ગુજરાતમાં 56થી વધુ રાજકીય વ્યક્તિઓની હત્યા થઈ છે

ગુજરાતનું રક્ત-રંજિત રાજકાણ – દિલીપ પટેલ

ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને કચ્છના આગેવાન પૂર્વ ધારાસભ્ય 1+ જયંતી ભાનુશાળીની હત્યા થતાં સમગ્ર ગુજરાત સ્તબ્ધ છે. ગુજરાતની સ્થાપનાથી લઈને આજ સુધી કેવા પ્રકારની રાજકીય વ્યક્તિઓની હત્યાઓ થઈ છે, તે પણ ઘણી ચોંકાવે તેવી છે. રાજકીય કે રાજકીય વ્યક્તિ કહી શક્યા એવા 56થી વધારે ખૂન ગુજરાતમાં થયા છે. તેમાં ખાસ સૌરાષ્ટ્રમાં વધું થયા છે. સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, ગોંડલમાં રાજકીય ખૂન સૌથી વધું થયા છે. અમદાવાદમાં પણ પાંચ જેટલી રાજકીય કારણોસર હત્યા થઈ છે.

ગુજરાતે સારા રાજકીય નેતા ગુમાવ્યા

બે હત્યા એવી હતી કે જે ગુજરાતના મુખ્ય પ્રધાન બનવાની તાકાત ધરાવતાં હતા. જેમા એક વલ્લભભાઈ પટેલ અને બીજા 2+હરેન પંડ્યા હતા. જો આ બન્નેની હત્યા ન થઈ હોય તો તેઓ ગુજરાતને એક ચોક્કસ સ્થાન સુધી લઈ ગયા હોત. 1980થી ગુજરાતમાં ગંભીર કહી શકાય એવી રાજકીય હત્યાનો સીલશીલો શરૂં થયો હતો. તે પણ ભાજપના પિતૃ પક્ષ જનસંઘના એક જ રાજકીય કુટુંબના 7 વ્યક્તિઓની હત્યા થઈ હોય એવી ઘટના પણ બની છે.

3+જનસંઘના ધારાસભ્યની હત્યાથી સિલસિલો

1980 પોરબંદરમાં વસનજી ઠકરારની હત્યા થઈ હતી જે જનસંઘમાંથી ધારાસભ્ય ચૂંટાયા હતા. ઈંદિરા ગાંધીનીએ લાદેલી રાજકીય કટોકટી વખતે તેણે પક્ષપલટો કર્યો હતો. તેમાં બાબુભાઈ જસભાઈની સરકાર 12 માર્ચ 1976માં પડી હતી. તે વસનજી ખેરાજ ઠકરારની હત્યાથી રાજકીય ખૂનનો શીલશીલો શરૂ થયો હતો. પોરબંદર ત્યારથી બદનામ થયું હતું. પોરબંદર ગેંગવોર ત્યારે પરાકાષ્ઠાએ હતી. મુળુ દાઢીએ ખૂન કર્યું હતું. સરમણ મુંજાએ વસનજીને જીતાડ્યા હતા. કારણ કે માલદેજી ઓડેદરા સરમણની વિરુદ્ધમાં હતા. તેથી વસનજીને સરમણ મુંજાએ સિક્કા મારીને ધારાસભ્ય તરીકે જનસંઘથી જીતાડી દીધેલા હતા.

4+પોપટ લાખાની હત્યા

15 ઓગસ્ટ 1988માં ધ્વજવંદનના કાર્યક્રમ વખતે પોપટ લાખા સોરઠીયાની હત્યા થઈ હતી. જેમની બાજુમાં રાજકોટના જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટર પણ બેઠા હતા ત્યારે પોઈન્ટ બ્લેંક ગોળી મારી હતી. તેઓ ગોંડલમાં ત્રણ ટર્મ સુધી ધારાસભ્ય તરીકે કોંગ્રેસથી ચૂંટાયે હતા. તેઓ રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન પણ હતા. સરાજાહેર હત્યા થઈ હતી. સમગ્ર ભારતમાં આ બનાવની ગંભીર નોંધ લેવામાં આવી હતી.

5+વલ્લભભાઈ પટેલની હત્યા

22 નવેમ્બર 1989માં કોંગ્રેસ સરકારના આરોગ્યમંત્રી અને વરિષ્ઠ ખેડૂત અને સૌરાષ્ટ્ર પાટીદાર નેતા વલ્લભભાઈ પટેલની પડધરી તાલુકાના હડમતિયામાં હત્યા કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણી વખતે જ હત્યા થઈ હતી. વલ્લભભાઈનો રાજકીય સૂરજ તપતો હતો. જેનું નામ ગુજરાતના ભાવિ મુખ્ય પ્રધાન તરીકે લેવાતું હતું. ક્ષત્રિય અને પટેલ વચ્ચે વધારે વૈમનશ્ય અહીંથી ઊભું થયું હતું.

6+1982માં કોંગ્રેસના કાલાવડના ધારાસભ્ય ભીમજી વસરામ પટેલની હત્યા થઈ હતી.

7+કોંગ્રેસના ધારાસભ્ય ભરત કાંબલીયા કે જે જૂનાગઢ નગરપાલિકાના પ્રમુખ પણ હતા. લાકડાની ચોરીમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરે ગોળી મારી હતી.

2002માં ભાજપની કેશુભાઈ પટેલની સરકારના મહેસૂલ અને ગૃહ રાજ્ય પ્રધાન અમદાવાદના હરેન પંડ્યાની હત્યા થઈ હતી. તેમના પિતા અને તેમના પત્નીએ આ રાજકીય હત્યા હોવાનો આરોપ મૂક્યો હતો.

8+કોંગ્રેસના પૂર્વ સાંસદ રઉફ વલ્લી ઉલ્લાહની હત્યા અમદાવાદમાં કરવામાં આવી હતી.

9+સાંસદ કેન્દ્ર સરકારમાં રાજ્ય સરકારના રાજ્ય કક્ષાના પ્રધાન જે. વી. શાહનું શંકાસ્પદ મોત રોડ એક્સીડેન્ટમાં મોત થયું હતું પણ તે હત્યા હોવાનું રાજકીય લોકો માનતાં હતા.

10+1990-91 જીવાભાઈ કેશવાલા તેમના પત્ની સાથે ખૂન, સરમણ મુંજાની હત્યા, જિલ્લા પંચાયત જુનગઢા પ્રમુપખ, અમુલ ડેરીમાં પણ તેઓ હતા.

11+
1995માં કેશુભાઈ પટેલ મુખ્ય પ્રધાન હતા ત્યારે જયંતી વડોદરીયા કે જે ગોંડલ નાગરિક બેંકના અધ્યક્ષ હતા. કોર્પોરેટર હતા તેમની હત્યા કરી દેવામાં આવી હતી.

12+ 1995માં ભાજપના આગેવાન વિનુ સિંગાળાની હત્યા કરી દેવામાં આવી હતી. ગોંડલમાં તેની હત્યા થઈ હતી. સરકારી ઘાંસની વીડી કોને આપવી તેની ઝઘડામાં તેમની હત્યા થઈ હતી. એક બાજું ગોડલનું રાણા જૂથ અને બીજી બાજુ વિનુભાઈ સિંગાળા હતા.

13+ 1990 ભીખા વાઘ કે જે જૂનાગઢ માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ હતા, તેના ટેકેદારોએ હત્યા કરી હતી.

14+ 2004 માણાવદર નગરપાલિકાના કારોબારી સભ્ય વેજા પરબત અને તેના એક જ પરિવારના 7ના ખૂન થયા હતા. તેને ખતમ કરવા માટે બોમ્બ બ્લાસ્ટ પણ થયો હતો. ખંડણીમાં હત્યા થઈ હતી.

15+ વત્સી ભૂરા ઓડેદરા, કુતિયાણ તાલુકા પંચાયતના પ્રમુખ હતા, જેની માલદેએ હત્યા કરી હતી.

16+ ધાના માંડા, તલાલાથી ચૂંટણી લડેલા હતા, તાલાલામાં તેમની હત્યા થઈ હતી. ધના માંડા બારડ કે જે હાલના ધારાસભ્ય ભગવાનભાઈ બારડના પિતા હતા, તેમની હત્યા થઈ હતી.
17+ માંડલમાં ના ભાજપના નેતા શીલા સોનીની હત્યા રાજકીય હોવાનો આરોપ તેના પતિએ મૂકેલો છે.
18+ રાજકોટના વિનુ પરમાર હત્યા કાંડ.
રાજકોટના કોર્પોરેટર હરિ ધવા – પાપડીની હત્યા.
19+ ધ્રાંગધ્રા નઞરપાલીકા ના પુર્વ પ્રમુખ ઈન્દ્રસિહ ઝાલા ની 2017 મા હત્યા
20+ કચ્છના અબડાસાના બાઉજી જાડેજા, માંડવી નગરપાલિકા અધ્યક્ષની હત્યા થઈ હતી.
21+ માનસિંહભાઈ પટેલ, સાંસદ અને દૂધસાગર ડેરીના સંસ્થાપક.
22+ ભરૂચમાં એક સાંસદની હત્યા તથા ભાજપના નેતાની હત્યાની ઘટના બની હતી.
23+ નગરપાલિકાનાં તત્કાલીન પ્રમુખ ધનજીભાઈ કોટીયાવાલાની હત્યા થઈ હતી.
24+ 1995માં મોરબીમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, નાગરિક બેંકના અધ્યક્ષ પ્રકાશ રવેશીયા ખૂન કેસમાં ભાજપના ધારાસભ્ય કાન્તી અમૃત્તિયા પર આરોપ હતો. કેશુભાઈ મુખ્ય પ્રધાન હતા.

25+ અમરેલીનાં લાઠી પાસે લાઠી તાલુકા પંચાયતના સભ્ય લાલાવદર ગામ નાગજીભાઈને બસમાં જ જીતવા સળગાવી દેવાયા હતા. માનગઢ હત્યા કાંડ 11 પટેલોને ટ્રેક્ટરમાં ઉતરે તે પહેલાં જ ખતમ કરી દેવામાં આવ્યા હતા.

26+ નગરપાલિકાનાં તત્કાલીન પ્રમુખ ધનજીભાઈ કોટીયાવાલાની હત્યા થઈ હતી.

27+ આગેવાન એવા મુળુભાઈ બેરાના પિતા તાલુકા પંચાયતના પ્રમુખ હતા ૧૯૮૫ માં પોલીસ રક્ષણ હોવા છતાં તેમની ઉપર જીવલેણ હુમલો થતાં તેઓ મૃત્યુ પામ્યા હતાં.

28+ જૂન 2015માં કચ્છના કાળી તલાવડી ગામે ખેતરમાં ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ રણધીર બરાડિયાની તલવારના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. જેમાં ચૂંટણીમાં હરિફ જૂથના ચાર આરોપીઓ સામેલ હોવાનું બહાર આવ્યું હતું.

29+ જૂન 2015માં કચ્છ ભાજપના મહિલા નેતા તરુણા ચાતુરાણીએ પોતાનાજ બોયફ્રેન્ડને મોતને ઘાટ ઉતાર્યો હતો.

30+ ઓગસ્ટ 2015માં કચ્છથી પાટણ જિલ્લાની હદમાં પ્રવેશતા હાઈવે પર ગોળીઓની રાસલીલા થઈ હતી. જેમાં ભૂજના કેરા ગામની શિવુભા જાડેજાએ કાના ભીખા કોળી સહિત 12 લોકો સામે કેસ કર્યો હતો.

31+ જૂન 2015માં જૂનાગઢમાં ભાજપના ઉપપ્રમુખ કાંતિલાલ પોપટભાઈ વૈષ્ણવના 20 વર્ષના પુત્ર રજનીને જંગલમાં મારી દેવાયો હતો. આ કેસમાં દસ લાખની ખંડણી મંગાઈ હતી.

32+ મે 2015માં સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીના સેનેટ અને ભાજપના યુવા નેતા એડવોકેટ અમિત સિંઘાની તિક્ષ્ણ હથિયારોથી વિંધેલી લાશ મળી આવી હતી.

33+ ટેક્સની પતાવટના કેસમાં ભાજપના સિંઘાની હત્યા કરી દેવાઈ હતી ઓગસ્ટ 2015માં રાજકોટમાં મિલકત વિવાદ કેસમાં ભાજપના લઘુમતી મોરચાના આગેવાન ઈલિયાસખાન પઠાણ અને તેમના પુત્ર આરિફ જલવાણીને બંદૂકના નાળચે મોતને ઘાટ ઉતારાયા હતા.

34+ 35+ નવેમ્બર 2015માં ભરુચમાં ભાજપના પૂર્વ પ્રમુખ શિરિષ બંગાળી અને યુવા મોરચાના મહામંત્રી પ્રગ્નેશ મિસ્ત્રી પર બાઈક પર આવેલા લબરમૂછિયાઓએ ભરબજારે ગોળીબાર કર્યો હતો.

36+ મે-2018માં રાજકોટમાં ભાજપના બક્ષીપંચ મોરચાના આગેવાન વિજયગિરી ગોસ્વામી પર હુમલો થયો હતો. બુટલેગરોએ હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું હતું.

37+ 1974-75 ધનજી કોટીયાવાલા પોરબંદર નગરપાલિકાના પ્રમુખ

38+ 1995માં ગોવિંદ તોરણીયા – જનસંધ બે વખત ધારાસભાની ચૂંટણી, બંદરનો કોન્ટ્રાક્ટર રાજકીય રીતે નડતાં હતા. ભાષણ જોદાર કરતાં હતા.

39+ 2005 શહેર ભાજપ પ્રમુખ અને પોરબંદન નગરપાલિકાના 4 ટર્મના કાઉન્,સલર હતા કેશુ નેભા ઓડેદરા – કાંધલ

40+ 2004-5 કોંગ્રેસના મુળુ મોઢવાડીયા, બાબુ બોખિરીયાના ભાગીદાર – ભીમા દુલાએ ખૂન કરેલું.

41+ મે 2015: સુરતની વીર નર્મદ યુનિવર્સિટીના સેનેટ સભ્ય અને ભાજપના યુવા નેતા અમિત સિંઘાની તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી.

42+ જૂન 2015: કચ્છમાં ભાજપના મહિલા નેતા તરુણા ચાતુરાણીએ પોતાના જ બોયફ્રેન્ડની હત્યા કરી હતી

43+ જૂન 2015: સૌરાષ્ટ્રના જૂનાગઢમાં ભાજપના ઉપપ્રમુખ કાંતિલાલ વૈષ્ણવના યુવા પુત્રનું અરહરણ કરીને રુપિયા 10 લાખની ખંડણી માંગવામાં આવી હતી, જે બાદ જંગલમાં તેમની નિર્મમ હત્યા કરવામાં આવી હતી.

44+ જૂન 2015: કચ્છમાં ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ રણધીર બેરાડિયાની કાળી તલાવડી ગામે ખેતરમાં નિર્મમ હત્યા કરવામાં આવી હતી

45+ ઓગસ્ટ 2015: રાજકોટમાં સંપત્તિના વિવાદમાં ભાજપના લઘુમતી મોરચાના સભ્ય ઈલિયાસ પઠાણ અને તેમના પુત્રની હત્યા કરવામાં આવી હતી.

46+ નવેમ્બર 2015: ભરૂચમાં ભાજપના પૂર્વ પ્રમુખ શિરિષ બંગાળી અને યુવા મોર્ચાના મહામંત્રી પ્રગ્નેશ મિસ્ત્રીની સરેઆમ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

47+ મે 2018: રાજકોટમાં BJP બક્ષીપંચ મોરચાના સભ્ય વિજયગિરી ગોસ્વામી પર બુટલેગરો દ્વારા ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો.

49+ ઓગસ્ટ 2018: ભાવનગર જિલ્લાની તળાજા નગરપાલિકામાં ઉપપ્રમુખ અને ભાજપ નેતા નસીબખાન પઠાણ પર ધારદાર હથિયારોથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા.

છેલ્લે –

50+ 1993-94 બાબુભાઈ જાડેજા કે જે કોલસાની દાણચોરીમાં મોટું નામ હતું. જેની હત્યા કચ્છના ભાનુશાળીઓએ સાથે મળીને કરાવી હતી. ત્યારથી જયંતી ભાનુશાળી પોતે પોતાના સમાજમાં મોટું નામ કમાયા હતા.