[:gj]3૧ જિલ્લામાં ૪.૭૨ કરોડ ચોમી જમીનના દબાણો વર્ષો દૂર ન થયા [:]

[:gj]ગૌચર, ખેતી,  ધાર્મિક સહિત જમીનો પર દબાણ

અમદાવાદ : ગુજરાત રાજયના ૩૧ જિલ્લાઓમાં 4.73 કરોડ ચો.મી જમીન પર ગેરકાયદે દબાણો  વર્ષોથી બોલતા હોવા છતાં તેને દૂર કરવામાં કલેક્ટરો સરેઆમ નિષ્ફળ રહ્યા છે.

અમદાવાદમાં ૧,૩૩,૫૯૭૨ ચો.મી  જમીન પર ગેરકાયદે દબાણો નોંધાયા છે. સમગ્ર રાજયમાં જે જમીનો પર આ અનઅધિકૃત દબાણો અને બાંધકામો નોંધાયા છે, તેમાં ગૌચર, ખેતી, ધાર્મિક  સહિતની જમીનોનો સમાવેશ થાય છે.

ગાયના નામે મતો મેળવતી ભાજપ સરકારના રાજમાં ગાયો અને અન્ય પશુઓના ચરિયાણ માટે  ગૌચરની જમીનોમાં વર્ષોથી મોટાપાયે ગેરકાયદે દબાણો થઇ ગયા છે. પરંતુ કલેક્ટર તેને દૂર કરી શકયા નથી.

રાજયના ૩૧ જિલ્લાઓમાં ૪,૭૨,૫૯,૨૦૩ ચો.મીથી  વધુ જમીન પર ગેરકાયદે દબાણો માલૂમ પડયા છે.

ગીરમાં દબાણ

ગીર અભયારણ્યમાં ૫૭.૫૩૫૮ હેકટર વિસ્તારમાં દબાણો નોંધાયા છે. જેમાં ખેતીના દબાણો ૫૬.૧૭૫૭  હેકટર અને ધાર્મિક જગ્યાના ૧.૩૬.૦૧ હેકટર વિસ્તારમાં દબાણો હોવાનું સામે આવ્યું છે. તેમાંથી થોડા દબાણો જ ૧૯૮૭-૮૮ પહેલાના છે, જયારે બાકીના દબાણો ત્યારબાદના છે. લગભગ ત્રણ દાયકાઓ વીતી જવા છતાં રાજય સરકાર ગીર અભયારણ્ય જેવા આરક્ષિત વિસ્તારમાંથી પણ દબાણો દૂર કરી શકાવી નથી.  જે બહુ ગંભીર અને કમનસીબ બાબત છે.

પશુ કેટલાં ?

રાજયમાં હાલ ૯૯.૮૩ લાખ ગાય છે, 1.04 કરોડ ભેંસો છે. બકરા 50 લાખ, ઊંટ 30 હજાર છે.  ગાય, ભેંસ, બકરાં, ઊંટ સહિતના પશુઓના ચરિયાણ માટે રાજયમાં પૂરતા પ્રમાણમાં ગૌચરની જમીન  ઉપલબ્ધ નથી.[:]