ગુજરાતમાં ભારતના ભાગ્ય વિધાતા કેટલા, નાટક કેટલા ?

અમદાવાદના ટાગોર હોલમાં ગાંધીજી પરનું એક નાટકનો પ્રથમ પ્રયોગ સાંજે 6 વાગ્યે શરૂ થશે. ચકાસણી વખતે તેનો પ્રયોગ ગાંધીનગની સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમમાં ધરમપુરના શ્રીમદ્ રાજચંદ્ર મિશન દ્વારા ભારત ભાગ્ય વિધાતા નાટક ભજવાયું હતું.  જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાજર રહ્યા હતા. મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતી વર્ષને લઈને નાટક યોજવામાં આવ્યું છે. જે ગુજરાતમાં 150 સ્થળે પ્રયોગ સરકારના ખર્ચે રાજચંદ્ર મિશન કરશે. જેમાં જૈન અને ગાંધી વચ્ચે શું સંબંધ હતો તેની કથા છે.

30 સીન બદલાશે

90 મિનિટમાં 30 સીન બદલવાનો પ્રયોગ છે. જેમાં ગાંધીજીનું પાત્ર પુલકીત સોલંકી ભજવે છે. ગુજરાત સરકારે તેનો પ્રોજેક્ટ મંજૂર કરેલો છે. નાટકના લેખક પ્રકાશ કાપડિયા અને દિગ્દર્શક રાજેશ જોશી છે. તેમ નાટક સાથે જોડાયેલા અલ્પા ગાંધીએ જણાવ્યું હતું.

ગાંધીજીની આત્મકથા આધારિત ભજવાયેલા નાટકમાં ‘ભારત ભાગ્ય વિધાતા’ નાટક અંગે સરકારી નક્કી કર્યું હતું કે આ નાટક નિષ્ણાંતોની સાથે રહીને નાટકમાં સુધારા વધારા કરવામાં આવશે. ત્યારબાદ આ નાટક શાળા અને કોલેજોમાં વિદ્યાર્થીઓને બતાવવામાં આવશે.

અગાઉના અનુભવના આધારે કામ મળ્યું

અગાઉ, શ્રીમદ રાજચંદ્ર અને મહાત્મા ગાંધી વચ્ચે આધ્યાત્મિક સંબંધો પર આધારિત નાટક યુગપુરૂષ-મહાત્માના મહાત્મા 312 સ્થળે 1060થી વધું નાટક પ્રયોગ કરાયા હતા.

2015માં પણ ભારતભાગ્ય વિધાતા આંબેડકર બન્યા

2015માં ભારતીય બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં અનેક સ્થળે ભારતના ભાગ્ય વિધાતા નાટક આંબેડકર માટે ભજવાયું હતું જેમાં બનાસકાઠાનું પાલનપુર પણ છે.

સરદાર પણ ભાગ્ય વિધાતા

15 ડિસેમ્બર 2013માં સરદાર વલ્લભભાઈ પટેલના નિર્વાણ દિને દેશભરમાં રન ફોર યુનિટી કાર્યક્રમ થયો તેની સાથે સરદાર પટેલના વતન કરમસદ નગરપાલિકા અને આણંદ નગરપાલિકા દ્વારા અખંડ ભારત નિર્માણના મહાનાયક સરદાર વલ્લભભાઈ પટેલના જીવનને તાદ્રશ્ય કરનારું મહાનાટક ભારત ભાગ્ય વિધાતા રાત્રે આઠ કલાકે સરદાર પટેલ હાઈસ્કુલ ખાતે રજૂ કરાયું હતું.  જેના લેખક અવિનાશ કમાન, દિગ્દર્શક પ્રભાકર દામડે હતા.

નાટકનો ન્યાય અને અન્યાય

રાજેન્દ્ર ભગત નામના નાટ્યકારે સરદાર પટેલના જીવન પરનું નાટક ‘ધરતીપુત્ર’ નાટકના 35 શો કરેલાં હતા. જેમાં મહારાષ્ટ્રમાં પણ કેટલાંક પ્રયોગ કર્યા હતા. તેઓ સરદારનું નાટક અમેરિકા અને બીજા દેશમાં ભજવવા માંગતાં હતા. પણ તે સમયના સાંસ્કૃત્તિક પ્રધાન મહેન્દ્ર ત્રિવેદીએ તેની મંજૂરી આપી નહીં. કાણ કે તે નાટકમાં પોતાના માણસોને મોકલવા માંગતા હતા. સરદારની સાંસ્કૃત્તિક કતલ કરી નાંખવામાં આવી હતી. જ્યારે સરદાર પટેલ નાટક ધરતીપુત્ર નો કોપી રાઈટ ગુનો નોંધાયો હતો જે આજે અદાલતમાં ચાલી રહ્યો છે. નકલ કરનાર દૂરદર્શનના વિવાદીત દીપક અંતાણી સામે રાજેન્દ્ર ભગતે ગુનો દાખલ કરેલો છે. નાટકની કોપી મારીને ‘સરદાર પટેલ લોખંડી પુરુષ’ રાખવામાં આવ્યું હતું. જેમાં ડાયલોગની પણ નકલ કરવામાં આવી હતી.

(દિલીપ પટેલ)

ગાંધી નાટકનો એક સીન