ગુજરાતમાં રૂ.320 કરોડના બટાટા ફેંકી દેવાય છે

ગાંધીનગર : ગાંધીનગરમાં 28 જાન્યુઆરી 2020થી – આજથી વિશ્વ બટાટા કોન્ક્લોવ શરૂ થઈ ગયું છે. જેમાં અનેક વિગતો જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં પાકતાં બાટાટાના ઉત્પાદનના 16 ટકા ખરાબ થઈ જાય છે. 34 લાખ હેક્ટરમાં 2.92 કરોડ ટન બટાટા ગુજરાતમાં 2020માં પાકવાની ધારણા છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી વિગતો અનુસાર ગુજરાતમાં 2012-13માં રૂ.1872 કરોડ અને 2013-14માં કૂલ રૂ.1698 કરોડના બટાટા પાક્યા હતા. ચાલુ વર્ષે રૂ.2000 કરોડ આસપાસના બટાટા ગુજરાતમાં પાકવાની ધારણા છે.

બાટાટા ખેતરમાં કાઢતાની સાથે રૂ.320 કરોડના ફેંકી દેવા પડે છે. તમામ શાકભાજીમાં ખેડૂતે ખેતરમાં પાક કાઢ્યા બાદ સૌથી વધું નુકસાન બટાટામાં થાય છે. રૂ.320 કરોડના બટાટામાંથી 65 ટકા બટાટાનો ઉપયોગ કરી શકાય એવા સંશોધનો શિમલાના બટાટા સંશોધન કેન્દ્રના વિજ્ઞાનીઓએ કરેલા છે.

ગુજરાતમાં ફેંકી દેવાતા બટાટામાંથી 60 ટકા કામમાં લઈ શકાય તો પણ રૂ.200 કરોડની સીધી બચત થઈ શકે તેમ છે. વળી, જ્યારે ભાવ ન મળે ત્યારે ખેડૂતો મોટા પ્રમાણમાં બાટાટા ફેંકી દેતા હોય છે અથવા પશુઓને ભવડાવી દેતાં હોય છે. જેનો પણ મૂલ્યપર્ધિત ઉપયોગ કરી શકાય તેમ છે.

110થી 120 દિવસોમાં બટાટા પાકી જાય છે. 300થી 350 ક્વિન્ટલ એક હેક્ટર દીઠ ઉત્પાદન આપે છે. આમ હેક્ટર દીઠ 48-50 ક્વિન્ટલ બટાટા દેખાવમાં સારા ન હોવાથી કે વાપરવા યોગ્ય ન હોવાથી ફેંકી દેવા પડે છે.

રાજ્યમાં હાલ 1.15 લાખ હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું છે. જેમાં બનાસકાંઠામાં 1.08 લાખ હેક્ટર છે. જો 5 વર્ષ ખેતીમાં તેજી રહેત તો તે 1.50 લાખથી વધુ વિસ્તાર થઈ ગયો હોત.

સમગ્ર ભારતમાં જ્યાં સૌથી વધું બટાકા ઉગાડાય છે તે બટાકા નગરી તરીકે ઓળખાતા ડીસાના ખેડૂતોએ ગયા વર્ષે 40,484 હેક્ટરમાં વાવેતરની સામે હાલ 2019-20માં 35117 હેક્ટરમાં વાવેતર થયું છે.

2018-19માં 1.21 લાખ હેક્ટર વાવેતર હતું અને 3647510 ટન ઉત્પાદન હતું, ઉત્પાદકતાં 30,033 કિલોની હતી. આમ ઉત્પાદકતા ખેડૂતોએ સુધારી છે પણ સરકારે બજાર વ્યવસ્થા સુધારી નથી. જો સરકાર નકામા બટાટામાંથી મૂલ્યવર્ધિત વસ્તુઓ બનાવવાની ફેક્ટરી નાંખવા આર્થિક સહાય કરે તો કરોડો રૂપિયાના બટાટા બચાવી શકાય તેમ છે.

2017માં 5 કરોડ બટાટાના કટ્ટાનું ઉત્પાદન થયું હતું. બધા જ શિતાગાર ગયા હતા. ભાવ 3 થી 4 રૂપિયામાં એક કિલો સુધી નીચા ગયા હતા અને રસ્તા પર બટાકા ફેંકી દેવા પડ્યા હતા.  2018માં એક કરોડ બટાટાના કટ્ટાના ઉત્પાદન ઘટયું હતું.

ડીસા અને આસપાસના 201 કોલ્ડ સ્ટોરેજ આવેલા છે, તેમાં પણ બટાટા ખરાબ થાય છે. ડિસેમ્બર 2019માં બટાટાના ભાવ ચારથી એક રૂપિયે કિલો થઈ ગયો હતો.

બનાસકાંઠા જિલ્લામાંથી રોજ 400થી વધારે ટ્રક બટાટા તમિલનાડુ, કર્ણાટક, આંધ્રાપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના રાજયોમાં મોકલાય છે. તેમાં પણ બટાટા ખરાબ થાય છે.

2014માં બટાટાના ભાવ ગગડીને રૂ.1000 થઈ ગયા હતા. 5 વર્ષથી બટાટામા આવેલી મંદીનાં કારણે વેપારી અને ખેડૂત દેવાદાર બની ગયા છે.

એક કિલો બટાટા રાખવાનું કોલ્ડ સ્ટોરેજનું ભાડું 1.60 રૂપિયા થાય છે. ડિસાની આસપાસ 200 જેટલાં કોલ્ડ સ્ટોરેજ છે. જેમાં 50 કિલોની એક એવી 20 લાખ ગુણો સંગ્રહ કરેલી હોય છે.

2016માં 66170 હેક્ટર જમીનમાં બટાટાનો પાક લેવાયો હતો, જ્યારે 2017માં 78089 હેક્ટર જમીનમાં બટાટાની ખેતી થઇ હતી. 2016-17 માં ડીસા સહિતના આસપાસના 66,160 હેકટરમાં કુલ 19,85,100 મેટ્રીક ટન બટાકાંનું ઉત્પાદન નોંધાયું હતું.