28 એપ્રિલ 2019ના રોજ ગુજરાતના ખાંડીવાવ ગામે ક્ષત્રીય સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 24 કરતા વધારે જોડાઓ લગ્નગ્રંથિથી જોડાવાના હતા. આ 24 જોડાઓમાંથી 14 જોડાઓ એવા હતા કે, તેમની ઉંમર લગ્ન લાયક ન હતી. તેથી બળ લગ્ન ધારા હેઠળ તેમના લગ્ન અટકાવવામાં આવ્યા હતા.
કેન્દ્રીય પરિવાર અને સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે આધુનિક સમયમાં પણ દેશમાં બાળ લગ્નનુ પ્રમાણ યથાવત છે. કહેવાતા મોર્ડન ગુજરાતમાં બીજું એક અત્યંત પછાત ગુજરાત પણ છે. મોટા પ્રમાણમાં બાળ લગ્ન થઈ રહ્યાં છે. મોદી, રૂપાણીની સરકાર બેટી બચાઓ, બેટી પઢાઓના છેતરામણાં નારા લગાવીને લોકોને પ્રભાવિત કરી દીધા પણ ગુજરાતમાં બાળ લગ્નનુ પ્રમાણ 24.90 ટકા જેટલુ ઊંચુ છે.
દર 100 લગ્નમાંથી 25 લગ્ન બાળકી કે બાળક હોય છે.
18 વર્ષથી નાની ઉંમરની પત્ની સાથે યૌન સંબંધ બાંધવો તે બળાત્કાર સમકક્ષ ગુનો ગણાવવાના સુપ્રીમના ઐતિહાસિક ચુકાદા બાદ પણ ગુજરાતમાં આવી વરવી સ્થિતી છે. દેશમાં સૌથી વધું બાળ લગ્ન 40 ટકા પશ્ચિમ બંગાળમાં થાય છે.
બાળ લગ્નમાં સૌથી ઓછા પ્રભાવિત રાજ્યોમાં પંજાબ અને કેરળનો ક્રમ આવે છે. બીજો નંબર બિહારનો આવે છે. જ્યાં 39 ટકા, ઝારખંડ 38 ટકા, દિલ્હી 16, રાજસ્થાન 35.4 ટકા, મહારાષ્ટ્ર 25 ટકા કિશોરીઓ બાળ લગ્નનો ભોગ બને છે.
જસ્ટીસ એમબી લોકુર અને જસ્ટીસ દીપક ગુપ્તાની ખંડપીઠે 18 વર્ષથી નાની ઉંમરની પત્ની સાથે યૌન સંબંધ બળાત્કાર હોવાનો ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં 10 વર્ષ કારાવાસની સજા છે.
પોતાના દીકરા કે, દીકરીના લગ્ન કરાવે તો તેમની સામે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ખાંડીવાવ ગામે કે જ્યાં એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં 24 જોડાઓ પ્રભુતામાં પગલા માંડવાના હતા. પરંતુ જે દિવસે લગ્ન યોજવાના હતા, તે દિવસે 24માંથી 14 જેટલા જોડાઓના લગ્ન રદ્દ કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાં સૌથી વધું બાળ લગ્નો ઉત્તર ગુજરાતમાં થાય છે.
પુરુષો માટે હાલ લગ્ન કરવા માટેની વયમર્યાદા 21 વર્ષની છે. જોકે, લૉ કમિશને તેને ઘટાડીને 18 વર્ષ કરી દેવાનું સૂચન કર્યું છે. દુનિયાભરમાં 18 વર્ષના વ્યક્તિને પુખ્ત માનવામાં આવે છે. યુવતીઓ માટે પણ લગ્નની વયમર્યાદા 18 વર્ષ છે, ત્યારે દેશમા તમામ ધર્મના લોકોની લગ્ન માટેની વયમર્યાદા અગલઅગલ છે પણ 18 વર્ષ કરી દેવાય તેવું લૉ પંચનું કહેવું છે. 18 વર્ષ કરી દેવાય તો તેનાથી બાળ લગ્નો અટકાવી શકાશે.
પત્ની ઉંમરમાં પતિથી નાની જ હોવી જોઈએ તેવી માનસિકતા બદલી શકાશે. પેનલે એમ પણ કહ્યું છે કે, હિન્દુ રિવાજ અનુસાર, 16 વર્ષની છોકરી અને 18 વર્ષના છોકરાના લગ્ન થઈ શકે છે, મુસ્લિમ કાયદા અનુસાર પ્રજોત્પત્તિ માટે સક્ષમ અવયસ્ક પણ લગ્ન કરી શકે છે. ઓછી ઉંમરના લગ્ન પણ રદ્દ નથી થતા. લગ્ન વિષયક કાયદામાં રહેલી વિસંગતતા છે. સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 હેઠળ લગ્ન માટે પુરુષની ઉંમર 21 વર્ષ અને સ્ત્રીની ઉંમર 18 વર્ષ હોવી જરુરી છે.
બાળ લગ્ન ધારા 2006 હેઠળ, જો બંનેમાંથી એક કે બંને પાત્ર માઈનોર હોય તો લગ્નનને કાયદાકીય માન્યતા નથી મળતી.
રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને હિમાચલ પ્રદેશે બાળલગ્નની પ્રથા નાબૂદ કરવા લગ્નને માન્ય કરવા લગ્નની નોંધણીને કાયદાની રૂએ ફરજિયાત બનાવી છે.
બાળ લગ્નો થવાનું કારણ ગરીબી, છોકરીઓમાં શિક્ષણનું નીચુ પ્રમાણ, છોકરીઓનું સમાજમાં નીચુ સ્થાન, છોકરીઓની આર્થિક બોજ તરીકે ગણતરી, સામાજિક રિવાજો અને પરંપરાઓ. વહેલા લગ્નનો કારણે મોટેભાગે મહિલાઓ શિક્ષણ અને યોગ્ય કામથી દૂર રહે છે. જેનાથી તે હંમેશા ગરીબીના વિષચક્રમાં ફસાયેલી રહે છે. બાળલગ્નો લિગંભેદ, બિમારી અને ગરીબીના વિષચક્રમાં પરિણમે છે. છોકરીઓ જેમના નાની ઉંમરે લગ્ન થાય છે તે શારીરિક રીતે તૈયાર નથી હોતી, જેના કારણે માતા અને બાળ મૃત્યુ દર વધારે રહે છે.