦ ખાનગી નવજાત શિશુ હોસ્પિટલોને આવરી લેવામાં આવશે.

બાળક દીઠ રૂ.50 હજાર ખર્ચ

જન્મ સમયે ૧.૫ કિગ્રાથી ઓછા વજન, શ્વાસ લેવામાં તકલીફ, લોહીમાં સોડિયમ કે સુગરનું ઓછું પ્રમાણ, ડીલીવરી સમયે ગર્ભનું પાણી પી ગયા હોય તેવા બાળકોની ખાનગી પિડિયાટ્રીશીયન પાસે દાખલ કરી એપ્રિલ-૧૯થી ડિસેમ્બર-૧૯ સુધીમાં ૩૧,૦૦૦  બાળકોને સારવાર આપવામાં આવી છે. સરકાર દ્વારા બાળક દીઠ રૂ. ૪૯,૦૦૦ ડોક્ટરને ચુકવવામાં આવે છે.

બહારના રાજ્યોના બાળકો

વર્ષ ૨૦૧૯માં ગંભીર બીમારી વાળા ૫૩૪૩૨ બાળકોને ૧૯૯૯૬ અન્ય સરકારી અને ખાનગી સંસ્થાઓ તથા નજીકના રાજ્ય રાજસ્થાનના જોધપુર, શિરોહી, ઉદ્દેપુર, બાંસવાડા, ડુંગરપુર જિલ્લાના તથા મધ્યપ્રદેશના રતલામ, મંદસોર, જબુઆ જિલ્લાના અને મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના કુલ મળી અંદાજે લગભગ ૨૫-૩૦ ટકા બાળકો ગુજરાતમાં સારવાર માટે લવાયા હતા.