અમરેલી,તા.02
અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિમા પાકને નુકશાનીનું સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવે તેવી માગણી સાથે લાઠી બાબરાના ધારાસભ્ય ઠુમરે રાજય મુખ્યમંત્રીને પત્ર પાઠવીને સહાયકની માગણી કરી છે.

અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિના કારણે અમરેલી જિલ્લાના તમામ તાલુકામાં ખેતી પાકો જેવા કે મગફળી કપાસ તલ બાજરી અને જુવાર ના પાકોને વ્યાપક નુકસાન થયેલુ છે ત્યારે હાલ કપાસનો પ્રથમ વીરણી સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલો છે અને હવે કોઈ ઉત્પાદન થાય તેવી આશા જણાતી નથી. મગફળીના પાક પણ ઊગી જવાના કારણે 70 થી 80 ટકા પાક બગડે ગયેલો તેમજ તલ કઠોળ અને બાજરી જુવારના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે આ પરિસ્થિતિમા સરકાર સર્વે કરીને વળતર આપે તેવી માગણી લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે કરીને રાજયના મુખ્યમંત્રી વિજય રુપાણીને લખીને માગણી કરી છે.

English




You must be logged in to post a comment.