ગુજરાતમાં 5 વર્ષમાં 9.75 લાખ વૃક્ષો કાપી કઢાયા, અમદાવાદમાં 18 હજાર હત્યા

અમદાવાદ, 22 જાન્યુઆરી, 2020

ગુજરાતની વડી અદાલતે 2013 માં વૃક્ષો કાપવાની નીતિ લાગુ કરવાના આદેશ આપ્યા હોવા છતાં રાજ્યએ હજી સુધી નીતિ બનાવી નથી. તેથી રાજ્યએ માત્ર પાંચ વર્ષમાં 9.75 લાખ વૃક્ષોને કાપવાની મંજૂરી આપી છે.

વાયુ પ્રદૂષણનો સામનો કરી રહ્યા છીએ. રાજ્યના વધુ અને વધુ શહેરો વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની ક્લબમાં સામેલ થઈ રહ્યા છે અને રાજ્ય સરકાર વિકાસના કામો માટે વૃક્ષો કાપવાની મંજૂરી આપીને કુદરતી હવા ગાળતા વૃક્ષો કપાઈ રહ્યાં છે.

સરકાર પાસે હરિયાળી માટે દ્રષ્ટિનો અભાવ છે. રાજ્યમાં હંમેશાં મોટા પ્રોજેક્ટ્સની ઘોષણા કરવામાં આવે છે. હંમેશાં સ્થાનિક ફ્લોરાને અસર કરે છે. ઝાડ કાપવા અંગે મેં હાઇકોર્ટ સમક્ષ અરજી કરી હતી. 2013 માં હાઈકોર્ટે ટ્રી કટીંગ પોલિસી બનાવવા માટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો હતો.

રાજ્યમાં હજી સુધી કોઈ નીતિ ઘડવાની બાકી છે. હાઈકોર્ટે ઉલ્લેખ કર્યો હતો કે રાજ્યએ અન્ય રાજ્યોની નીતિઓનો અભ્યાસ કરવો જ જોઇએ. જો કેટલાક એવા વૃક્ષો છે કે જ્યાં માર્ગને પહોળો કરવાની જરૂરિયાત છે, તો સરકારે વૃક્ષોને કાપવાને બદલે વૈકલ્પિક રસ્તો શોધવો પડશે. ઉપરાંત, આ તમામ નીતિઓ ઉચ્ચ-સ્તરથી આવી રહી છે, જેમાં સ્થાનિક પરામર્શ નથી થયો, જે એક ગંભીર મુદ્દો છે અને પર્યાવરણ માટે ખતરો છે.

કયા કયા કામ માટે કપાયા વૃક્ષો
અમદાવાદમાં ડિસેમ્બર 2019 સુધીના પાંચ વર્ષમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 4,200 વૃક્ષ કપાયા હતા જ્યારે મેટ્રોરેલ પ્રોજેક્ટ માટે 1,721, બિલ્ડરોને મંજૂરીથી 5,000, મંજૂરી વગર 5,000, ઈન્કમટેક્ષ-અંજલી બ્રિજ 209, ચોમાસામાં ઉખડી ગયેલ 2,500 વૃક્ષનું કાસળ કાઢી નાંખવામાં આવ્યુ છે કુલ 18,630 વૃક્ષોનો યેનકેન પ્રકારેણ નાશ કરવામાં આવ્યો છે. કુલ 18,630 વૃક્ષોનો યેનકેન પ્રકારેણ નાશ કરવામાં આવ્યો હતો.
મેટ્રોરેલ પ્રોજેક્ટ માટે 1,721 ઝાડને જમીનદોસ્ત કરવામાં આવ્યા
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 4,200 વૃક્ષ કપાયા

અમપાના બીઆરટીએસ પ્રોજેકટ માટે છેલ્લા નવ વર્ષમાં કુલ મળીને ૭૦૦ જેટલા વૃક્ષોનુ નિકંદન કાઢવામાં આવ્યુ છે

નવ વર્ષમાં મેટ્રો રેલ પ્રોજેકટ માટે ૫૮૪૦ અને બીઆરટીએસ પ્રોજેકટ માટે ૭૦૦ વૃક્ષોનુ નિકંદન કરાયુ છે

મેટ્રો પ્રોજેકટ માટે કયારે-કેટલા વૃક્ષો કપાયા વર્ષ વૃક્ષો ૨૦૧૦-૧૧ ૨૧૯ ૨૦૧૧-૧૨ ૯૧૪
૨૦૧૨-૧૩ ૯૯૧
૨૦૧૩-૧૪ ૭૬૯
૨૦૧૪-૧૫ ૭૪૭
૨૦૧૫-૧૬ ૨૨૦૦
૨૦૧૭-૧૮ ૯૦૦
૩૦ એપ્રિલ-૧૯ સુધીની સ્થિતી ગ્યાસપુર ડેપોથી શ્રેયસ ૧૯૬ વૃક્ષો વ†ાલગામથી થલતેજ ગામ ૬૯૨ મંજૂરીથી વૃક્ષ છેદન ગ્યાસપુરથી મોટેરા ૧૯૯૧ થલતેજ ગામ ૮૦૪ જો જરૂર પડશે તો હજુ કેટલા વૃક્ષો કપાશે.. ગ્યાસપુરથી મોટેરા ૭૫૭ થલતેજ ગામ ૧૪૧

કાંકરિયા વિસ્તારની આબાદ ડેરી પરિસરમાં ૨૦૧૩ વૃક્ષો કાપવાની મંજૂરી આપવામાં આવી હતી
મેઘાણીનગરની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં નવી ઇમારતના નિર્માણ માટે ૧૧૦ વૃક્ષોનો ભોગ લેવાયો છે.
૩૦૮ મેન્ટલ કમ્પાઉન્ડ
૨૩૪ નરોડા રોડ બીઆરટીએસ
૨૧૩ આબાદ ડેરી પરિસર
૧૦૦ એલિસબ્રિજ-ગુજરાત કોલેજ BRTS
એપ્રિલ૨૦૧૪થી જાન્યુઆરી ૨૦૧૫ સુધીમાં સૌથી વધુ ૨૦૯૦ વૃક્ષો કાપવા કાપવાની મંજૂરી મળી છે અને વૃક્ષો કપાયા છે. વર્ષ ૨૦૧૧-૧૨માં ૧૦૦ વૃક્ષો, વર્ષ ૨૦૧૨-૧૩માં ૨૪૨ વૃક્ષો અને વર્ષ ૨૦૧૩-૧૪માં ૧૩૯ વૃક્ષો ગેરકાયદે કપાયાં હતાં.

2015-16

અમદાવાદમાં ર૦૧પ-૧૬ થી ઓગષ્ટ-ર૦૧૯ સુધી લગભગ ૭પ૦૦ જેટલા વૃક્ષ કાપવાની મંજૂરી વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવી છે. મેટ્રો ટ્રેન પ્રોજેકટ માટે અંદાજે ૧૪૦૦ વૃક્ષોનું નિકંદન નીકળી ગયું છે. જયારે બુલેટટ્રેન પ્રોજેકટ માટે કાળી ગામથી કાલુપુર સુધીના બેલ્ટ માટે ૧ર૮૦ વૃક્ષ કાપવામાં આવ્યા છે. બુલેટ ટ્રેન પ્રોજેકટમાં અમદાવાદમાં ૧૩૦૦ વૃક્ષ કપાયા છે તથા વધુ રપ૬૬ માટે મંજૂરી માંગવામાં આવી છે. શહેરમાં છેલ્લા ચાર વર્ષમાં વિવિધ પ્રોજેકટો માટે ૭પ૦૦ જેટલા વૃક્ષો કાપવામાં આવ્યા છે.તે પૈકી લગભગ ૯૦૦ વૃક્ષોને રિ-પ્લાન્ટ  કરવામાં આવ્યા છે.

જયારે વટવા-ગેરતપુર સુધીના બેલ્ટ માટે વધુ રપ૬૬ વૃક્ષો કાપવા માટે મંજૂરી માંગવામાં આવી છે. બુલેટટ્રેન અને મધ્યઝોનમાં રપ૩ વૃક્ષો કપાયા છે. જયારે જે રપ૬૬ વૃક્ષ કાપવા માટે મંજૂરી માંગવામાં આવી છે. તેમાં મહત્તમ દક્ષિણઝોનના છે. બુલેટટ્રેન સત્તાવાળાઓ દ્વારા રપ૬૬ પૈકી ૧૮૩ વૃક્ષોને રી-પ્લાન્ટ કરવા માટે ખાત્રી આપવામાં આવી છે. તથા અગાઉ જે ૧ર૭૯ વૃક્ષ કાપવામાં આવ્યા છે. તેવાં પણ શકયતા હશે તો કેટલાક વૃક્ષને રી-પ્લાન્ટ કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે.

શહેરમાં ચાલી રહેલા મેટ્રો પ્રોજેકટથી મ્યુનિ. વહીવટીતંત્ર અને નાગરીકો ત્રસ્ત થઈ ગયા છે. મેટ્રો પ્રોજેકટે પણ ૧પ૦૦ કરતા વધુ લીલાછમ, ઘટાદાર વૃક્ષોનો ભોગ લીધો છે. બુલેટટ્રેન પ્રોજેકટ માટે માત્ર ત્રણ ઝોનમાંથી વૃક્ષો કાપવામાં આવશે. જયારે મેટ્રોને તમામ ઝોનમાંથી વૃક્ષો કાપવા માટે મંજૂરી આપવામાં આવી છે. મેટ્રો અંતર્ગત દક્ષિણઝોનમાં સૌથી વધુ ૪૧૩ વૃક્ષ કપાયા છે. જયારે પૂર્વઝોનમાં ર૭૮ વૃક્ષ કાપવામાં આવ્યા છે.

મ્યુનિ. કોર્પોરેશનના વિવિધ પ્રોજેકટ તથા બિલ્ડરોની માંગણી ને ધ્યાનમાં લઈ ૪૭૧૭ વૃક્ષ કાપવા માટે તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ર૦૧પ-૧૬ થી ર૦૧૯-ર૦ ઓગષ્ટ સુધીના સમયગાળા દરમ્યાન પશ્ચિમઝોનમાં સૌથી વધુ વૃક્ષ કાપવા માટે મંજૂરી આપવામાં આવી છે. મ્યુનિ.કમીશ્નરે પશ્ચિમઝોનના બિલ્ડરોની માંગણી કે પછી તંત્રના પ્રોજેકટો માટે ર૦૧પ-૧૬ માં ૮૧, ર૦૧૬-૧૭ માં ૧૮૬, ર૦૧૭-૧૮માં ૧પ૭૦, ર૦૧૮-૧૯ માં ર૯૪ વૃક્ષો કાપવા માટે મંજૂરી આપી છે.

આમ પાંચ વર્ષમાં ૪૭૧૭ વૃક્ષ મંજૂરીથી કાપવામાં આવ્યા છે. તે પૈકી માત્ર પશ્ચિમઝોનમાં જ ર૧૩૧ વૃક્ષ કાપવા માટે મંજૂરી આપવામાં આવી છે.મ્યુનિ.કમીશ્નરે કયા-પ્રોજેકટો કે બિલ્ડરો માટે આ મંજૂરી આપી છે તે બાબત અધ્યાહાર છે.

મ્યુનિ.પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગના પ્રયાસો ના કારણે મેટ્રો પ્રોજેકટઅંતર્ગત જે ૧પ૪૦ વૃક્ષ કાપવામાં આવ્યા છે. તે પૈકી ૭પ૦ વૃક્ષને રી-પ્લાન્ટ કરવામાં આવ્યા છે. જી.એમ.ડી.સી.રોડથી વસ્ત્રાપુર તરફ જવાના રોડપર પ૦ વૃક્ષ અને અગિયારસ માતાના મંદીર (વાડજ) વિસ્તારમાં વૃક્ષો રી-પ્લાન્ટ કરવામાં આવ્યા છે. જે આવકારદાયક બાબત છે. બુલેટટ્રેનમાં પણ વધુમાં વધુ વૃક્ષ રીપ્લાન્ટ થાય તેવા પ્રયાસ થઈ રહયા હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.

2012માં કયા વૃક્ષો હતા
અમદાવાદમાં છેલ્લે વનવિભાગ દ્વારા 2012માં કરાયેલી વૃક્ષ ગણતરી મુજબ કુલ 6,18,048 વૃક્ષ નોંધાયા હતા. જેમાં લીમડાના 1,42,768, આસોપાલવના 70,550, પીપળાના 20,177, વડના 9,870 વૃક્ષો હતા,

અમદાવાદમાં ઝોનવાઈઝ કેટલા હતા ઝાડ
2012ના વૃક્ષોના આંક જોઇએ તો, શહેરના પશ્ચિમ ઝોનમાં 84,035, ઉત્તર ઝોનમાં 60,677, દક્ષિણ ઝોનમાં 89,863, નવા પશ્ચિમ ઝોનમાં 84,189 વૃક્ષો હતા. વન વિભાગની જમીનમાં 1,74,979 અને 240 મનપાના બાગબગીચામાં 25,290 ઝાડ નોંધાયા હતા.

સરવે

અમદાવાદ શહેરમા છેલ્લા વીસ વર્ષમા ટ્રી કવર ૪૬ ટકાથી ઘટીને ૨૪ ટકા થયુ હોવાનુ ઈન્ડિયન ઈન્સ્ટિીટયુટ ઓફ સાયન્સ બેંગ્લોરના સ્ટડી રિપોર્ટમા કહેવામા આવ્યુ છે. અમદાવાદ શહેરમા છેલ્લા ૧૦ થી પણ વધુના વર્ષના સમયગાળામા શહેરનો બિલ્ટઅપ એરીયા ૧૩૨ ટકા જેટલો વધવા પામ્યો છે જ્યારે વર્ષ-૨૦૧૦ મુજબ શહેરમા હેકટર દીઠ ૨૮૨ અને કુલ મળીને ૬.૧૮ લાખ વૃક્ષો હતા આ સંખ્યામા બીઆરટીએસ,મેટ્રો રેલ પ્રોજેકટ વગેરેને કારણે અમદાવાદનુ ગ્રીન કવર ઘટીને હવે માત્ર ૪.૬૬ ટકા જેટલુ રહી જવા પામ્યુ હોવાનુ સર્વેમા કહેવામા આવ્યુ છે.

ગ્રીન કવરમાં ઘટાડો
2012ની વૃક્ષ ગણતરી પ્રમાણે, શહેરમાં માત્ર 4.66 ટકા હરિયાળો વિસ્તાર હતો. જેની સામે હાલ આ અકિલા ગ્રીન કવર પાંચ ટકાની આસપાસનું હોવાનું મનાઇ રહ્યું છે પરંતુ વૃક્ષારોપણના કાર્યક્રમો અને રોપાવાવણી ઝુંબેશ પાછળ લાખો રૂપિયા ખર્ચાયા બાદ પણ પરિણામ કંઇ નહી હોવાની વાસ્તવિકતા સામે છે. ગંભીર, ચિંતાજનક અને આઘાતજનક વાત એ છે કે, અમદાવાદનું ગ્રીન કવર રાજયના વડોદરા, રાજકોટ અને ભાવનગર શહેર કરતાં પણ ઓછું છે.